સુરત: પાંડેસરા નજીક મિલમાં ભીષણ આગ, 18 ફાયર ફાઇટર ઘટના સ્થળે

સુરતમાં વધુ એક ભીષણ આગની ઘટના સામે આવી છે. શહેરના પાંડેસરા પોલીસ મથક નજીક આવેલી એક મિલમાં વહેલી સવારે ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ ઘટનાને પગલે 18 જેટલી ફાયર વિભાગ ગાડીઓ સ્થળ પર પહોંચી ગઇ છે.

સુરત: પાંડેસરા નજીક મિલમાં ભીષણ આગ, 18 ફાયર ફાઇટર ઘટના સ્થળે

તેજસ મોદી, સુરત: સુરતમાં વધુ એક ભીષણ આગની ઘટના સામે આવી છે. શહેરના પાંડેસરા પોલીસ મથક નજીક આવેલી એક મિલમાં વહેલી સવારે આગ લાગી છે. આ આગની ઘટનાને પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે 18 જટેલી ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચ ગઇ છે. જો કે, આ આગની ઘટનામાં સદનસીબે કોઇ જાનહાની થઇ નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી મયુર સિલ્ક મિલમાં વહેલી સવારે આગ લાગવાની ઘટના બની છે. ત્યારે આ ભીષણ આગ લાગવાના કારણે અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. ત્યારે આ ઘટનાની જાણ થતા 18 જેટલી ફાયર વિભાગની ગાડીઓ સ્થળ પર પહોંચી ગઇ છે અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરી રહી છે. આ ભીષણ આગ લાગતા આખી મિલ ખાલી કરી દેવામાં આવી છે.

જો કે, સદનસીબે આ આગના બનાવમાં કોઇ જાનહાની થઇ નથી. આ મિલમાં કરોડોનો કાપડનો જથ્થો હોવાનું અનુમાન લગાવવામાં આવે છે. આ આગલને કારણે મોટી સખ્યામાં લોકો એકત્રીત થઇ ગયા હતા. જો કે, હાલ આ આગ કેવી રીતે લાગી તેનું કારણ જાણી શકાયું નથી. ત્યારે આ મિલામાં ફાયર ફાઇટરના સાધનો હતા કે નહીં તે પણ જોવાનું રહ્યું છે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news