Post Office ની આ સ્કીમમાં એકવાર કરો રોકાણ, માત્ર વ્યાજથી થશે 450000 રૂપિયાની કમાણી

Post Office: પોસ્ટ ઓફિસની એવી ઘણી યોજનાઓ છે જે પાંચ વર્ષ માટે છે. આ યોજનામાં વ્યાજ પણ સારૂ મળે છે. પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ એક એવી યોજના છે, જેમાં પાંચ વર્ષ રોકાણ કરી સારૂ વ્યાજ મેળવી શકાય છે. 
 

Post Office ની આ સ્કીમમાં એકવાર કરો રોકાણ, માત્ર વ્યાજથી થશે 450000 રૂપિયાની કમાણી

Post Office Scheme: પોસ્ટ ઓફિસમાં ઘણી એવી યોજનાઓ છે, જે પાંચ વર્ષ માટે છે. પોસ્ટ ઓફિસની યોજનાઓમાં ઈન્વેસ્ટરોને જોરદાર વ્યાજ પણ મળે છે. પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ એવી યોજના છે, જેમાં 5 વર્ષ રોકાણ કરી આશરે 4,50,000 રૂપિયાનું વ્યાજ મેળવી શકાય છે. 

સરકાર દેશના બધા વર્ગો માટે કેટલીક યોજનાઓ ચલાવી રહી છે. પોસ્ટ ઓફિસની ઘણી સ્કીમમાં ગરીબથી લઈને મધ્યમ વર્ગને ફાયદો આપે છે. પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ એવી સ્મોલ સેવિંગ સ્કીમ છે. પોસ્ટ ઓફિસની આ યોજનામાં કોઈપણ નાગરિક 5 વર્ષ માટે રોકાણ કરી શકે છે, જેમાં ઈન્વેસ્ટરોને 7.50 ટકાનું વ્યાજ મળે છે. ઈન્વેસ્ટરો 80C હેઠળ 1.50 લાખ રૂપિયાની ટેક્સ છૂટનો ફાયદો ઉઠાવી શકે છે. 

સરકારી યોજના પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટમાં એક સાથે બધા પૈસા જમા કરાવવાના હોય છે. તેમાં સમયે સમયે વ્યાજ જોડાતું રહે છે. આ સ્કીમને પોસ્ટ ઓફિસ એફડી પણ કહેવામાં આવે છે. ટાઈમ ડિપોઝિટ હેઠળ ચાર પ્રકારના પીરિયડ માટે વ્યાજ  ઓફર કરવામાં આવે છે. 

કયાં પીરિયડમાં કેટલું વ્યાજ?
1. પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટ હેઠળ 1 વર્ષના પીરિયડ માટે 6.9 ટકાના દરે વ્યાજ મળે છે. 

2 વર્ષના પીરિયડ માટે 7 ટકાના દરે વ્યાજ મળે છે.

3 વર્ષના પીરિયડ માટે 7.1 ટકાના દરે વ્યાજ મળે છે. 

પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટમાં 5 વર્ષ માટે 7.5 ટકા વ્યાજ મળે છે. 

પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટમાં સિંગલ કે એક સાથે ત્રણ લોકો એકાઉન્ટ ખોલાવી શકે છે. આ યોજનામાં ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ 100 રૂપિયાના મલ્ટીપલમાં કરી શકાય છે. રોકાણ કરવાની કોઈ મર્યાદા નથી. આ યોજના પાંચ વર્ષના પીરિયડ હેઠળ આવકવેરા વિભાગની કલમ 80સી હેઠળ વાર્ષિક 1.5 લાખ રૂપિયાની છૂટ આપવામાં આવે છે. આ સ્કીમ હેઠળ છ મહિના માટે પૈસા ઉપાડી શકાય નહીં.

તમને વ્યાજથી માત્ર 4.5 લાખ રૂપિયાની કમાણી થશે
જો તમે આ યોજનામાં દરરોજ 2778 રૂપિયા બચાવો છો અને એક વર્ષ બાદ ઓછામાં ઓછા 10 લાખ રૂપિયાનું એક સાથે રોકાણ કરો છો તો તમને માત્ર વ્યાજથી પાંચ વર્ષમાં 4,49,948 રૂપિયાની કમાણી થશે. પાંચ વર્ષમાં કુલ રકમ 14,49,948 રૂપિયા થઈ જશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news