TMKOC: દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણીનો બિકિની ટોપમાં ડાન્સ Video, જોઈને હોશ ઉડી જશે

TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જો કોઈ પાત્રને સૌથી વધુ પ્રેમ મળ્યો હોય તો તે છે દયાબેન. દિશા વાકાણીએ આ પાત્ર એટલું દમદાર ભજવ્યું છે કે દરેક જણ તેમના ચાહક થઈ ગયા છે. દિશા વાકાણીનો જો કે એક જૂનો વીડિયો હાલ વાયરલ થયો છે. જેને જોઈને તમારા હોશ ઉડી જશે. મોટાભાગે ટ્રેડિશનલ અવતારમાં જોવા મળતા દિશા વાકાણીને બિકિની ટોપમાં જોઈને યૂઝર્સ દંગ રહી ગયા છે.

TMKOC: દયાબેનનું પાત્ર ભજવનાર દિશા વાકાણીનો બિકિની ટોપમાં ડાન્સ Video, જોઈને હોશ ઉડી જશે

TMKOC: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવીની દુનિયાનો સૌથી હિટ અને લોકોને ગમતો શો છે. શોની સ્ટારકાસ્ટની ફેન ફોલોઈંગ પણ જબરદસ્ત છે. પરંતુ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જો કોઈ પાત્રને સૌથી વધુ પ્રેમ મળ્યો હોય તો તે છે દયાબેન. દિશા વાકાણીએ આ પાત્ર એટલું દમદાર ભજવ્યું છે કે દરેક જણ તેમના ચાહક થઈ ગયા છે. દિશા વાકાણીનો જો કે એક જૂનો વીડિયો હાલ વાયરલ થયો છે. જેને જોઈને તમારા હોશ ઉડી જશે. 

દિશા વાકાણીને અત્યાર સુધી ફેન્સે મોટાભાગે ટ્રેડિશનલ આઉટફિટમાં જોયા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં પણ દિશા વાકાણી સાડીમાં જ જોવા મળતા હતા. પરંતુ હવે સોશિયલ મીડિયામાં દિશા વાકાણીનો એક જૂનો વીડિયો વાયરલ થયો છે. જેને જોઈને લોકો ચોંકી ગયા છે. દિશા વાકાણી વાયરલ વીડિયોમાં સિઝલિંગ બિકિની ટોપમાં ધમાકેદાર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. બિકિની ટોપને દિશાએ મેચિંગ શોર્ટ સ્કર્ટ સાથે મેચ કર્યું છે. દિશાનો આ વીડિયો જો કે ખુબ જ જૂનો છે. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં છવાયેલો છે. 

મોટાભાગે ટ્રેડિશનલ અવતારમાં જોવા મળતા દિશા વાકાણીને બિકિની ટોપમાં જોઈને યૂઝર્સ દંગ રહી ગયા છે. કેટલાક લોકો જ્યાં દિશાના બોલ્ડ અવતાર પર પોતાનું દિલ હારી રહ્યા છે ત્યાં અનેક લોકો એવા પણ છે જે તેમને ટ્રોલ કરે છે. 

જુઓ Video

દિશા વાકાણીની વાત કરીએ તો તેમણે પોતાના કરિયરના પીક પર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોને ટાટા બાયબાય કરી દીધુ હતું. વર્ષ 2017માં દિશા મેટરનિટી લીવ પર ગયા હતા. પરંતુ પુત્રીના જન્મ બાદ પણ તે શોમાં પાછા ફર્યા નહીં. હવે દિશા વાકાણીનું શોમાં પાછું ફરવું લગભગ અશક્ય લાગે છે. કારણ કે લેટેસ્ટ બઝ જોઈએ તો અન્ય અભિનેત્રીને શોમાં દયાબેનના પાત્રમાં લેવાની ચર્ચા ચાલે છે. ફેન્સ જો કે દયાબેનને જોવા માટે ખુબ જ તલપાપડ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news