પ્રોપર્ટી ખરીદનાર સાવધાન! 20,000થી વધુના કેશ ટ્રાંજેક્શન પર ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ મોકલશે નોટીસ
Trending Photos
પ્રોપર્ટી ખરીદનારઓ માટે ખૂબ મહત્વના સમાચાર છે. જો તમે પ્રોપર્ટી ખરીદવા માટે 20,000 રૂપિયાથી વધુની લેણદેણ કેશમાં કરો છો તો તમારે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની નોટીસ મળી શકે છે. ઈનકમટેક્સ ડિપાર્ટમેન્ટના દિલ્હી ડિવિઝન 20,000 રૂપિયાથી વધુના કેશ ટ્રાંજેક્શનવાળા પ્રોપર્ટી ખરીદનારા વિરૂદ્ધ મુહિમ શરૂ કરી રહ્યું છે.
ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તૈયાર કરી રહ્યું છે એવા લોકોની યાદી
ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ 20 હજાર રૂપિયાથી વધુ કેસ લેણદેણવાળા પ્રોપર્ટીઝની રજિસ્ટ્રીની યાદી બનાવી રહ્યું છે. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ટીમોએ દિલ્હીના બધા 21 સબ-રજિસ્ટ્રાર ઓફિસમાં જઇને 2015 થી 2018 વચ્ચે રજિસ્ટ્રીઝને સ્કેન કરી રહ્યું છે.
I-T Dept to issue notice where cash transaction is above Rs 20,000 in property purchase
Read @ANI story | https://t.co/hwzHBEc3HY pic.twitter.com/rZbrolv8k7
— ANI Digital (@ani_digital) January 19, 2019
રિયલ એસ્ટેટ સંપત્તિમાં કાળા ધન પર લગામ લગાવવા માટે ભરવામાં આવ્યું છે આ પગલું
પોતાનું નામ ન બતાવવાની શરત પર ઈનકમ ટેક્સના એક વરિષ્ઠે કહ્યું કે તેમણે 1 જૂન 2015થી ડિસેમ્બર 2018 વચ્ચે તે રજિસ્ટ્રીઝને સ્કેન કર્યુ છે, જેમાં કેશ પેમેન્ટ 20,000 રૂપિયાથી વધુ કરવામાં આવ્યું છે. હવે રિયલ એસ્ટેટની સંપત્તિના ખરીદ-વેચાણમાં કાળા નાણા પર લગામ લગાવવા માટે આ લિમીટ નક્કી કરવામાં આવી છે. રિયલ એસ્ટેટ સેક્ટર માટે કલમ 269SS માં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.
શું છે નિયમ?
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેઝ (CBDT) દ્વારા 1 જૂન 2015થી લાગૂ કાયદા અનુસાર, કૃષિ ભૂમિ સહિત રિયલ એસ્ટેટના કોઇ ટ્રાંજેક્શનમાં 20 હજાર રૂપિયાથી વધુનું ટ્રાંજેક્શન ચેક, RTGS અથવા NEFT જેવા માધ્યમથી જ કરવામાં આવી શકે છે. જો કેશ લેણદેણ આ સીમાથી વધુ છે તો ઈનકમ ટેક્સ એક્ટ, એક્શન 271D હેઠળ તે રાશિના બરાબર દંડ, કેશ પ્રાપ્ત કરનાર વિક્રેતા પર લગાવવામાં આવશે.
આગામી મહિનાથી ખરીદનાર અને વિક્રેતા બંનેને મોકલવામાં આવશે નોટીસ
ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ આગામી મહિનાથી વિક્રેતા અને ખરીદનાર બંનેને નોટીસ મોકલશે. વિક્રેતા પાસેથી તે રકમની બરાબર પેનલ્ટી આપવા માટે કહેવામાં આવ્યું છે. ઈનકમ ટેક્સના અધિકારીના અનુસાર અમે ખરીદનારો પાસેથી ધનના સ્ત્રોત જણાવવા માટે કહીશું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે