Maidaan Movie: અજય દેવગનની ફિલ્મ મૈદાન પર મૈસૂર કોર્ટે લગાવી રોક, જાણો શું છે મામલો
Maidaan Movie: અજય દેવગનની ફિલ્મ મેદાન સિનેમા ઘરોમાં રિલીઝ થઈ છે. જોકે ફિલ્મ રિલીઝ થયાની સાથે જ નવા વિવાદમાં પણ ફસાઈ ગઈ છે. અમિત શર્માના ડાયરેક્શનમાં બનેલી મેદાન ફિલ્મ પર કર્ણાટકના એક લેખકે સ્ટોરી ચોરી કરવાનો આરોપ લગાવી દીધો છે. એટલું જ નહીં આ લેખકે મૈસુર કોર્ટના દરવાજા ખખડાવ્યા છે.
Trending Photos
Maidaan Movie: લાંબા સમયના ઇન્તજાર પછી અજય દેવગનની ફિલ્મ મેદાન સિનેમા ઘરોમાં રિલીઝ થઈ છે. જોકે ફિલ્મ રિલીઝ થયાની સાથે જ નવા વિવાદમાં પણ ફસાઈ ગઈ છે. અમિત શર્માના ડાયરેક્શનમાં બનેલી મેદાન ફિલ્મ પર કર્ણાટકના એક લેખકે સ્ટોરી ચોરી કરવાનો આરોપ લગાવી દીધો છે. એટલું જ નહીં આ લેખકે મૈસુર કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. જેના કારણે મૈસુર કોર્ટે અજય દેવગનની આ ફિલ્મને વિવાદનો અંત ન આવે ત્યાં સુધી અટકાવી દીધી છે.
આ અંગે જાણવા મળતી માહિતી અનુસાર મૈસુરના એક રાઈટર અનિલ કુમારે પૂર્વ ઇન્ડિયન ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમ પર આધારિત આ ફિલ્મની સ્ટોરી ચોરી કરી હોવાનો આક્ષેપ કર્યો છે. અનિલ કુમારનું કહેવું છે કે વર્ષ 2010માં તેણે આ સ્ટોરી લખવાની શરૂઆત કરી હતી અને 2018માં તેણે એક પોસ્ટ પણ કરી હતી. આ પોસ્ટના કારણે તેનો સંપર્ક એડ ડાયરેક્ટર સુખદાસ સૂર્યવંશી સાથે થયો હતો. તેમણે અનિલ કુમારને મુંબઈ બોલાવ્યા અને સાથે સ્ક્રીપ્ટ લાવવાનું પણ કહ્યું. આ વાતચીતની ચેટ હિસ્ટ્રી પણ અનિલ કુમાર પાસે છે. અનિલ કુમારે આગળ જણાવ્યું કે ડાયરેક્ટરે તેને કહ્યું હતું કે તે આમિર ખાન સાથે મુલાકાત કરાવશે પરંતુ કોઈ કારણોસર આ વાત આગળ વધી નહીં. પરંતુ તેણે પોતાની સ્ટોરી આ રાઇટરને આપી હતી અને સ્ક્રીન રાઈટર્સ એસોસિએશનમાં રજીસ્ટ્રેશન કરાવ્યું.
અનિલ કુમારે આગળ જણાવ્યું કે તેણે તાજેતરમાં જ મેદાન ફિલ્મ વિશે સાંભળ્યું તો તે આશ્ચર્યચકિત થઈ ગયો કારણ કે આ તેની સ્ટોરી છે. ટીઝરમાં તેના સ્ટેટમેન્ટ સાંભળ્યા તો તેને વિશ્વાસ થઈ ગયો કે આ તેની સ્ટોરી છે બસ થોડી ટ્વિસ્ટ કરીને ફિલ્મ બનાવવામાં આવી છે. આ મામલો હવે મૈસુર હાઇકોર્ટમાં પહોંચી ગયો છે અને 10 એપ્રિલ રિલીઝ થયેલી અજય દેવગનની આ ફિલ્મ પર કોર્ટે રોક લગાવી દીધી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે