કોરોનાઃ હવે ગુજરાતમાં દિવસ દરમિયાન માત્ર 8 કલાકે મળશે પેટ્રોલ-ડીઝલ, વાંચો મહત્વના સમાચાર


દેશમાં ચાલી રહેલી લૉકડાઉનની સ્થિતિને લઈને ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને મહત્વનો નિર્ણય કર્યો છે. 

કોરોનાઃ હવે ગુજરાતમાં દિવસ દરમિયાન માત્ર 8 કલાકે મળશે પેટ્રોલ-ડીઝલ, વાંચો મહત્વના સમાચાર

અમદાવાદઃ કોરોના વાયરસને કારણે ભારતમાં 25 માર્ચથી ત્રણ સપ્તાહ માટે સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. આ જાહેરાતમાં જીવન જરૂરીયાતની વસ્તુ સિવાય તમામ વેપાર ધંધા બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં પેટ્રોલ-ડીઝલનું વેચાણ ચાલું રાખવામાં આવ્યું હતું. પરંતુ હવે ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને એક મહત્વ પૂર્ણ નિર્ણય લીધો છે. 26 માર્ચ, ગુરૂવારથી ગુજરાતના તમામ પેટ્રોલ પંપ પર સવારે 8 કલાકથી સાંજે 4 કલાક સુધી જ સામાન્ય જનતા પેટ્રોલ-ડીઝલ પૂરાવી શકશે. ત્યારબાદ કોઈ લોકોને આ સેવાનો લાભ મળશે નહીં.

ગુજરાત ડીલર્સ એસોસિએશનનો નિર્ણય
દેશ સહિત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર ચાલી રહ્યો છે. ત્યારે દેશમાં 21 દિવસના લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. આ વાતને ધ્યાનમાં લઈને ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશને મહત્વનો નિર્ણય લેતાં સામાન્ય લોકો માટે સવારે 8 કલાકથી સાંજે 4 કલાક સુધી પેટ્રોલ-ડીઝલની સેવા આપવાનું નક્કી કર્યું છે. 

ગુજરાતમાં કોરોનાના 39 કેસ
ગુજરાતમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યાં છે. હવે રાજકોટમાં વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. આ સાથે રાજકોટમાં અત્યાર સુધી કોરોનાના કુલ 4 મામલા સામે આવ્યા છે. જ્યારે ગુજરાતમાં આ આંકડો 39 પર પહોંચી ગયો છે.  જેમાં અમદાવાદમાં 14, સુરતમાં 7, રાજકોટમાં 4, વડોદરામાં 7, ગાંધીનગરમાં 6 અને કચ્છમાં 1 કેસ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news