આવી ગયું 'કુલી નંબર 1'નું પોસ્ટર, મસ્ત છે સારા અલી ખાન અને વરૂણ ધવનનો ગેટઅપ

બોલીવુડ એક્ટર વરૂણ ધવન અને અભિનેત્રી સારા અલી ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'કુલી નં 1'નું પોસ્ટર સોમવારે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મના બે પોસ્ટરને ફિલ્મ સમીક્ષાક તરૂણ આદર્શે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યા છે. પોસ્ટરમાં સારા અને વરૂણ બંનેનો ગેટઅપ ખૂબ મસ્ત છે.

આવી ગયું 'કુલી નંબર 1'નું પોસ્ટર, મસ્ત છે સારા અલી ખાન અને વરૂણ ધવનનો ગેટઅપ

નવી દિલ્હી: બોલીવુડ એક્ટર વરૂણ ધવન અને અભિનેત્રી સારા અલી ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'કુલી નં 1'નું પોસ્ટર સોમવારે રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મના બે પોસ્ટરને ફિલ્મ સમીક્ષાક તરૂણ આદર્શે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યા છે. પોસ્ટરમાં સારા અને વરૂણ બંનેનો ગેટઅપ ખૂબ મસ્ત છે. એકતરફ જ્યાં વરૂણ ધવન એક કુલીના ગેટઅપમાં છે, તો બીજી તરફ સારા સેલિબ્રિટીના લુકમાં છે. પહેલાં પોસ્ટરમાં સારા અને વરૂણ બંને સાથે જોવા મળી રહ્યા છે, જ્યારે બીજું પોસ્ટર વરૂણ સોલો છે, તમને જણાવી દઇએ કે રવિવારે જ ફિલ્મનું ટીઝર પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું. 

તમને જણાવી દઇએ કે ડેવિડ ધવનના ડાયરેક્શનમાં બનેલી ગોવિંદા અને કરિશ્મા કપૂર સ્ટારર ફિલ્મ 'કુલી નંબર 1'ની રિમેક છે. 24 વર્ષ બાદ બનાવવામાં આવી રહેલી આ ફિલ્મમાં વરૂણ ધવન અને સૈફ અલી ખાન-અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાન જોવા મળશે. ફિલ્મ આગામી વર્ષે 1 મે 2020ના રોજ રિલીઝ કરવામાં આવશે. તમને જણાવી દઇએ કે જ્યારથી ગોવિંદા અને કરિશ્માની સુપરહિટ ફિલ્મ 'કુલી નંબર 1'મી સિક્વલની જાહેરાત કરવામાં આવી છે ત્યારથી બધાના મગજમાં એક જ પ્રશ્ન છે કે હવે ફિલ્મમાં કશ્મીર કપૂરના પિતાનું પાત્ર એટલે કે દિગ્ગજ અભિનેતા કાદર ખાનનું આઇકોનિક પાત્ર કોણ ભજવશે, પરંતુ તાજેતરમાં જ મેકર્સે હવે પડદો ઉઠાવી દીધો છે. 
 
આ જોરદાર પાત્ર માટે ડેવિડ ધવને પરેશ રાવલને પસંદ કર્યા છે. ફિલ્મમાં કાદર ખાનનું યાદગાર પાત્ર નવા જમાનાના કાદર ખાન એટલે કે પરેશ રાવલ ભજવવાના છે. પરેશ રાવલની વાત કરીએ તો તે ઘણા દમદાર ફિલ્મો દ્વારા દર્શકોના દિલ જીતી ચૂક્યા છે. તેમણે અક્ષય કુમાર સુનીલ શેટ્ટીની ફિલ્મ 'હેરાફેરી' વડે ખાસ ઓળખ પ્રાપ્ત કરી હતી. આ ઉપરાંત પરેશ રાવલ ગત વર્ષે રિલીઝ થયેલી રણબીર કપૂરની સ્ટારર ફિલ્મ 'સંજૂ'માં જોવા મળ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news