એપલનું માર્કેટ કેપ 2 ટ્રિલિયન ડોલર પહોંચ્યું, આ મુકામ હાસિલ કરનારી USની પ્રથમ કંપની

નેસડેક પર બુધવારે સવારે કારોબાર દરમિયાન એપલના શેર  467.77 ડોલર પર પહોંચી ગયા અને આ સાથે કંપનીનું માર્કેટ કેપ 2 ટ્રિલિયન ડોલર પહોંચી ગયું હતું. 
 

એપલનું માર્કેટ કેપ 2 ટ્રિલિયન ડોલર પહોંચ્યું, આ મુકામ હાસિલ કરનારી USની પ્રથમ કંપની

નવી દિલ્હીઃ દિગ્ગજ ટેક કંપની એપલ (Apple)નું માર્કેટ કેપ 2 ટ્રિલિયન ડોલર પહોંચી ગયું છે. આ સિદ્ધિ મેળવનાર તે અમેરિકાની પ્રથમ કંપની છે. કંપનીએ બે વર્ષ પહેલા જ 1 ટ્રિલિયન ડોલરની માર્કેટ કેપ હાસિલ કરી હતી. નેસડેક પર બુધવારે સવારે કારોબાર દરમિયાન એપલના શેર 467.77 ડોલર પર પહોંચી ગયા અને તેની સાથે કંપનીનું માર્કેટ કેપ 2 ટ્રિલિયન ડોલર પહોંચી ગયું છે. આઈફોન બનાવનાર આ કંપની 12 ડિસેમ્બર 1980ના પબ્લિક થઈ હતી અને ત્યારબાદથી કંપનીના શેરમાં 76,000 ટકાનો વધારો થયો છે. 

એપલની સ્થાપના દિવંગત સ્ટીવ જોબ્સે 1976મા પર્સનલ કમ્પ્યૂટરના વેચાણ માટે કરી હતી અને હવે તેણે 2 ટ્રિલિયન ડોલરનું માર્કેટ કેપ હાસિલ કરી લીધું છે. આ રકમ અમેરિકામાં પાછલા વર્ષના કર સંગ્રહની અડધી રકમથી થોડી વધારે છે. એપલે 2 વર્ષ પહેલા 1 ટ્રિલિયન ડોલરની માર્કેટ કેપ હાસિલ કરી હતી. યૂએસ સ્ટીલે 1901મા 1 બિલિયન ડોલરનું માર્કેટ કેપ હાસિલ કર્યું હતું. 

કોરોનાની ભયંકર અસર, એકલા જુલાઈમાં જ 50 લાખ સહિત કુલ આટલા લોકોએ નોકરી ગુમાવી

પરંતુ વિશ્વની વાત કરીએ તો એપલ 2 ટ્રિલિયન ડોલરની માર્કેટ કેપ હાસિલ કરનારી પ્રથમ કંપની નથી. સાઉદી અરામકોએ પાછલા વર્ષે સ્ટોક માર્કેટમાં આવતા આ મુકામ પર પહોંચી ગઈ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news