અમદાવાદમાં પત્રકારની હત્યાના કેસમાં મોટો ખુલાસો; પત્નીના આડા સંબંધના કારણે પતિનો જીવ ગયો!
ગઈ તારીખ 1જૂન ના રોજ અમદાવાદના રીવર ફ્રન્ટ પર સાપ્તાહિક પેપરના પત્રકાર મનીષ શાહ જઈ રહ્યા હતા ત્યારે બે લોકો એકટીવા પર આવીને મનીષ શાહ પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના સાપ્તાહિક પેપરના પત્રકારની હત્યાના કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ ઝડપી પાડયા છે. ઉલ્લેખનીય છે કે હત્યા પાછળ પત્રકારની પત્નીના આડા સંબંધમાં સોપારી કીલીંગ કરાવવામાં આવ્યું હતું.
ગઈ તારીખ 1જૂન ના રોજ અમદાવાદના રીવર ફ્રન્ટ પર સાપ્તાહિક પેપરના પત્રકાર મનીષ શાહ જઈ રહ્યા હતા ત્યારે બે લોકો એકટીવા પર આવીને મનીષ શાહ પર જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન પત્રકાર મનીષ શાહનો મોત થયું હતું. અમદાવાદ ક્રાઇમ બ્રાંચના ધ્યાને આ બનાવ આવતા હત્યાના કેસમાં તપાસ શરુ કરી હતી. જેમાં બાતમી , સીસી અને ટેક્નિકલ સર્વેલસનના આધારે જાણવા મળ્યું હતું કે આ હત્યામાં આકાશ વાઘેલા ઉર્જ અક્કુ, અનિકેત ઓડ અને વિકાસ ઓડ ઉર્ફે વિકુની સંડોવણી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે આ ત્રણેયની અટકાયત કરી પૂછપરછ કરી તો ચોંકાવનારી વિગતો સામે આવી હતી.
આકાશ વાઘેલા ઉર્જ અક્કુ, અનિકેત ઓડ અને વિકાસ ઓડ ઉર્ફે વિકુની પૂછપરછ કરી તો જાણવા મળ્યું હતું કે પત્રકાર મનીષ શાહ પર જીવલેણ હુમલો કરવાની સોપારી મળી હતી. આ સોપારી શક્તિસિંહ ચૌહાણ થકી મહિપાલ સિંહ ચંપાવતે હાથ પગ ભાંગવાની 2 લાખમાં સોપારી આપી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાંચે મહિપાલ સિંહ ચંપાવતની ધરપકડ કરી હતી. જેની પૂછપરછ કરી હતી, જેમાં સામે આવ્યું હતું કે આ મૃતક મનીષ શાહના પત્ની સાથે તેના ભાઈ યુવરાજ ચંપાવતને પ્રેમ સંબંધ હતો. જેની મનીષ શાહને જાણ થતા 2021માં મનીષ શાહની પત્નીએ વટવા પોલીસ સ્ટેશન ખાતે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી.
આ ગુન્હામાં યુવરાજ સિંહ ચંપાવતની ધરપકડ થઈ છે. તે જામીન મુક્ત થતા જામીનની શરતો મુજબ કોર્ટે વટવા પોલીસ સ્ટેશનની હદમાં યુવરાજ સિંહ ચંપાવત એ પ્રવેશ કરવો નહી તે મુજબ હુકમ કર્યો હતો. આ બનાવ બાદ મૃતક મનીષ શાહ તથા મહિપાલસિંહ પરિવાર સાથે વારંવાર ઝઘડો થવા લાગ્યો. આ ઉપરાંત મહિપાલસિંહ વિરુદ્ધ પણ મૃતક મનીષ શાહ એ ફરીયાદ નોંધાવવામાં આવી હતી. જેથી મહિપાલ સિંહ ચંપાવતે મૃતક મનીષ શાહને ડરાવવા માટે સોપારી આપી હતી. જેમાં આકાશ વાઘેલા ઉર્જ અક્કુ, અનિકેત ઓડ અને વિકાસ ઓડ ઉર્ફે વિકુ દ્વારા જીવલેણ હુમલામાં મનીષ શાહનું મોત થયું હતું.
મહીપાલસિંહે તેના પરીચિત શકિતસિંહ ચૌહાણ સોપારી આપવા બાબતે વાત કરી હતી. જેમાં આકાશ વાઘેલા ઉર્જ અક્કુ, અનિકેત ઓડ અને વિકાસ ઓડ ઉર્ફે વિકુ એ.ઈ.સી. ચાર રસ્તા પાસે નારણપુરા ખાતે મહીપાલસિંહની મુલાકાત કરાવી હતી. જ્યા મનીષ શાહના હાથપગ તોડાવવા તથા ડરાવવા માટે આકાશ વાઘેલા ઉર્જ અક્કુ 2 લાખમાં સોપારી લીધી હતી. ત્યારબાદ મહિપાલસિંહે મૃતક મનીષ શાહનો ફોટો તથા તેની દુધેશ્વર ખાતેની ઓફીસે આવવા જવાનો રૂટ તથા ઘર બતાવ્યું હતું. જેના થોડા દિવસ બાદ આકાશ વાઘેલા ઉર્જ અક્કુ એ તેના અન્ય બે મિત્રો અનિકેત ઓડ અને વિકાસ ઓડ ઉર્ફે વિકુને બોલાવીને મનીષ શાહ પર હુમલો કરવા અને ડરાવવા માટે એક લાખ 20 હાજરની સોપારી મહિપાલસિંહ સાથે નક્કી કરી હતી.
મહિપાલસિંહે અનિકેત ઓડ અને વિકાસ ઓડ ઉર્ફે વિકુને મનીષ શાહનો ફોટો તથા આવવા જવાનો રૂટ તથા મકાન બતાવ્યું હતું. ફરી સાથે જ મનીષ શાહ ઘરેથી નીકળશે ત્યારે તે તેમને જાણ કરશે તેવુ પણ કહ્યું હતું ત્યારે અનિકેત ઓડ અને વિકાસ ઓડ ઉર્ફે વિકુ એ મનીષ શાહનો તેના ઘર પાસેથી પીછો કરતા હતા, ત્યારે અનિકેતે એકસેસ ચલાવતો હતો તથા વિકાસ તેની પાછળ બેઠેલ હતો. મનીષ શાહનો પીછો કરતા રિવરફ્રન્ટ ખાતે મનીષ શાહને ઉભા રહેવા માટે ઇશારો કરી ઉભા રાખ્યા હતા.
વિકાસે તેની પાસેના છરાથી મુતક મનીષ શાહ પાર હુમલો કર્યો હતો અને ફરાર થઇ ગયા હતા. આ સોપારીના કામ પૂર્ણ થતા તે જ દિવસે મહિપાલસિંહે તથા શક્તિસિંહે આકાશને હિમાલયા મોલ વસ્ત્રાપુર ખાતે બોલાવી પૈસા આપ્યા હતા. જે પૈસામાં આકાશના ભાગે 50 હજાર, અનિકેતના ભાગે 70 હાજર અને વિકાસના ભાગે 50 હાજર આવ્યા હતા. ત્યારે શક્તિસિંહે ચૌહાણના ભાગે 30 હાજર આવ્યા હતા. પોલીસે આ સોપારી કિલિંગમાં અન્ય કોણ કોણ સંડોવાયેલ છે તેને લઇને તપાસ શરુ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે