વિદેશ જવા માટે સસ્તી ટિકિટની લાલચ આપી 1.50 કરોડની કરી છેતરપિંડી, આખરે પોલીસ સંકજામાં આવ્યો એજન્ટ

અમદાવાદ પોલીસે વિદેશ જવા માટે લોકોને સસ્તી ટિકિટ બુકિંગ કરાવી આપવાના નામે કરોડોની છેતરપિંડી કરનાર એજન્ટને ઝડપી લીધો છે. 
 

વિદેશ જવા માટે સસ્તી ટિકિટની લાલચ આપી 1.50 કરોડની કરી છેતરપિંડી, આખરે પોલીસ સંકજામાં આવ્યો એજન્ટ

મૌલિક ધામેચા, અમદાવાદઃ કેનેડા સહિત અલગ અલગ દેશમાં જવા ઓનલાઇન સસ્તી એર ટિકિટ કરાવવાના ચક્કરમાં ગ્રાહકો લાખોની છેતરપિંડીનો ભોગ બન્યા હતા. સસ્તી એર ટિકિટના નામે એજન્ટ લોકોના દોઢ કરોડ પોતાના ખિસ્સામાં સેરવી ફેરાર થઇ ગયો હતો. પણ આખરે આ એજન્ટ પોલીસના સકંજામાં આવી ગયો છે. જ્યારે પોલીસે હવે તેની પત્નીની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે

અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં થોડા દિવસ પહેલા એક છેતરપિંડીની ફરિયાદ થઈ હતી. ઘટના રસપ્રદ એટલા માટે હતી કે સામાન્ય કિસ્સામાં વિદેશ લઇ જવાના નામે છેતરપિંડી થતી જ હોય છે. પરંતુ આ કિસ્સામાં વિદેશ મોકલવાના નામે સસ્તી એર ટિકિટ કરવાની લોભામણી લાલચ આપી ગ્રાહકોને લાખોનો ચૂનો લગાવી એજન્ટ વિરલ પારેખ ફરાર થઈ ગયો. ગ્રેસીયસ હોલીડેના નામે બિઝનેસ કરતા એજન્ટ અને તેની પત્ની ફરાર હતા. હવે આ એજન્ટ પોલીસના સકંજા આવી ગયો છે અને હવે તેની પત્નીની શોધખોળ પોલીસે શરૂ કરી છે.

2 એજન્ટની છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી એ હતી કે વિદેશની ગ્રૂપ ટિકિટ બુકિંગ કરાવી ત્યારબાદ રિફન્ડના નાણાં પોતાના ખાતામાં સેરવી લેતો. સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં આવા 35 ભોગબનનાર સામે આવ્યા હતા. જેમના અંદાજે દોઢ કરોડ રૂપિયાનું ચીટિંગ કરી આ એજન્ટ ગાયબ થઈ ગયો હતો. હાલમાં પોલીસે એજન્ટની દબોચી લીધો હોવાની વિગત ધ્યાને આવતા ફરી ભોગબનનાર લોકો પોલીસ સ્ટેશનએ ઉમટ્યા હતા. પોલીસ તપાસમાં એજન્ટ પાસે સ્ટુડન્ટસ અને કેનેડા, લંડન સહિત વિદેશ ફરવા જનારા લોકોએ ગ્રુપમાં ટિકિટ બુકીંગ કરાવ્યું હતું. એજન્ટ ઘરે જ ટિકિટ બુકીંગનું કામ કરતો હતો. તે સહજાનંદ કોલેજમાં રોડ પર આવેલ શિવાની એપાર્ટમેન્ટ ફેલટમાં રહેતો હતો. હાલ પોલીસે આરોપીના રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે.

3 મહત્વનું છે કે આરોપી એજન્ટને છેલ્લા એક વર્ષથી પોતાની ફર્મ ચલાવતો હતો. અને ઓનલાઈન ચીંટિંગ આચરી રોકાણ તેણે ક્યાં કર્યું છે તે તપાસ શરુ કરવામાં આવેલી છે. તપાસમાં આરોપીની અન્ય કોઈ ગુનાહિત પ્રવૃતિ જણાઈ આવી નથી. આ શખ્સને પકડવા પોલીસે અલગ અલગ જગ્યાએ તપાસની ટીમ દોડાવી હતી પરંતુ હાલ તેની પત્નીની ધરપકડ કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news