નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર, અજાયબી કહી શકાય તેવો છે બ્રિજ

અમદાવાદ-મુંબઈ વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેન શરૂ થવાની છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે તમે પણ જાણો અત્યાર સુધી કેટલું કામ થયું છે અને કેવી રીતે આ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે.
 

 નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર, અજાયબી કહી શકાય તેવો છે બ્રિજ

અમદાવાદઃ દેશની સૌથી પહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ યુદ્ધના ધોરણે આગળ વધી રહ્યો છે. સૌ દેશવાસીઓ પહેલી બુલેટ ટ્રેન માટે આતુર છે. અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડનારી આ બુલેટ ટ્રેન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પણ ડ્રીમ પ્રોજેક્ટ છે. ત્યારે બુલેટ ટ્રેનનું કામ ક્યાં પહોંચ્યું? ક્યારે દોડશે દેશની ડ્રીમ ટ્રેન? જુઓ આ અહેવાલમાં....

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટોમાંથી એક દેશની પહેલી બુલેટ ટ્રેનનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. આ કામ હવે પૂર્ણતાને આરે આવી ગયું છે. અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી આ હાઈસ્પીડ ટ્રેનમાં સૌથી વધુ કામ દક્ષિણ ગુજરાતમાં થવાનું છે. આ કામ બુલેટ ગતિથી થઈ રહ્યું છે. તેનો જીવતો પુરાવો તમે આ બ્રિજ જોઈ શકો છો. વલસાડમાંથી પસાર થતાં નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે...અજાયબી કહી શકાય તેવો આ બ્રિજ પરથી જ દેશની પહેલી બુલેટ ટ્રેન દોડવાની છે.

વલસાડ જિલ્લાના વાધલધારા ગામ પાસે નેશનલ હાઈવે 48ને પાર કરવા માટે 210 મીટર લાંબો પ્રી સ્ટ્રેન્ડ ક્રોંક્રિટ પુલ તૈયાર થઈ ગયો છે...વાહનચાલકોને કોઈ અગવડ ન પડે તે માટે  અને ખાસ સલામતીના તમામ માપદંડોને ધ્યાને રાખીને પુલ તૈયાર કરાયો છે...સાથે જ સુરત અને બિલિમોરા સ્ટેશનોની વચ્ચે પણ બ્રિજ બનાવી દેવામાં આવ્યો છે...હવે સૌ કોઈ ઈન્તજાર માત્ર ટ્રેન દોડવાનો કરી રહ્યું છે.

આપને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના તાત્કાલિન પ્રધાનમંત્રી શિન્ઝો આબેએ સપ્ટેમ્બર 2017માં અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો...આ ટ્રેન અમદાવાદના સાબરમતી સ્ટેશનથી મુંબઈ વચ્ચે દોડવાની છે. આ ટ્રેન 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે, અમદાવાદથી મુંબઈની મુસાફરી માત્ર 2 કલાકમાં પૂર્ણ થશે, આ ટ્રેન ગુજરાતમાં 348.4 કિલોમીટર, મહારાષ્ટ્રમાં 155.76 કિલોમીટર અને દાદરા નગર હવેલીમાં 4.3 કિલોમીટરનું અંતર કાપશે. અમદાવાદથી મુંબઈ વચ્ચે કુલ 12 સ્ટેશન પર સ્ટોપ કરશે. ગુજરાતના સ્ટેશનોની વાત કરીએ તો, સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બીલીમોરા અને વાપી. જ્યારે મહારાષ્ટ્રમાં ચાર સ્ટેશન છે જેમાં બોઈસર, વિરાર, થાણે અને મુંબઈ.

કેવો છે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ?
અમદાવાદના સાબરમતી સ્ટેશનથી મુંબઈ વચ્ચે દોડશે ટ્રેન
ટ્રેન 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે
અમદાવાદથી મુંબઈની મુસાફરી માત્ર 2 કલાકમાં પૂર્ણ થશે
ગુજરાતમાં 348.4, મહારાષ્ટ્રમાં 155.76 KMનું અંતર કાપશે
દાદરા-નગર હવેલીમાં 4.3 KMનું અંતર કાપશે
અમદાવાદથી મુંબઈ વચ્ચે કુલ 12 સ્ટેશન પર સ્ટોપ કરશે
ગુજરાતમાં સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા
ગુજરાતમાં ભરૂચ, સુરત, બીલીમોરા અને વાપી સ્ટોપેજ 
મહારાષ્ટ્રમાં બોઈસર, વિરાર, થાણે અને મુંબઈ સ્ટોપેજ

જાપાનના સહયોગથી બની રહેલો આ પ્રોજેક્ટ એક-બે વર્ષમાં સંપૂર્ણ પૂર્ણ થઈ જશે...અને દેશની પહેલી બુલેટ ટ્રેન દોડતી પણ થઈ જશે...ત્યારે સૌ દેશવાસીઓને તેનો ઈન્તજાર પણ છે...જોવું રહ્યું કે, ક્યારે આ ટ્રેનની સફર માણવા મળે છે?.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news