અમદાવાદને કોબે શહેરની જેમ અમદાવાદને વિકસાવવામાં આવશે, જાપાન સાથે MoU

જાપાનના કોબે શહેરના મેયર તેમજ જાપાન ડેલીગેશન બે દિવસીય અમદાવાદ મુલાકાતે હતા. ત્યારે મુલાકાતમાં એએમએ, ગુજરાત યુનિવર્સિટી તેમજ એએમસી સાથે બેઠક કરવામાં આવી અને અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે આજે એક બેઠક મળી હતી. બેઠકમાં બંને શહેર વચ્ચે સિસ્ટર સિટીનો કરાર કરવામાં આવ્યા હતા.
અમદાવાદને કોબે શહેરની જેમ અમદાવાદને વિકસાવવામાં આવશે, જાપાન સાથે MoU

મૌલિક ધામેચા/ અમદાવાદ: જાપાનના કોબે શહેરના મેયર તેમજ જાપાન ડેલીગેશન બે દિવસીય અમદાવાદ મુલાકાતે હતા. ત્યારે મુલાકાતમાં એએમએ, ગુજરાત યુનિવર્સિટી તેમજ એએમસી સાથે બેઠક કરવામાં આવી અને અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ હાઉસ ખાતે આજે એક બેઠક મળી હતી. બેઠકમાં બંને શહેર વચ્ચે સિસ્ટર સિટીનો કરાર કરવામાં આવ્યા હતા.

જાપાન ડેલિગેશન અમદાવાદની મુલાકાતે છે ત્યારે જાપાનના કોબે શહેરના મેયર અને ૫૧ લોકો ની ટિમ અમદાવાદ આવી હતી અને શહેરના વિવિધ જગ્યાએ મુલાકાત લીધી હતી. જેમાં સાબરમતી ખાતે ગાંધી આશ્રમ તેમજ વિવિધ હેરિટેઝ જગ્યાએ પણ મુલાકાત લીધી હતી. ત્યારે રિવર ફ્રન્ટ હાઉસ ખાતે અમદાવાદના મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અમુલ ભટ્ટ સહિત મ્યુ. કમિશ્નર વિજય નેહરા હાજર રહ્યા હતા. અમદાવાદ વિષેની જાણકારી આપી હતી. બંને શહેર વચ્ચે એક મૈત્રી કરાર કરવામાં આવ્યા હતા.

ત્યારે જાપાનીઝ ડેલિગેશન અમદાવાદમા એક જાપાનીઝ પાર્ક બનાવવા માટે પણ વાર્તાલાપ કરી છે. જેમાં તેઓ સાબરમતી નદીની બાજુમાં આવેલી વિવિધ જગયાનુ નિરીક્ષણ કરી ત્યાં ગાર્ડન બનાવવાની કામગીરી હાથ ધરશે. મેયર બીજલ પટેલ દ્વારા પણ આગામી દિવસોમાં જાપાન પણ અમદાવાદની હેરિટેજ થીમ આધારિત પ્રોગ્રામ ચાલુ કરે તેવી આશા વ્યક્ત કરી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news