'ગલી બોય'નું ટ્રેલર રિલીઝ થયા પહેલાં સ્ટોર પર મોટો ખુલાસો, રણવીર સિંહે કહ્યું...

રણવીર સિંહ સ્ટારર ફિલ્મ 'ગલી બોય'નું ટીઝર જ્યારથી રિલીઝ થયું છે ત્યારથી આ ફિલ્મ ખૂબ ચર્ચામાં છે. થોડા સમયમાં આ ફિલ્મનું ટ્રેલર લોંચ થવાનું છે. ટ્રેલર લોંચ થતાં પહેલાં, ઝી સાથે થયેલી ખાસ વાતચીતમાં રણવીરે ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક વાતો જણાવી રહી. રણવીર માટે આ ફિલ્મ તેમના કેરિયરની સૌથી સ્પેશિયલ ફિલ્મ છે.  
'ગલી બોય'નું ટ્રેલર રિલીઝ થયા પહેલાં સ્ટોર પર મોટો ખુલાસો, રણવીર સિંહે કહ્યું...

મુંબઇ: રણવીર સિંહ સ્ટારર ફિલ્મ 'ગલી બોય'નું ટીઝર જ્યારથી રિલીઝ થયું છે ત્યારથી આ ફિલ્મ ખૂબ ચર્ચામાં છે. થોડા સમયમાં આ ફિલ્મનું ટ્રેલર લોંચ થવાનું છે. ટ્રેલર લોંચ થતાં પહેલાં, ઝી સાથે થયેલી ખાસ વાતચીતમાં રણવીરે ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક વાતો જણાવી રહી. રણવીર માટે આ ફિલ્મ તેમના કેરિયરની સૌથી સ્પેશિયલ ફિલ્મ છે.  

Shocking : કેન્સરની સારવાર કરાવી રહ્યા છે રાકેશ રોશન, પુત્ર ઋત્વિકે ઈંસ્ટાગ્રામ પર શેર કરી પોસ્ટ

રણવીરે કહ્યું કે તે આ પાત્ર સાથે એટલા જોડાયેલા છે કે તે માને છે કે તે પેદા જ આ પાત્રને ભજવવા માટે થયા છે. રણવીરે કહ્યું કે ''આ ફિલ્મ કોઇ બીજું કરત તો હું બળીને ખાખ થઇ જાત. પહેલીવાર મને એવું લાગે છે, આ એવી ફિલ્મ છે જેના માટે ફક્ત હું પેદા થયો છું. આ હું જ કરી શકું છું, હું જ કરીશ. આ મારી ફિલ્મ છે.''

જાણીતા રેપર ડિવાઇન (Divine)ની લાઇફ પર આધારિત આ ફિલ્મમાં રણવીર સિંહ એકદમ કુલ સ્ટાઇલમાં રેપ કરતો જોવા મળી રહ્યો છે અને દર્શક રણવીર સિંહના કુલ લુક અને રેપને ખૂબ પસંદ કરી રહ્યા છે.  

આ ફિલ્મ સાથે જોડાયેલા લોકો પણ રણવીર માટે એકદમ ખાસ છે. રણવીરે કહ્યું કે ''ગલી બોય મારા માટે ખૂબ સ્પેશિયલ ફિલ્મ છે. ઘણી બધી વસ્તુઓ જે મારા દિલની નજીક છે, આ ફિલ્મનો ભાગ છે. જેમ કે હિપ હોપ, મુંબઇ (મારી માતૃભૂમિ), જોયા અખ્તર અને મારી favourite આર્ટિસ્ટ આલિયા ભટ્ટ.
'सिंबा' के बाद अब 'गली ब्वॉय' से छाने वाले हैं रणवीर सिंह, यकीन नहीं होता तो देखें VIDEO

તમને જણાવી દઇએ કે ફિલ્મનું નિર્દેશન જોયા અખ્તરે કર્યું છે જેમાં રણવીર અને આલિયા ઉપરાંત કલ્કિ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. તો બીજી તરફ આ ફિલ્મ દ્વારા પહેલીવાર આલિયા અને રણવીર મોટા પડદા પર એકસાથે નજર આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news