અમદાવાદ: Paytm KYC ના નામે કરોડો રૂપિયાની ઠગાઇ, સોકતખાન પઠાણ છે મુખ્ય સુત્રધાર
Trending Photos
અમદાવાદ : Paytm માં KYC અપડેટ કરવાના બહાને ફ્રોડ કરનારા 2 આરોપીઓને સાયબર ક્રાઇમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર દેશમાં 25 લાખથી વધારે લોકોને મેસેજ કરી પોતાની જાળમાં ફસાવતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. પોલીસની પકડમાં આવેલા આરોપી સોહિલ સોકતખાન પઠાણ માસ્ટરમાઇન્ડ છે. આરોપીઓની તપાસમાં અન્ય ખુલાસાઓ સામે આવ્યા છે. ગુજરાતમાં 236 લોકો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં 150 થી વધારે તો માત્ર સુરતના લોકો છે. ગુજરાતમાંથી આ ગેંગ 1 કરોડથી વધીને રકમની ઠગાઇ કરી ચુક્યા હોવાનું સામે આવ્યું છે. સાયબર ક્રાઇમ દ્વારા બંન્ને આરોપીઓની વધારે પુછપરછ હાથ ધરી છે.
સાયબર ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની વધારે તપાસ આદરી છે અને ગુજરાત સહિત દેના બીજા કેટલાક લોકો સાથે લોકોએ છેકરપિંડી કરી છે. તેની તપાસ ચાલી રહી છે. સાયબર ક્રાઇમબ્રાન્ચે આરોપીઓની તપાસ માટે અલગ અલગ બેન્કોને પત્ર લખ્યું છે અને સાથે સાથે સીમકાર્ડ જે વાપરતા હતા તે કંપની પાસેથી માહિતી માંગે છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપીઓ ગુજરાતમાં જ 1 કરોડથી વધારેની છેતરપિંડી કરી ચુક્યા છે. 25 લાખ લોકોને મેસેજ પણ મોકલી ચુક્યા છે. હાલ પ્રાથમિક તપાસમાં 200થી વધારે ગુના આચર્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી પાસેથી 8 બેક એકાઉન્ટ, 58 લાખ રોકડા રૂપિયા, છેતરપિંડીના રૂપિયાથી લીધેલી કાર, બાઇક અને દુકાન સહિત અન્ય મુદ્દામાલ મળી આવ્યા છે. આરોપીને એક મેસેજ પેટે 2 રૂપિયા મળતા હોવાનું સામે આવ્યું છે. હાલ તો આ ગેંગમાં કેટલા લોકો સામેલ છે. કઇ રીતે ડેટા મેળવતા હતા આ રાજ્યોમાં કેટલા લોકો અને કઇ રીતે કામ કરતા તે અંગેની તપાસ ચાલી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે