Video : લગ્ન માટે પ્રિયંકા-નિક હોંશેહોંશે રવાના થયા જોધપુર, મેરેજનું બિલ ઉડાવી દેશે હોશકોશ
2 ડિસેમ્બરના દિવસે જોધપુર ખાતે પ્રિયંકા અને નિકના ભવ્ય લગ્ન થવાના છે
Trending Photos
મુંબઈ : હજી રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના લગ્નના સમાચાર તાજા છે ત્યાં છે ત્યાં પ્રિયંકા ચોપડા અને નિક જોનાસના લગ્નની તૈયારીના ન્યૂઝ આવવાના શરૂ થઈ ગયા છે. ગઈ કાલે પ્રિયંકાના ઘરે ગણેશ પૂજા પછી પ્રિયંકા અને નિકનો પરિવાર લગ્ન માટે જોધપુર સુધી પહોંચવા મુંબઈથી જયપુરની ચાર્ટડ ફ્લાઇટમાં રવાના થઈ ગયો છે.
ભારતીય વિધિથી લગ્ન
પ્રિયંકા ચોપડા ભલે વિદેશી મુરતિયા સાથે લગ્ન કરવાની હોય પણ તેના એમાં તમામ ભારતીય રિવાજો અને પરંપરાઓનું પાલન કરવામાં આવશે. આ વિધિઓની શરૂઆત પ્રિયંકાના મુંબઈના જુના ઘર રાજ ક્લાસિકથી શરૂ થઈ છે. આ ગણેશ પૂજા વખતે પ્રિયંકાના સાસરિયાં તેમજ તેની દેરાણી સોફી ટર્નર હાજર રહી હતી.
લગ્નનો ખર્ચ
પ્રિયંકા અને નિકના લગ્ન ખર્ચાળ લગ્ન છે. મેહરાનગઢ કિલાના મેનેજમેન્ટ ઓફિસરે DNAને બુકિંગ ખર્ચની માહિતી આપી છે. પ્રિયંકાને મેહરાનગઢના ત્રણ દિવસના ફંક્શન માટે ભાડા પેટે 30 લાખ રૂ. અને કેટરિંગના 43 લાખ રૂ. ચૂકવવા પડશે. આમ પ્રિયંકાના પ્રી વેડિંગ સેલિબ્રેશનનો કુલ ખર્ચ અંદાજે 73 લાખ રૂ. જેટલો થશે.
પ્રી વેડિંગ સેલિબ્રેશન સિવાય લગ્ન પાછળ પણ સારો એવો ખર્ચ થશે. DNAના રિપોર્ટ પ્રમાણે વેન્યુની બુકિંગ કિંમત પર એક નજર ફેરવીએ તો ખ્યાલ આવે છે કે એક દિવસ માટે પેલેસ રૂમની કિંમત 47, 300 હજાર રૂ. ઐતિહાસિક સ્વીટની કિંમત 65,300 રૂ., રોયલ સ્વીટની કિંમત1.45 લાખ રૂ., ગ્રાન્ડ રોયલ સ્વીટની કિંમત 2.30 લાખ રૂ. તેમજ પ્રેસિડેન્શિયલ સ્વીટની કિંમત 5.04 લાખ રૂ. છે. આ ભાડમાં ટેક્સનો સમાવેશ નથી થતો.આમ, આખી હોટલનો એક દિવસનો ખર્ચ લગભગ 64.40 લાખ રૂ. છે. પ્રિયંકાએ 5 દિવસ માટે હોટેલ બુક કરાવી છે જેના કારણે પ્રિયંકાએ ભાડાપેટે લગભગ 3.2 કરોડ રૂ. ચૂકવવા પડશે. આ ખર્ચમાં સેરેમનીના બીજા ખર્ચ, ખાવા-પીવાનો ખર્ચ તેમજ મેહરાનગઢમાં ત્રણ દિવસ સુધી થનારી પ્રી વેડિંગ વિધિઓનો ખર્ચ શામેલ નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે