તમને બધાને મળશે આ ખાસ સુવિધા, હવે ઘરેબેઠા EMI વિના મળી જશે લોન

જો તમે પણ પૈસા લઇને પરેશાન રહો છો અને મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યા છો, તો આજે અમે તમને ભારતીય જીવન વિમા નિગમ (LIC)ના એક એવા પ્લાન વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જેની મદદથી તમને સરળતાથી લોન મળી જશે અને તમારે લોનનો ઇએમઆઇ પણ ચૂકવવો પડશે નહી. જ્યારે તમે બેંકમાં લોન લેવા જાવ છો, તો તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ હવે ચિંતાની કોઇ વાત નથી કારણ કે જો તમે એલઆઇની કોઇપણ પોલિસી લીધેલી છે તો કંપની તમને રૂપિયાની વ્યવસ્થા કરી આપશે. આવો જાણીએ આ ખાસ પ્લાન વિશે.
તમને બધાને મળશે આ ખાસ સુવિધા, હવે ઘરેબેઠા EMI વિના મળી જશે લોન

નવી દિલ્હી: જો તમે પણ પૈસા લઇને પરેશાન રહો છો અને મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહ્યા છો, તો આજે અમે તમને ભારતીય જીવન વિમા નિગમ (LIC)ના એક એવા પ્લાન વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જેની મદદથી તમને સરળતાથી લોન મળી જશે અને તમારે લોનનો ઇએમઆઇ પણ ચૂકવવો પડશે નહી. જ્યારે તમે બેંકમાં લોન લેવા જાવ છો, તો તમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ હવે ચિંતાની કોઇ વાત નથી કારણ કે જો તમે એલઆઇની કોઇપણ પોલિસી લીધેલી છે તો કંપની તમને રૂપિયાની વ્યવસ્થા કરી આપશે. આવો જાણીએ આ ખાસ પ્લાન વિશે.

એલઆઇસીની આ પોલિસી હેઠળ તમને સરળતાથી ઘરેબેઠા લોન મળી જશે. જી હાં લોન લેવા માટે તમારે ક્યાંય પણ જવાની જરૂર નહી પડે. તેની ખાસ વાત એ છે કે તમારે ઇએમઆઇ ચૂકવવાની જરૂર નહી પડે. 

હવે તમે એમ વિચારતા હશો કે ઇએમઆઇ વગર લોન કેવી રીતે મળી શકે છે. તમને જણાવી દઇએ કે આ સ્કીમ હેઠળ જ્યારે તમારી પોલિસીનો મેચ્યોરિટી પીરિયડ ખતમ થઇ જશે, ત્યારે આ પૈસા કંપની તમને મળનાર રકમમાંથી કાપી લેશે અને બાકી બચેલા પૈસા તમને પરત આપશે. 

આ સ્કીમનો લાભ ઉઠાવવા માટે તમે એલઆઇસીની વેબસાઇટ પર જઇને ઓનલાઇન લોન માટે અરજી કરી શકો છો. કંપનીની વેબસાઇટ પર જઇને તમારે એક ફોર્મ ભરવું પડશે અને તેમાં તમારી બધી જાણકારી ભરવી પડશે. જાણકારી ભર્યા બાદ તમારે તમારી સહી સ્કેન કરી વેબસાઇટ પર અપલોડ કરવી પડશે. આ પ્રકારે તમને ઘરેબેઠા જ લોન મળી જશે. 

આ સ્કીમની સૌથી ખાસ વાત એ છે કે બેંકોની માફક તેમાં તમને દર મહિને ઇએમઆઇ ભરવા નહી પડે. તમને એક ખાસ વિકલ્પ આપવામાં આવશે કે તમે ફક્ત વ્યાજ ચૂકવતાં જાવ અને લોનની રકમ વીમો પુરો ત્યાં સુધી ના ચૂકવો. એવામાં વીમા કંપનીની ચૂકવણી લોનની રકમ કાપીને થઇ જશે.  
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news