કેનેડા બોર્ડર પર ડીંગુચાના ચાર ગુજરાતીઓના મોત મામલે મોટો ખુલાસો, કેનેડા પોલીસે કરી પુષ્ટી
તમને જણાવી દઈએ કે 19 જાન્યુઆરીએ કેનેડો પોલીસને મૃતદેહ મળ્યા હતા. 12 જાન્યુઆરીએ પટેલ પરિવાર કેનેડા પહોંચ્યો હતો અને 18 તારીખે પટેલ પરિવાર એમરસન પહોંચ્યો હતો.
Trending Photos
ઝી ન્યૂઝ/અમદાવાદ: અમેરિકા-કેનેડા બોર્ડર (US-Canada border) પર ગુજરાતી એક પરિવારના ચાર સભ્યોના મોત મામલે પુષ્ટિ થઈ ગઈ છે. કેનેડામાં ગાંધીનગર (Gandhinagar) જિલ્લાના કલોક તાલુકાના ડીંગુચા ગામનો પટેલ પરિવારની મોતની પુષ્ટી થઈ છે. કેનેડા પોલીસે આ પુષ્ટી કરી છે. ચારેય લોકો ડીંગુચા ગામના જ હતા. જેમાં જગદીશભાઈ પટેલ (39), વૈશાલીબહેન પટેલ (37), વિહાગી પટેલ (11), ધાર્મિક પટેલ (3)નું મોત ઠંડીના કારણે થયું હતું. તમને જણાવી દઈએ કે 19 જાન્યુઆરીએ કેનેડો પોલીસને મૃતદેહ મળ્યા હતા. 12 જાન્યુઆરીએ પટેલ પરિવાર કેનેડા પહોંચ્યો હતો અને 18 તારીખે પટેલ પરિવાર એમરસન પહોંચ્યો હતો.
કેનેડા અમેરિકાની બોર્ડર પર ગુજરાતી પરિવારના આકસ્મિક મોતના મામલે વધુ એક મોટા સમાચાર મળી રહ્યા છે. પરિવારની અંતિમ વિધી કેનેડા ખાતે જ કરાશે. પરિવારના એક સભ્ય અંતિમ વિધિમાં જોડાવા કેનેડા જઇ શકે છે. અંતિમ વિધી માટે કેનેડા જવા જગદીશના મોટાભાઇ વિનંતી કરશે. કેનેડીયન સરકારની માહિતીને આધારે ભારતીય એમ્બેસીએ મત્યુની ખરાઇ કરી છે.
કેનેડાની પોલીસે ખુલાસો કરતા જણાવ્યું છે કે એક અઠવાડિયા પહેલા અમારા અધિકારીઓએ યુ.એસ./કેનેડા સરહદની પાસે ઇમર્સન, મેનિટોબા નજીક ચાર મૃત વ્યક્તિઓની શોધ કરી હતી. જેમાં પીડિતોની ઓળખની પુષ્ટિ કરવામાં આવી છે. અમારા અધિકારીઓ પીડિતોની ઓળખ કરવા માટે મુખ્ય તબીબી પરીક્ષકની ઓફિસ સાથે કામ કરી રહ્યા છે. શબપરીક્ષણ પૂર્ણ થવાથી અમે હવે પીડિતોની ઓળખની પુષ્ટિ કરવાની સ્થિતિમાં છીએ. તેઓ એક જ પરિવારના છે અને તમામ ભારતીય નાગરિક છે. મેડિકલ એક્ઝામિનરની ઓફિસે પણ પુષ્ટિ કરી હતી કે મૃત્યુનું કારણ એક્સપોઝર હતું. શરૂઆતમાં, અમે પીડિતોમાંથી એકની ઓળખ કરી હતી. અમે તે ભૂલ માટે ક્ષમાપ્રાર્થી છીએ પરંતુ કૃપા કરીને સમજો કે જે સ્થિર અવસ્થામાં મૃતદેહો મળી આવ્યા હતા અને પરિવાર દ્વારા પહેરવામાં આવેલા કપડાંને કારણે પ્રારંભિક ઓળખ મુશ્કેલ બની હતી. તેથી જ નામોની પુષ્ટિ કરવાની પ્રક્રિયામાં ઘણો સમય લાગ્યો હતો.
તમને જણાવી દઈએ કે અમેરિકા-કેનેડા બોર્ડર ભોગ બનેલા જગદીશ પટેલ છેલ્લા 7 વર્ષથી તેમનાં પત્ની વૈશાલી બેન અને 3 વર્ષનો ધાર્મિક અને 12 વર્ષની દીકરી ગોપી સાથે કલોલ (kalol) પંચવટી વિસ્તારમાં આવેલ ગ્રીન સિટી વિભાગ -1માં ભાડે રહેતા હતા અને એક વર્ષ પહેલાં ગ્રીન સિટીમાં તેણે પોતાનું 65 લાખનું મકાન લીધું હતું. મકાન લીધા બાદ 10 લાખનો ઘરમાં ખર્ચો પણ કરાવ્યો હતો. જગદીશ પટેલ પહેલા શિક્ષક હતા જે બાદ જીન્સ શર્ટ ફેક્ટરીમાં મોટા ભાઈ સાથે ધંધો કરતા હતા પરિવાર પૈસે ટકે સુખી હતો. 7 મી જાન્યુઆરીના રોજ વૈશાલી પટેલ તેમની પિતરાઈ બહેન સુમિત્રાને મળ્યા હતા અને ડીંગુચા જવાનું કહીને નીકળ્યા હતા, પણ પિતરાઈ બહેનને વિદેશ જવા બાબતે કોઈ જાણ કરી નહોતી.
શું છે સમગ્ર મામલો?
અમેરિકા-કેનેડા બોર્ડર (US-Canada border) પર ગુજરાતના ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ડીંગુચા ગામના જગદીશ પટેલ 35, તેમના પત્ની વૈશાલી 33, પુત્રી વિહાંગી 13 અને પુત્ર ધાર્મિક 3 વર્ષની સાથે લગભગ 10 દિવસ પહેલા જ વિઝિટલ વિઝા પર કેનેડા ગયા હતા. જ્યાં કેનેડાથી અમેરિકામાં ગેરકાયદેસર ઘુસણખોરી કરતાં સમયે તેઓ ઠંડીમાં થીજી ગયા અને ત્યાંના માઈનસ 35 ડિગ્રી તાપમાનના કારણે તેઓનું મોત નીપજ્યું હતું.
અમેરિકા જવાની ઘેલછા કલોલના પટેલ પરિવારને ભારે પડી હતી. પટેલ પરિવારનું અમેરિકા જવાનુ સપનુ બોર્ડર પહેલા જ રગદોળાયુ હતું. ગુજરાતી પરિવાર અમેરિકા પહોંચવા માટે માઈનસ 35 ડિગ્રી હાડ થીજવતી ઠંડીમાં સતત 11 કલાક ચાલ્યા હતા. પણ આ ગેરકાયદેસર ઘૂસણખોરીએ જ પટેલ પરિવારનો જીવ લીધો હતો. કુલ 11 લોકો ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરી રહ્યા હતા, જેમાંથી એક જ પરિવારના ચાર લોકોના મોત નિપજ્યા હતા. મૃતકોમાં એક બાળક અને એક નાનકડી દીકરી પણ છે. બાકીના 7 લોકોને પકડી પાડવામાં આવ્યા છે. તમામ લોકો એજન્ટની મદદથી બોર્ડર પાર કરતા હતા. આ ચારેય મૃતદેહો મળી આવ્યા પછી ફ્લોરિડાના એજન્ટ સ્ટીવ સેન્ડને દબોચી લેવાયો હતો. કુલ 11 લોકો કેનેડાથી અમેરિકાની બોર્ડર ગેરકાયદેસર રીતે પાર કરી રહ્યા હતા.
ગુજરાતી પરિવાર માટે કેનેડામાં પ્રાર્થના સભા યોજાઈ
અમેરિકા જવાની ઘેલછા રાખવામાં ગાંધીનગરના એક પરિવારે જીવ ખોયો છે. પરિવારના ચારેય સદસ્યો મોતને ભેટ્યા છે. ત્યારે કેનેડામાં આ ચારેય મૃતકો માટે શ્રદ્ધાંજલિ સભા રાખવામાં આવી હતી. જેથી તેમની આત્માને શાંતિ મળે. કેનેડામાં વસતા ગુજરાતી સમાજે ચારેય મૃતકો અંગે પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિ અર્પવા ઝૂમ મિટિંગ પર હેમંત શાહ, આશ પટેલ, અનિલ થાનકીએ પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. કેનેડામા વસતા લોકોએ કહ્યુ કે, અમે આટલા વર્ષોથી અહી રહીએ છીએ, પણ આવો કિસ્સો ક્યારેય સાંભળ્યો નથી. તેમનુ મોત દુખદાયક હતું.
માણસ દીઠ બોર્ડર પાર કરવાના 30 થી 35 લાખ લેવાય છે
કલોલનો જે પટેલ પરિવાર ઠંડીમાં માર્યો ગયો તેને અમેરિકા પહોંચવા માટે તેઓ સ્થાનિક એજન્ટને 1 કરોડ 65 લાખ ચૂકવવાના હતા. એજન્ટે ઉત્તરાયણ પછી પરિવારને તૈયાર રહેવા કહી દેવાયુ હતું. પરિવાર અમેરિકા હેમખેમ પહોંચે તે બાદ રૂપિયાની ચૂકવણી કરવાની હતી. એજન્ટ દરેક સભ્ય દીઠ 30 થી 35 લાખ રૂપિયા વસૂલતા હોય છે. દરેક એજન્ટ બોર્ડર પહોંચ્યા બાદ જ પેમેન્ટ લેતો હોય છે. મોટાભાગે બોર્ડર પાર કરવાની કામગીરી કાળિયા યુવકો કરતા હોય છે. અહીંથી બધાના મોટા ભાગે પાસપોર્ટ સહિતના પુરાવા એજન્ટ પોતાની પાસે રાખી લેતો હોય છે, જેથી આગળ પકડાઈ જાય તો પેસેન્જરોની જલદી ઓળખ ના થાય.
પટેલો પાસેથી રૂપિયા લઈને તેમને બોર્ડર પાર કરાવતા એજન્ટ સ્ટીવ શેન્ડને અમેરિકાએ છોડી મૂક્યો
અમેરિકા-કેનેડા સરહદ નજીક ચાર ગુજરાતીઓના ઠંડીના કારણે મોત થવાના અહેવાલ સમાચાર માધ્યમોમાં આવતા જ ગ્રામજનોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું, અને હવે એવી ખબર સામે આવી છે કે આરોપી સ્ટીવ શેન્ડને અમેરિકાએ છોડી દીધો હતો. અમેરિકામાં 4 ભારતીયોના મોતનો આરોપી છૂટ્યો છે. એજન્ટ સ્ટીવ બોન્ડ વગર જ જેલમાંથી છૂટી ગયો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, સ્ટીવ શેન્ડને શરતો સાથે છોડી મૂકવામાં આવ્યો. સ્ટીવ કેટલાય લોકોને અમેરિકામાં ગેરકાયદે ઘૂસડતો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે