શું ગુજરાતમાં ચિંતા વધારી રહ્યા છે આ જોખમી રોગ? એક પછી એક ત્રાટકી કોરોના કરતા જીવલેણ બિમારીઓ!
અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં ડેન્ગ્યૂ, મલેરિયા અને ગેસ્ટ્રો જેવી બીમારીના કેસોમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. રાજ્યોના શહેરોમાં રોગચાળાની શું છે પરિસ્થિતિ અને કેવી રીતે બીમારીઓથી રહેવું સાવચેત, જુઓ આ રિપોર્ટ..
Trending Photos
Gujarat Epidemic 2024: ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે ઋતુજન્ય રોગચાળો ભયંકર રીતે વકરી રહ્યો છે. પાણી અને મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધતાં હોસ્પિટલ દર્દીઓથી ઊભરાય રહી છે. અમદાવાદ, સુરત અને વડોદરા જેવા શહેરોમાં ડેન્ગ્યૂ, મલેરિયા અને ગેસ્ટ્રો જેવી બીમારીના કેસોમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. રાજ્યોના શહેરોમાં રોગચાળાની શું છે પરિસ્થિતિ અને કેવી રીતે બીમારીઓથી રહેવું સાવચેત, જુઓ આ રિપોર્ટ..
- ગુજરાતમાં ઋતુજન્ય રોગચાળાનો કહેર
- મહાનગરોમાં ફેલાયો પાણીજન્ય રોગચાળો
- રોગચાળો વકરતાં તંત્રની મુશ્કેલીમાં વધારો
બે મહિનામાં ચોથીવાર સિંગતેલના ભાવમાં વધારો, એક કિલોએ આટલા વધ્યા ભાવ
અમદાવાદમાં આ વર્ષે સારો એવો વરસાદ થયો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, સમગ્ર ગુજરાતભરમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે પરંતુ વરસાદ થતાની સાથે જ રોગચાળો પણ આવતો હોય છે. જે વિસ્તારોમાં વધારે પાણી ભરાતા હોય ત્યાં ભારે રોગચાળો ફાટી નીકળે છે. અમદાવાદમાં પણ રોગચાળાની આ પ્રકારની જ પરિસ્થિતિ જોવા મળી રહી છે.
અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલની વાત કરી એ તો, સોલામાં ડેન્ગ્યુના 230 શંકાસ્પદ કેસમાંથી 44 પોઝિટિવ આવ્યા છે. આ સિવાય મલેરિયાના 232 શંકાસ્પદ કેસમાંથી 4 પોઝિટિવ કેસ આવ્યા છે. આ ઉપરાંત વાયરલ ઈન્ફેક્શનના 1918 કેસ નોંધાયા છે. OPDમાં પણ આ સપ્તાહમાં 12874 કેસ નોંધાયા છે..
વકરતાં રોગચાળાને લઈને અમદાવાદના શહેરીજનોને તબીબોએ વિશેષ કાળજી રાખવાની સૂચના આપી છે. તો બીજી તરફ સુરતમાં ચોમાસાની શરૂઆતની સાથે જ ડેન્ગ્યૂ, મલેરિયા, ગેસ્ટો જેવી બીમારીના કેસ ઘાતક રીતે વધી રહ્યા છે.. સુરતની નવી સિવિલ હોસ્પિટલ, સ્મીમેર હોસ્પિટલ અને સરકારી હેલ્થ સેન્ટર પર દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. સુરતમાં આ વર્ષે જાન્યુઆરીથી જૂન મહિના સુધીમાં મલેરિયાના 189 કેસ નોંધાયા છે. આ ઉપરાંત જૂન મહિના સુધીમાં ડેન્ગ્યુના 119 કેસ નોંધાયા છે.
સુરતમાં રોગચાળા પર કાબૂ મેળવવા માટે ચોમાસા પહેલાં જ તંત્ર કામે લાગ્યું હતું જેના કારણે પાણી અને મચ્છરજન્ય રોગચાળો ઓછી માત્રામાં ફેલાયો હતો. રોગાચાળાની વધતી સ્થિતિને લઈને તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. મહાનગરો અને અન્ય શહેરોમાં પણ દિવસેને દિવસે બીમારીઓના આંકડા વધી રહ્યા છે. એવામાં ચોમાસાની સિઝનની હજુ તો શરૂઆત જ છે જો આવી જ રીતે બીમારીઓ વધતી જશે તો જરૂરથી ચિંતાનો વિષય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે