બાબા બાગેશ્વરે કહ્યું; ગુજરાત કે લોગો સે જીતના બડા મુશ્કેલ હૈ, અમદાવાદીઓ માટે પણ કરી ઉંચી વાત
Baba Bageshwar Gujarat Visit: વટવા સ્થિત કથા મંડપમાં બપોરે 4થી 6.30 કલાક સુધી ધીરેન્દ્ર શાસ્ત્રી પ્રવચન કરશે. બાગેશ્વર બાબા કોંગ્રેસ નેતા અરવિંદ ચૌહાણના ઘરે મહેમાન બન્યા હતા. આજે વટવા ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રી દેવકીનંદન ઠાકુરજીની કથામાં પ્રવચન આપવા કથા સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં પ્રવચન શરુ થયું છે.
Trending Photos
Baba Bageshwar Gujarat Visit, ઝી બ્યુરો/અમદાવાદ: સમગ્ર દેશમાં ચર્ચા જગાવનારા બાગેશ્વર બાબા આજથી 10 દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે. ત્યારે રાજ્યનાં પાંચ શહેરોમાં તેમના દિવ્ય દરબારની તડામાર તૈયારીઓ પણ પૂર્ણ થઈ ચૂકી છે. આજે બાગેશ્વર સરકાર જાણીતા કથાકાર દેવકીનંદન ઠાકુર સાથે મુલાકાત કરી છે. અમદાવાદના વટવામાં દેવકીનંદન મહારાજની શિવપુરાણ કથા ચાલી રહી છે ત્યારે આજે બપોરે 3 વાગ્યે બાબા બાગેશ્વર મહારાજ શિવપુરાણ કથામાં પહોંચ્યા છે. વટવા સ્થિત કથા મંડપમાં બપોરે 4થી 6.30 કલાક સુધી ધીરેન્દ્ર શાસ્ત્રી પ્રવચન કરશે. બાગેશ્વર બાબા કોંગ્રેસ નેતા અરવિંદ ચૌહાણના ઘરે મહેમાન બન્યા હતા. આજે વટવા ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રી દેવકીનંદન ઠાકુરજીની કથામાં પ્રવચન આપવા કથા સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં પ્રવચન શરુ થયું છે.
વટવા રામકથા મેદાને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિતના નેતાઓ સભા સ્થળે જોવા મળ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રી સ્ટેજ પર આવી પહોંચતા ભક્તો દ્વારા તેમનું ફૂલ હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું. ત્યારે બાગેશ્વર બાબાએ સ્ટેજ પર આશન ગ્રહણ કર્યું. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કથા શરૂ કરતા પહેલા ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું અમદાવાદના લોકો કેમ છો. ભક્તીનો પ્રદેશ છે ગુજરાત. ગુજરાતના અમદાવાદમાં આજે અમે આવ્યા છીએ. આવા આ ભક્તીના પ્રદેશ ગુજરાતની ધરતીને વારંવાર પ્રણામ કરું છું.
બાગેશ્વર બાબાના પ્રવચનના અંશો:-
- સાધુ જી તમે મજામાં છે કહી સંબોધન શરૂ કર્યું
- ભક્તિના પ્રદેશ ગુજરાતમાં જ્યાં સનાતન ધર્મ વહી રહ્યો છે ત્યાં સનાતનને લઈ આગળ વધીશ
- ગુજરાતની ભૂમિને પ્રણામ
- શંકર ભગવાનનું રૂપ છે હનુમાનજી,,
- શકર ભગવાનના હૃદયમાં છે હનુમાન
- હનુમાનની પૂછ છે એ પાર્વતીનું રૂપ છે
- ગુજરાતના માણસો ખતરનાક અને તેમાં પણ અમદાવાદ,,,
- ગુજરાતના લોકોને ચૂપ કરવા મુશ્કેલ છે.
- ગુજરાતના લોકો ને જીતવા મુશ્કેલ છે
- ભારત હિન્દૂ રાષ્ટ્રનો સંકલ્પ છે તેમાં તમારો ફાળો હશે.
- એ ડરપોક અને કાયર છે જે સનાતન માટે જાગે નહિ અને આપણે જાગી કૃષ્ણ ભગવાનને તેમના સ્થળે સ્થાપવાના..
- અમદાવાદમાં દરબાર છે 29 તારીખે અને સનાતન માટે બોલીશ
- મોટાભાઈનું મિશન છે કે રામ તો અયોધ્યામાં બિરાજમાન થયા હવે કૃષ્ણને બિરાજમાન કરવાના છે
- બધા સનાતની એક થઇ જાવ
- હું ડર તો નથી કેમ કે સીતા રામ અને હનુમાન જેના માથે હોય તો કેમ ડર લાગે
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આજે (ગુરુવાર) બપોરે બાગેશ્વર બાબા ચાર્ટર્ડ પ્લેનમાં અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ સીધા કાર મારફત અમરાઈવાડી ખાતે રહેતા એક ભક્તના ઘરે જવા નીકળ્યા હતા. તે દરમિયાન રસ્તામાં જ લોકો તેમને મળવા ઊમટી પડ્યા હતા. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કારમાંથી બહાર નીકળી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. ત્યારબાદ ધીરેન્દ્ર શાસ્ત્રી વટવા રામકથા મેદાનમાં દેવકીનંદન ઠાકુર સાથે આવી પહોંચ્યા છે. બાબાના દર્શન માટે રામકથા મેદાનમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે.
પ્રદીપસિંહ જાડેજાનું નિવેદન
પૂર્વ ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજા પણ વટવા પહોચ્યા હતા. જ્યા પ્રદિપસિંહ જાડેજાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે છેલ્લા એક સપ્તાહથી વટવાના લોકોને શિવપુરાણ કથાનો લાભ મળી રહ્યો છે. ત્યારે હું પણ ધીરેન્દ્ર શાસ્ત્રીને સાંભળવા ખાસ આવ્યો છું. સાથે તેઓએ કોંગ્રેસના વિરોધને લઈ ટોણો મારતક કહ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય ભારત, ભવ્ય ભારતની વાત કરે છે તો વિરોધ કેમ? સાથે વિરોધ કરનારા લોકો કોણ છે? તેમ પણ સવાલ ઉઠાવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે