સલમાનના પહેલા લગ્નના નથી ઠેકાણા અને અરબાઝ બીજી વાર ઘોડે ચડવા તૈયાર 

અરબાઝે 4 ઓગસ્ટના રોજ 51મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો

સલમાનના પહેલા લગ્નના નથી ઠેકાણા અને અરબાઝ બીજી વાર ઘોડે ચડવા તૈયાર 

મુંબઈ : સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન અને જ્યોર્જિયા એન્ડ્રિયાનીની લવસ્ટોરી આવતા વર્ષે લગ્ન સુધી પહોંચે તેવા અણસાર છે. ગણેશ પૂજા સમયે જ્યોર્જિયાના પિતા ખાન પરિવારને મળવા આવ્યા હતા. હવે ચર્ચા છે કે આ કપલ 2019ની શરૂઆતમાં કોર્ટ મેરેજ કરી શકે છે. સ્પોટબોય વેબસાઈટના જણાવ્યા મુજબ અરબાઝ અને જ્યોર્જિયા કોર્ટ મેરેજ કરવાનું વિચારી રહ્યા છે અને તેમને પરિવારની મંજૂરી મળી ગઈ છે. આ અરબાઝના મલાઇકા સાથેના ડિવોર્સ પછી બીજા લગ્ન હશે. 

અરબાઝે 4 ઓગસ્ટના રોજ 51મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. આ સમયે તેની કથિત ગર્લફ્રેન્ડ પણ સાથે જોવા મળી હતી. અરબાઝ અને તેની બહેન અર્પિતાનો જન્મદિવસ એક જ દિવસે 4 ઓગસ્ટના રોજ હતો. અરબાઝના જન્મદિવસે જ્યોર્જિયાએ બંનેનો ફોટો અપલોડ કરીને લખ્યું કે, ‘યૂ યોર ડે…હેપ્પી બર્થડે રોકસ્ટાર’. પાર્ટીમાં એવું લાગી રહ્યું હતું કે અરબાઝ અને જ્યોર્જિયાના સંબંધ પર ખાન પરિવારે મંજૂરી આપી દીધી છે.

હાલમાં અરબાઝ પોતાની કહેવાતી ગર્લફ્રેન્ડ સાથે ડિનર ડેટ પર ગયો હતો. આ સમયે તેને એક્સ પત્ની મલાઇકાના પરિવારે કંપની આપી હતી. મળતી માહિતી પ્રમાણે અરબાઝ પોતાની એક્સવાઇફના પરિવારની બહુ નજીક છે. આ કારણોસર તેની લેટેસ્ટ ગર્લફ્રેન્ડ અને મલાઇકાના પરિવાર વચ્ચે પણ સારી મિત્રતા થઈ ગઈ છે. ગયા વર્ષે મલાઇકા અને અરબાઝના ડિવોર્સ થયા છે અને ડિવોર્સ પછી બંને અલગ રહે છે. તેમનો દીકરો અરહાન મલાઇકા સાથે રહે છે. મલાઇકા અને અરબાઝના ડિવોર્સ થઈ ગયા પછી પણ બંને પોતપોતાના સાસરાપક્ષની નજીક છે અને અરબાઝ અનેકવાર મલાઇકાના પરિવાર સાથે આઉટિંગમાં જોવા મળ્યો છે. ગણેશ ચતુર્થી દરમિયાન અર્પિતા ખાનના ઘરે અરબાઝની એક્સ વાઈફ મલાઈકા અરોરા અને જ્યોર્જિયા એન્ડ્રિયાનીની પણ મુલાકાત થઈ ચૂકી છે.

રિપોર્ટ્સ મુજબ અરબાઝ જ્યોર્જિયાને બોલિવૂડમાં લોન્ચ કરવા માંગે છે. આ માટે તેણે એક પ્રોફેશનલ એજન્સી પણ હાયર કરી છે. મલાઈકાની વાત કરીએ તો તે અત્યારે એક્ટર અર્જુન કપૂર સાથે રિલેશનશીપમાં હોવાની ચર્ચા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news