આ વાતમાં પાછળ રહી ગયું ગુજરાત મોડલ, આપણાથી આગળ નીકળી ગયું પાડોશી રાજ્ય
India Forest Status Report 2023 : ઈન્ડિયા ફોરેસ્ટ સ્ટેટસ રિપોર્ટ દર બે વર્ષે બહાર પાડવામાં આવે છે. આ અહેવાલમાં ફોરેસ્ટ કવર, ટ્રી કવર, ફોરેસ્ટ ફાયર, મેન્ગ્રોવ કવર અને એગ્રોફોરેસ્ટ્રી જેવા વિષયોને આવરી લેવામાં આવ્યા છે. આ 18મા રિપોર્ટમાં ભારતના જંગલોની સ્થિતિને વિગતવાર દર્શાવવામાં આવી છે. આ રિપોર્ટ બતાવે છે કે, ગુજરાત કરતા સૂકાભઠ્ઠ રાજસ્થાનમાં ગ્રીન કવર વધ્યું છે
Trending Photos
ISFR Report : ગુજરાત મોડલને વિશ્વ સ્તરે વખાણવામાં આવે છે. પરંતુ એક બાબતમાં ગુજરાત મોડલ ફેલ સાબિત થયું છે. આ એક વાતમાં આપણું પાડોશી રાજ્ય રાજસ્થાન આપણા કરતા આગળ નીકળી ગયું, અને ગુજરાત પાછળ રહી ગયું. વન વિસ્તાર વધારવામાં ગુજરાત રાજસ્થાન કરતા પાછળ છે. તાજેતરમાં જાહેર કરાયેલા ભારત વન સ્થિતિ રિપોર્ટ ISFR માં એક ખુલાસો થયો છે. જેમાં બતાવાયું છે કે, ગુજરાતમાં વર્ષ 2021 માં 21,484 ચોરસ કિલોમીટર વિસ્તારમાં વન હતું. જે વર્ષ 2023 માં 164.08 ના વધારા સાથે 21,684 ચોરસ કિલોમીટર થયો છે. પરંતું તેની સામે રાજસ્થાન સૂકું ભઠ્ઠ હોવા થતાં તેનો વન વિસ્તાર વધ્યો છે.
ભારતમાં જંગલો અને વૃક્ષોના આવરણમાં 1445 ચોરસ કિમીનો વધારો નોંધવામાં આવ્યો છે. ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા (FSI) દ્વારા બહાર પાડવામાં આવેલા ઈન્ડિયા ફોરેસ્ટ સ્ટેટસ રિપોર્ટ-2023માં આ માહિતી બહાર આવી છે, જો કે, આ વધારા છતાં દેશના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી 16માં જંગલો અને વૃક્ષોના કવરમાં ઘટાડો નોંધાયો છે. તેમાં ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, કર્ણાટક, નાગાલેન્ડ, બિહાર, ત્રિપુરા અને દિલ્હી જેવા રાજ્યોનો સમાવેશ થાય છે.
છત્તીસગઢમાં વન આવરણમાં વધારો નોંધાયો છે
રિપોર્ટ અનુસાર, છત્તીસગઢમાં સૌથી વધુ 683.62 ચોરસ કિલોમીટરના જંગલો અને વૃક્ષોના આવરણમાં વધારો નોંધાયો છે. તે પછી ઉત્તર પ્રદેશ (559.19 ચોરસ કિમી), ઓડિશા (558.57 ચોરસ કિમી), રાજસ્થાન (394.46 ચોરસ કિમી), અને ઝારખંડ (286.96 ચોરસ કિમી) આવે છે. મધ્યપ્રદેશ (612.41 ચોરસ કિમી), કર્ણાટક (459.36 ચોરસ કિમી), નાગાલેન્ડ (125.22 ચોરસ કિમી), બિહાર (123.98 ચોરસ કિમી), અને ત્રિપુરા (100.70 ચોરસ કિમી)માં જંગલ અને વૃક્ષોના આવરણમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો. ઉત્તરાખંડ અને અન્ય રાજ્યોમાં પણ ઘટાડો નોંધવામાં આવ્યો છે, જે આ વિસ્તારોના પર્યાવરણીય સંતુલન અંગે ચિંતા પેદા કરે છે.
1. વિસ્તારના આધારે સૌથી વધુ વન આવરણ ધરાવતા રાજ્યો
મધ્ય પ્રદેશ: 77,073 ચોરસ કિમી
અરુણાચલ પ્રદેશ: 65,882 ચોરસ કિમી
છત્તીસગઢ: 55,812 ચોરસ કિમી
2- વન આવરણમાં મહત્તમ વધારો ધરાવતા રાજ્યો
મિઝોરમ: 242 ચોરસ કિમી
ગુજરાત: 180 ચોરસ કિમી
ઓડિશા: 152 ચોરસ કિમી
આ રાજ્યોમાં વન આવરણ ઘટ્યું છે
આ સિવાય 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જ્યાં જંગલ કવરમાં ઘટાડો થયો છે તેમાં આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, ગોવા, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ, તમિલનાડુ, તેલંગાણા, ત્રિપુરા, આંદામાન-નિકોબાર, લદ્દાખ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે. રિપોર્ટમાં એ પણ બહાર આવ્યું છે કે દેશનો કાર્બન સ્ટોક CO₂ સમકક્ષ 30.43 અબજ ટન સુધી પહોંચી ગયો છે. જે 2005ના આધાર વર્ષ કરતાં 2.29 અબજ ટન વધુ છે. ભારત 2030 સુધીમાં તેને 2.5 થી 3.0 અબજ ટન સુધી વધારવાનું લક્ષ્ય ધરાવે છે.
ગુજરાત રાજસ્થાન કરતા પાછળ
રાજસ્થાનમાં ત્રણ વર્ષમાં જ વૃક્ષનું આવરણ 26,994.87 ચોરસ કિલોમીટરથી વધીને 27,389 ચોરસ કિલોમીટર પર પહોંચી ગયું છે. જે ગુજરાતથી બમણું એટલે કે 394.46 ચોરસ કિલોમીટર વધારે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે