7th Pay Commission: કર્મચારીઓને ન્યુ યર પહેલા મળી ભેટ! સરકારે કરી નવા પગાર ધોરણની જાહેરાત

7th Pay Commission: કેન્દ્ર સરકાર પણ તેના કર્મચારીઓને સારા સમાચાર આપવાનું વિચારી રહી છે. નવા વર્ષની શરૂઆતમાં કર્મચારીઓના હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) માં વધારો થવાની ધારણા છે.

7th Pay Commission: કર્મચારીઓને ન્યુ યર પહેલા મળી ભેટ! સરકારે કરી નવા પગાર ધોરણની જાહેરાત

નવી દિલ્હીઃ 7th Pay Commission: કેન્દ્ર સરકાર બાદ હવે રાજ્ય સરકારો પણ કર્મચારીઓના પગારમાં વધારો કરી રહી છે. આ ક્રમમાં હિમાચલ પ્રદેશ સરકારે સાતમાં પગાર પંચ (7th Pay Commission) હેઠળ તેના કર્મચારીઓ માટે નવા પગાર ધોરણની જાહેરાત કરી છે. એક સત્તાવાર પ્રવક્તાએ આ માહિતી આપી છે. રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને હવે બે વર્ષમાં નિયમિત કરવામાં આવશે.

રાજ્ય સરકારે કરી છે જાહેરાત
નોંધનીય છે કે, અત્યાર સુધી કોન્ટ્રાક્ટ કર્મચારીઓને ત્રણ વર્ષમાં નિયમિત કરવામાં આવે છે. શનિવારે હિમાચલ પ્રદેશ નોન-ગેઝેટેડ એમ્પ્લોઇઝ ફેડરેશનની સંયુક્ત સંકલન સમિતિ (JCC) ને સંબોધિત કરતી વખતે મુખ્યમંત્રી જય રામ ઠાકુરે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે નવા પગાર ધોરણોની જાહેરાત કરી. આ 1 જાન્યુઆરી 2016 થી લાગુ થશે. માહિતી અનુસાર, જાન્યુઆરી, 2022 નો પગાર સુધારેલા પગાર ધોરણ મુજબ ફેબ્રુઆરી, 2022માં મળવાપાત્ર થશે.

ક્યારે મળશે સંશોધિત પેન્શનનો લાભ 
જય રામ ઠાકુરે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર તેના કુલ બજેટના લગભગ 43% કર્મચારીઓ અને પેન્શનરો પર ખર્ચ કરી રહી છે. સાતમાં પગાર પંચના અમલ બાદ તે વધીને 50 ટકા થઈ જશે. મુખ્યમંત્રીએ કહ્યું કે તમામ પેન્શનરો અને ફેમિલી પેન્શનરોને પણ 1 જાન્યુઆરી, 2016 થી સુધારેલા પેન્શન અને અન્ય પેન્શનના લાભો આપવામાં આવશે.

કેન્દ્ર સરકાર પણ કરી રહી છે તૈયારી
બીજી તરફ કેન્દ્ર સરકાર પણ પોતાના કર્મચારીઓને સારા સમાચાર આપવાનું વિચારી રહી છે. નવા વર્ષની શરૂઆતમાં કર્મચારીઓના હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) માં વધારો થવાની ધારણા છે. જો આમ થશે તો કેન્દ્રીય કર્મચારીઓનો પગાર પણ વધશે. ઈન્ડિયન રેલવે ટેકનિકલ સુપરવાઈઝર એસોસિએશન (IRTS) અને નેશનલ ફેડરેશન ઑફ રેલ્વેમેન (NFIR) દ્વારા કર્મચારીઓની એચઆર વધારવાની માંગ પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે.

શહેર મુજબ મળે છે HRA
નોંધનીય છે કે હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) ની શ્રેણીને X, Y અને Z વર્ગના શહેરો અનુસાર વિભાજિત કરવામાં આવી છે. એટલે કે એક્સ કેટેગરીમાં આવતા કર્મચારીઓને હવે પ્રતિ માસ 5400 રૂપિયાથી વધુ HRA મળશે. આ પછી, Y વર્ગના વ્યક્તિને દર મહિને 3600 રૂપિયા અને પછી Z વર્ગના વ્યક્તિને દર મહિને 1800 રૂપિયા મળશે.

50 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરો X શ્રેણીમાં આવે છે. આ શહેરોમાં કેન્દ્રીય કર્મચારીઓને 27% HRA મળશે. Y શ્રેણીના શહેરોમાં તે 18 ટકા અને Z શ્રેણીમાં 9 ટકા રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news