રોકાણકારો માટે મોટી તક! દેશના સૌથી મોટા ગ્રુપનો આવી રહ્યો છે IPO, ચૂકશો તો પસ્તાવો

Tata Capital IPO: ટાટા ગ્રુપની મુખ્ય નાણાકીય સેવા કંપની ટાટા કેપિટલે 2025માં 15,000 કરોડના IPO માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ IPO પ્રાઈમરી અને સેકન્ડરી શેર સેલ દ્વારા લોન્ચ કરવામાં આવશે.

રોકાણકારો માટે મોટી તક! દેશના સૌથી મોટા ગ્રુપનો આવી રહ્યો છે IPO, ચૂકશો તો પસ્તાવો

Tata Capital IPO: શેરબજારના રોકાણકારો માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે. સુપ્રસિદ્ધ ટાટા ગ્રુપની અન્ય એક કંપની ટૂંક સમયમાં તેનો IPO (ઇન્શિયલ પબ્લિક ઑફરિંગ) લાવી શકે છે. ટાટા કેપિટલ આઈપીઓની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. માહિતી મળી રહી છે કે, ટાટા ગ્રુપની અગ્રણી નાણાકીય સેવા કંપની ટાટા કેપિટલે 2025માં 15,000 કરોડના IPO માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ IPO પ્રાઈમરી અને સેકન્ડરી શેર સેલ દ્વારા લોન્ચ કરવામાં આવશે. ટાટા કેપિટલનું આ પગલું રોકાણકારો માટે એક મોટી વેલ્યુ અનલોકિંગની તક સાબિત થઈ શકે છે.

ટાટા કેપિટલ માર્કેટ કેપ
ટાટા કેપિટલનું અંદાજિત માર્કેટ કેપ આશરે ₹3,50,000 કરોડ હોવાનો અંદાજ છે. ટાટા ગ્રુપની વિવિધ કંપનીઓ ટાટા કેપિટલમાં હિસ્સો ધરાવે છે. IPO દ્વારા તેમના વેલ્યુમાં મોટો ઉછાળો આવી શકે છે. ટાટા સન્સ ટાટા કેપિટલમાં 92.83% હિસ્સો ધરાવે છે.

ટાટા કેપિટલ અને ગ્રુપ કંપનીઓનો હિસ્સો
ટાટા કેપિટલ:
ટાટા સન્સમાં 3% હિસ્સો ધરાવે છે.
ટાટા પાવરઃ ટાટા સન્સમાં 1.65% હિસ્સા સાથે ટાટા કેપિટલમાં 22 લાખ શેર.
ટાટા મોટર્સ ફાઇનાન્સ: તાજેતરમાં ટાટા મોટર્સ ફાઇનાન્સ ટાટા કેપિટલ સાથે મર્જ થયું, જેના કારણે તેનો હિસ્સો વધીને 4.7% થયો છે.

કેમ છે આ રોકાણકારો માટે મોટી તક?
ટાટા ગ્રુપના મજબૂત બ્રાન્ડ વેલ્યુ અને વિવિધ ક્ષેત્રોમાં હાજરી તેને ભારતીય બજારમાં સૌથી વિશ્વસનીય જૂથ બનાવે છે. ટાટા કેપિટલનો IPO રોકાણકારોને મજબૂત નાણાકીય સેવા કંપનીમાં હિસ્સો ખરીદવાની તક આપશે. આનાથી ટાટા ગ્રુપની વિવિધ કંપનીઓના વેલ્યુ અનલોકિંગ સાથે મોટી કમાણીની તકો મળી શકે છે. ટાટા કેપિટલ ફાઇનાન્શિયલ સર્વિસ સેક્ટરમાં મજબૂત હાજરી ધરાવે છે, જે તેને ભવિષ્યમાં ઝડપથી વૃદ્ધિ કરવામાં મદદ કરશે.

ટાટા ગ્રુપ સ્ટોક
ટાટા કેપિટલના આઈપીઓની ચર્ચા વચ્ચે મંગળવારે શેરબજારમાં ટાટા ગ્રુપના શેરોમાં સારો ઉછાળો જોવા મળ્યો હતો. ટાટા ઇન્વેસ્ટ, ટાટા કેમિકલમાં 4 થી 6% નો વધારો જોવા મળ્યો હતો. નેલ્કો, રેલીસ, ટાટા મોટર્સ, ટ્રેન્ટ સારી તેજી નોંધાઈ રહી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news