મોદી સરકારની ગજબની સ્કીમ, 436 રૂપિયામાં મેળવો 2 લાખનો લાભ, જાણો બધું જ
Insurance Scheme: મોદી સરકારની આ યોજના વિમાધારકોને 1 વર્ષ માટે જીવન કવરેજ પુરૂ પાડે છે. વિમાધારકો દર વર્ષે પોલિસીનું નવીનીકરણ કરી શકે છે. તમારી પસંદ અનુસાર વીમાધારક કોઇપણ સમયે યોજનામાંથી બહાર નિકળી શકે છે અને ભવિષ્યમાં તેને ફરીથી શરૂ કરી શકે છે. તેમાં મેક્સિમમ 2 લાખ રૂપિયાનો વિમો કરવામાં આવે છે.
Trending Photos
PMJJBY Benefits: એક સમયે એવું માનવામાં આવતું હતું કે જીવન વિમો તો ઉચ્ચ વર્ગ માટે હોય છે અને મધ્યમ અને ગરીબ તો તેનો ક્યારેય લાભ લઇ શકે નહી, પરંતુ આ ધારણાને મોદી સરકારે બદલી દીધી છે. લોકોને સહારો આપવા માટે તેમને મજબૂત કરવા અને જીવનાના કઠીન સમયમાં પરિવારને આર્થિક મદદ આપવા માટે મોદી સરકારે 'પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજના (PM Jeevan Jyoti Bima Yojana) શરૂ કરવામાં આવી અને તેનાથી દેશના ગરીબ અને નબળા વર્ગને જીવન વિમાનો લાભ મળે છે. હવે આ યોજનાના માધ્યમથી ફક્ત 436 રૂપિયા વાર્ષિક ખર્ચ કરીને બે લાખ રૂપિયાનો ટર્મ ઇંશ્યોરન્સનો લાભ મેળવી શકો છો. આ માટે તમારે આ યોજનાના ધારાધોરણોનું પાલન કરવાનું છે.
ગત વર્ષોમાં મોટી સંખ્યામાં લોકો તેની સાથે જોડાયા છે જેથી તે પોતાના પરિવારને આર્થિક સુરક્ષા આપી શકે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજનાની શરૂઆત કેન્દ્ર સરકાર તરફથી 2015 થી કરવામાં આવી હતી. આ યોજના અંતગર્ત 18 થી 50 વર્ષના વયક્તિને બે લાખ રૂપિયા સુધી વિમો આપવામાં આવે છે. જો વિમા કવરેજ દરમિયાન તે વ્યક્તિનું મોત નિપજે છે તો તેના આશ્વિત લોકોને 2 લાખ રૂપિયાનો વિમો આપવામાં આવે છે. તેના માટે વિમાધારકને ફક્ત દર વર્ષે 436 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડે છે અને તેને એક વર્ષ (1 જૂનથી લઇને 31 મે) સુધીનું કવરેજ મળે છે. જે તમારા માટે ફાયદાકારક સાબિત થવાનું છે.
જે બેંકમાં ખાતું હોય, ત્યાં જ કરી શકે છે અરજી
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વિમા યોજનાનો લાભ લેવા માટે જે બેંકમાં ખાતું હોય ત્યાં PMJJBY માટે અરજી કરવી પડશે. તેના માટે દર વર્ષે 436 રૂપિયાનું પ્રીમિયમ આપવું પડશે. જો તમે 436 રૂપિયાને 12 ભાગમાં વિભાજીત કરો છો તો દર મહિને 36.33 રૂપિયા થશે. આ એક નાની રકમ છે જેને ગરીબ વ્યક્તિ પણ ચૂકવી શકે છે. આ વિમા યોજનાનું કવર અવધિ 1 જૂન થી 31 મે સુધી છે. જોકે PMSBY અંતગર્ત પોલિસી ધારક વ્યક્તિને વ્યક્તિગત આકસ્મિક દુર્ઘટના કવરેજ મળે છે જ્યારે PMSBY અંતગર્ત પોલિસી ધારક વ્યક્તિને જીવન વિમા કવરેજ પુરૂ પાડવામાં આવે છે.
1 વર્ષનું જીવન વિમા કવરેજ, મેક્સિમમ રકમ 2 લાખ રૂપિયા
મોદી સરકારની આ યોજના વિમાધારકને 1 વર્ષ માટે જીવન કવરેજ પુરૂ પાડે છે. વિમાધારક દર વર્ષે પોલિસીનું નવીનીકરણ કરી શકે છે. પોતાની પસંદગી અનુસાર વિમાધારક કોઇપણ સમયે યોજનામાંથી બહાર નિકળી શકે છે અને ભવિષ્યમાં તેને ફરીથી શરૂ કરી શકે છે. તેમાં મેક્સિમમ 2 લાખ રૂપિયાનો વિમો કવર કરવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે