શાહરૂખની દીકરીનો ધડાકો : બોલિવૂડના ટોચના પરિવારનો નબીરો છે બેસ્ટ ફ્રેન્ડ

સુહાના ખાને સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી છે

શાહરૂખની દીકરીનો ધડાકો : બોલિવૂડના ટોચના પરિવારનો નબીરો છે બેસ્ટ ફ્રેન્ડ

મુંબઈ : બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાનની ભારે ચર્ચા છે. સુહાના સોશિયલ મીડિયામાં ભારે એક્ટિવ છે અને ઘણીવાર પોતાની ગ્લેમરસ તસવીર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેયર કરતી જોવા મળે છે. હાલમાં સુહાનાએ તેના એક બેસ્ટ ફ્રેન્ડ સાથેની તસવીર પોસ્ટ કરી છે. સુહાનાના આ બેસ્ટ ફ્રેન્ડનું નામ અગત્સ્ય નંદા છે અને તે અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા નંદાનો દીકરો છે. સુહાનાએ આ તસવીર પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેયર કરી છે. નોંધનીય છે કે અગત્સ્યની બહેન નવ્યા નવેલી નંદા પણ સુહાનાની સારી મિત્ર છે. સુહાનાએ અગત્સ્ય સાથે પોસ્ટ કરેલી આ તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ બની છે. 

A post shared by Suhana ✨ (@suhanakhan143) on

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન 22મે ના રોજ 18 વર્ષની થઇ ગઇ. સુહાનાની મમ્મી ગૌરીએ પુત્રીના જન્મદિવસની શરૂઆતના થોડા સમય પહેલાં સુહાનાની એક સુંદર તસવીર શેર કરી હતી. શાહરૂખ ખાને પોતાની પુત્રીને જન્મદિવસ પુરો થાય તે પહેલાં પોતાના ટ્વિટર પર સુહાનાનો સુંદર ફોટો શેર કરતાં પોતાની પુત્રી માટે એક સુંદર મેસેજ લખ્યો. શાહરૂખ ખાને લખ્યું કે તુ ઉડવા માટે તો બની છે. 

સુહાના ખાન ધીમે-ધીમે ગ્લેમરની દુનિયામાં પગલા ભરી રહી છે. હાલમાં જ એક મેગેઝીન માટે કરાવેલા ફોટોશૂટને કારણે તે ચર્ચામાં આવી હતી. તેની સાથે જ તેના બોલિવૂડ ડેબ્યૂ અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. મળી રહેલા રિપોર્ટસ પર વિશ્વાસ કરીએ તો સુહાના ખાનને બોલિવૂડના ટોપ ડિરેકટર લોન્ચ કરવા માંગે છે. જે મુજબ શાહરૂખના મિત્ર કરણ જોહર પહેલી પસંદ છે પરંતુ શાહરૂખની વાઈફ ગૌરી ખાન બોલિવૂડના અન્ય ડિરેક્ટોરના નામ પર વિચાર કરી રહી છે. ચર્ચા છે કે સંજય લીલા ભંસાલી અને સુજોય ઘોષ સુહાનાને બોલિવૂડમાં લોન્ચ કરી શકે છે. હવે જોવાનું રહેશે કે સુહાના ખાન ક્યારે બોલિવૂડમાં એન્ટ્રી કરે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news