રાજકોટમાં ફરવાની પાંચ ખાસ ઐતિહાસિક જગ્યાઓ, શું તમે ક્યારેય લીધી છે મુલાકાત?

રાજકોટ સૌરાષ્ટ્રનું સૌથી મોટું શહેર છે. રાજકોટ ખાવા-પીવાથી લઈને ફરવા માટે પણ ફેમસ છે. જો તમે પણ રાજકોટ ફરવા જાવ તો આ પાંચ જગ્યાની મુલાકાત જરૂર લેવી જોઈએ.
 

રોટરી ડોલ મ્યુઝિયમ

1/5
image

આ મ્યુઝિયમ ખાસ કરીને બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. દુનિયાભરની અલગ-અલગ ડોલ્સ અહીં જોઈ શકાય છે. અહીં 1400 થી વધુ પ્રકારની ઢીંગલીઓ જોઈ શકાય છે.

ખોડલધામ મંદિર

2/5
image

આ મંદિર ખોડિયાર માતાને સમર્પિત છે.. આ મંદિર લેઉઆ પટેલ સમુદાયના સંગઠન શ્રી ખોડલધામ ટ્રસ્ટે બનાવ્યું છે. મંદિરનું આર્કિટેક્ચર સુંદર છે. આ પણ રાજકોટની ખાસ જગ્યામાંથી એક છે.

પ્રદ્યુમન પાર્ક

3/5
image

આ તળાવ પરિવાર અને મિત્રો સાથે પિકનિક મનાવવા માટે એક શાનદાર જગ્યા છે. અહીં બોટિંગ કરવાની સાથે-સાથે સુંદર ગાર્ડન પણ છે. જો તમે નેચર લવર છો તો અહીં જરૂર મુલાકાત લેજો.

Alternate text

4/5
image

આ મ્યુઝિયમ રાજકોટના ઈતિહાસ અને સંસ્કૃતિ સાથે જોડાયેલી વસ્તુ દર્શાવે છે. જે લોકો ઈતિહાસ પ્રેમી છે, તેના માટે આ એક શાનદાર જગ્યા છે.

આલ્ફ્રેડ હાઈસ્કૂલ (ગાંધી મ્યુઝિયમ)

5/5
image

આ એ જ શાળા છે જ્યાં મહાત્મા ગાંધીએ અભ્યાસ કર્યો હતો અને હવે તેને મ્યુઝિયમમાં ફેરવી દેવામાં આવ્યું છે, જ્યાં ગાંધીજી સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ જોવા મળશે.