વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધામાં 19 વર્ષીય સુરતી યુવતીએ બાજી મારી, તોફાની દરીયાને કર્યો મ્હાત

હરિ ઓમ આશ્રમ તરફથી પ્રથમ, દ્વતીય અને તૃતીય ક્રમે રહેનાર બન્ને વર્ગના તરવૈયાઓને અનુક્રમે ૧ લાખ, ૫૧ હજાર અને ૩૧ હજારના પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. ગીર-સોમનાથમાં અરબી સમુદ્રની ઉછળતી તોફાની લહેરોને મ્હાત આપી ૨૧ જેટલા તરવૈયાઓએ ૩૨મી અખિલ ભારતીય વીર સાવરકર સમુદ્ર તરણ સ્પાર્ધાને સફળતા પૂર્વક પૂર્ણ કરી હતી. આ સ્પાર્ધામાં ભાઈઓના વર્ગમાં સુરતનો અનિકેત પટેલે ૫ કલાક ૫ મિનિટ અને ૪૦ સેકન્ડમાં સ્પર્ધા પૂર્ણ કરી પ્રથમ ક્રમે બાજી મારી હતી. જ્યારે બહેનોમાં ૧૯ વર્ષિય નાગપુરે સિલ્કએ ૩ કલાક ૪૮ મિનિટ અને ૨૦ સેકન્ડમાં સ્પર્ધા પુર્ણ કરી પ્રથમ ક્રમે બાજી મારી હતી. આ સ્પર્ધાનો ચોરવાડથી સાંસદ રાજેશ ચૂડાસમાએ દરિયાદેવની વિધિવત પૂજન કરી અને લીલી ઝંડી આપી આ ૩૨મી અખિલ ભારતીય વીર સાવરકર તરણ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો.

વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધામાં 19 વર્ષીય સુરતી યુવતીએ બાજી મારી, તોફાની દરીયાને કર્યો મ્હાત

ગીર સોમનાથ : હરિ ઓમ આશ્રમ તરફથી પ્રથમ, દ્વતીય અને તૃતીય ક્રમે રહેનાર બન્ને વર્ગના તરવૈયાઓને અનુક્રમે ૧ લાખ, ૫૧ હજાર અને ૩૧ હજારના પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. ગીર-સોમનાથમાં અરબી સમુદ્રની ઉછળતી તોફાની લહેરોને મ્હાત આપી ૨૧ જેટલા તરવૈયાઓએ ૩૨મી અખિલ ભારતીય વીર સાવરકર સમુદ્ર તરણ સ્પાર્ધાને સફળતા પૂર્વક પૂર્ણ કરી હતી. આ સ્પાર્ધામાં ભાઈઓના વર્ગમાં સુરતનો અનિકેત પટેલે ૫ કલાક ૫ મિનિટ અને ૪૦ સેકન્ડમાં સ્પર્ધા પૂર્ણ કરી પ્રથમ ક્રમે બાજી મારી હતી. જ્યારે બહેનોમાં ૧૯ વર્ષિય નાગપુરે સિલ્કએ ૩ કલાક ૪૮ મિનિટ અને ૨૦ સેકન્ડમાં સ્પર્ધા પુર્ણ કરી પ્રથમ ક્રમે બાજી મારી હતી. આ સ્પર્ધાનો ચોરવાડથી સાંસદ રાજેશ ચૂડાસમાએ દરિયાદેવની વિધિવત પૂજન કરી અને લીલી ઝંડી આપી આ ૩૨મી અખિલ ભારતીય વીર સાવરકર તરણ સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો.

ચોરવાડથી વેરાવળ બંદર સુધીની ૨૧ નોટીકલ માઈલની ભાઈઓ માટેની આ સ્પર્ધામાં સુરતના કાનીરકર નિલયે ૫ કલાક ૧૩ મિનિટ અને ૩૬ સેકન્ડમાં સ્પર્ધા પૂર્ણ કરી દ્વિતીય ક્રમે રહ્યો હતો. જ્યારે તૃતીય ક્રમે પૂણેનો કાંબલે સાગરે ૫ કલાક ૧૫ મિનિટ અને ૩૨ સેકન્ડમાં આ સ્પર્ધા પૂર્ણ કરી હતી. અદ્રીથી વેરાવળ બંદર સુધીની ૧૬ નોટીકલ માઈલની બહેનો માટેની આ સ્પર્ધામાં સુરતની ડોલ્ફી સારંગ ૪ કલાક અને ૧૧ સેકન્ડમાં સ્પર્ધા પૂર્ણ કરી દ્વતીય ક્રમે રહ્યા હતા. જ્યારે તૃતીય ક્રમે રહેનાર સુરતના જ સેલર દર્શનાએ ૪ કલાક ૬ મિનિટ અને ૧૨ સેકન્ડમાં પૂર્ણ કરી હતી.

આ વિજેતા તરવૈયાઓને વેરાવળની ખારવા સમાજની વાડી ખાતે મેડલ, પ્રમાણપત્ર અને પુરસ્કાર રાશીનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ઉપરાંત આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ તરવૈયાઓને પણ મેડલ અને પ્રમાણપત્ર મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. કઠિન ગણાતી આ સ્પર્ધામાં અરબી અસુદ્ર ઉછળતી તોફાની લહેરો વચ્ચે મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યમાંથી આવેલા તરવૈયાઓએ પોતાની હિંમત અને કૌવતનો પરિચય કરાવ્યો હતો. 

મહત્વનુ છે કે, આ સ્પાર્ધામાં ભાઈ માટે ૨૧ નોટીકલ માઈલ અને બહેનો માટે ૧૬ નોટીકલ માઈલ જેટલુ દરિયામાં તરીને અંતર કાપવાનુ હોય છે. હરિઓમ આશ્રમ, નડિયાદ- સુરત તરફથી પ્રથમ, દ્વીતીય, અને તૃતીય ક્રમે ભાઈઓ-બહેનોના વર્ગમાં વિજેતા તરવૈયાઓને અનુક્રમે ૧ લાખ, ૫૧ હજાર અને ૩૧ હજારને શિષ્યવૃત્તિ સ્વરૂપે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગતર્ષની સરખામણીમાં આ વર્ષે પુરસ્કાર રાશીમાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news