તોફાન બન્યો અનિલ અંબાણીની કંપનીનો શેર, કોર્ટમાંથી મળ્યા રાહતના સમાચાર

બોમ્બે હાઈકોર્ટે અનિલ અંબાણીને મોટી રાહત આપી છે. હકીકતમાં કોર્ટે કેનરા બેંકના તે આદેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે, જેમાં અંબાણીના લોન એકાઉન્ટને છેતરપિંડીના રૂપમાં વર્ગીકૃત કરવામાં આવ્યું હતું. 

તોફાન બન્યો અનિલ અંબાણીની કંપનીનો શેર, કોર્ટમાંથી મળ્યા રાહતના સમાચાર

Reliance Communications share: શુક્રવારે શેર બજારમાં બિકવાલી વચ્ચે કેટલાક પેની સ્ટોક રોકેટ ગતિએ વધતા જોવા મળ્યા હતા. તેમાંથી એક શેર રિલાયન્સ કમ્યુનિકેશનનો છે. આ કંપનીના શેરમાં તોફાની તેજી જોવા મળી. આ તેજી એવા સમયમાં આવી જ્યારે કંપનીને બોમ્બે હાઈકોર્ટમાંથી રાહત મળી છે. 

કંપનીને મળ્યા સારા સમાચાર
બોમ્બે હાઈકોર્ટે ઉદ્યોગપતિ અનિલ અંબાણીના લોન ખાતાને છેતરપિંડી તરીકે વર્ગીકૃત કરવાના કેનેરા બેંકના આદેશ પર સ્ટે મૂક્યો હતો. આ ખાતું અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશનનું છે જે નાદારીની કાર્યવાહીનો સામનો કરી રહી છે. જસ્ટિસ રેવતી મોહિતે-ડેરે અને નીલા ગોખલેની બેન્ચે બેંકના 8 નવેમ્બર, 2024ના આદેશ સામે અંબાણીની અરજી પર સુનાવણી કરતી વખતે આ ચુકાદો આપ્યો હતો. અંબાણીએ આદેશને પડકારતા કહ્યું કે કેનેરા બેંકે તેમના લોન ખાતાને છેતરપિંડી તરીકે જાહેર કરતા પહેલા તેમનો પક્ષ સાંભળ્યો ન હતો.

હાઈકોર્ટે આ મામલે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) પાસેથી જવાબ પણ માંગ્યો છે. ખંડપીઠે કહ્યું- આરબીઆઈએ બેંકો સામે કેટલીક કાર્યવાહી કરવાની જરૂર છે. આવું વારંવાર થઈ રહ્યું છે. શા માટે લોકો વારંવાર કોર્ટમાં આવે છે? કેસની વધુ સુનાવણી માટે 6 માર્ચની તારીખ નક્કી કરવામાં આવી છે.

શેરનું પરદર્શન
સપ્તાહના છેલ્લા કારોબારી દિવસે રિલાયન્સ કમ્યુનિકેશનનો શેર 4.65 ટકાના વધારા સાથે 1.80 રૂપિયા પર પહોંચી ગયો હતો. આ પહેલા ગુરૂવારે પણ તેમાં તેજી જોવા મળી હતી. શેરનો 52 વીકનો હાઈ 2.59 રૂપિયા છે. ઓક્ટોબર 2024માં શેર આ સ્તરે પહોંચ્યો હતો. મે 2024માં શેરની કિંમત 1.47 રૂપિયા હતી. આ શેરનો 52 સપ્તાહનો લો છે. મહત્વનું છે કે 2008માં કંપનીનો શેર આશરે 800 રૂપિયાના સ્તર સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદ શેરમાં 99 ટકાથી વધુનો ઘટાડો થયો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news