Chali Chali ગીત પર Kangana Ranaut ની અદાઓએ ફેન્સને કર્યા દિવાના, ગીત રિલીઝ થતા જ સોશલ મીડિયામાં મચી ધૂમ
Chali Chali Full Song Out: સાઉથ સુપરસ્ટાર સમાંથા અક્કિનેની (Samantha Akkineni) એ 3 ભાષામાં લોન્ચ કર્યું. કંગના રનૌત (Kangana Ranaut) ની ફિલ્મ (MOVIE) 'થલાઈવી' (Thalaivi) નું પ્રથમ ગીત.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ જે ગીતને જોવા માટે કંગના રનૌત (Kangana Ranaut) ના ચાહકો અને જયલલિતા (J.Jayalalithaa) ના ચાહકો રાહ જોઈને બેઠા હતા. શુક્રવારે સાંજે રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ગીતનો વીડિયો છવાયો. ફિલ્મ (MOVIE) 'થલાઈવી' (Thalaivi) નું પ્રથમ ગીત 'ચલી ચલી' YOUTUBE પર ટ્રેન્ડ થઈ રહ્યું છે. ગીત રિલીઝ થયાના 15 કલાક પછી 15 લાખથી વધુ વ્યુઝ આવી ચુક્યા છે.
ત્રણ ભાષાઓમાં રિલીઝ થયું સોંગ
આ ગીતના સાઉથની સુપરસ્ટાર સમાંથા અક્કિનેની (Samantha Akkineni) એ હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં સોશિયલ મીડિયામાં રિલીઝ કર્યું છે. ખુશી વ્યક્ત કરતા તેમણે કહ્યું, અમ્માની કૃપા અને સ્ક્રિન પર તેમની ઉપસ્થિતિને દરેક લોકો જાણે છે.
કેવો છે ગીતનો વીડિયો
ગીતને ખૂબ સુંદરતાપૂર્વક રજૂ કરવામાં આવ્યું છે. ગીતમાં ગોલ્ડન યુગની જયલલિતાની માસુમિયત અને ઉત્કૃષ્ટતા કંગનાએ ભજવવાનો પ્રયાસ કર્યો છે. પાણી સાથે આ ગીતમાં કંગનાની મસ્તી અને જયલલિતાના ક્લાસિક વર્લ્ડને સ્ટૂડિયોનો આકાર આપીને ગીતને શૂટ કરવામાં આવ્યું છે. જ્યાંનો દરેક માહોલ અમ્મા જયલલિતાના શરૂઆતી સમયની કહાની દર્શાવતો હોય તેવો લાગી રહ્યો છે.
મ્યુઝિક પણ છે જબરદસ્ત
આ ગીતને સંગીત આપ્યું છે જી.વી. પ્રકાશ કુમારે અને અવાજ છે સૈંધવીનો. ઈર્શાદ કામિલએ ગીતના શબ્દો લખ્યા છે. વર્ષ 1965માં અમ્મા જયલલિતાની આવેલી પહેલી ફિલ્મ 'વેણીરા અડાઈ' ની આ ગીત યાદ અપાવે છે. 'થલાઈવી' ફિલ્મ લેજેન્ડરી અભિનેત્રી અને પછી રાજનેતા બનેલી જયલલિતાના જીવન પર આધારિત છે.
23 એપ્રિલે રિલીઝ થશે ફિલ્મ
ફિલ્મ તમિલ,તેલુગુ અને હિન્દી ભાષામાં ZEE સ્ટૂડિયો 23 એપ્રિલે આ ગીત વર્ડ વાઈડ રિલીઝ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે