દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે સુખનો સૂરજ ઉગશે, પાણી પહોંચાડતી બહુ મોટી યોજનાનું જલ્દી થશે લોકાર્પણ
Gujarat Government Scheme : તાપી-કરજણ લીફ્ટ યોજનાનું કેટલું કામ થયું પૂરું? જાણો વિધાનસભામાં શું વિગત થઈ રજૂ… ગુજરાત સરકારના જળ સંપત્તિ રાજ્ય મંત્રી મુકેશ પટેલે જણાવ્યું છે કે, સુરત અને નર્મદા જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે સુવિધા પૂરી પાડવા રૂ. ૬૫૧ કરોડના ખર્ચે નિર્માણધીન તાપી-કરજણ લિફ્ટ યોજનાનું ૯૨% કામ પૂર્ણ થયું છે જેનું લોકાર્પણ ટૂંક સમયમાં કરાશે
Trending Photos
Gujarat Vidhansabha : સુરત અને નર્મદા જિલ્લા માટે રૂ. ૬૫૧ કરોડના ખર્ચે નિર્માણ થનાર તાપી-કરજણ લીફ્ટ યોજનાનું ૯૨% કામ પૂર્ણ થઈ ગયું છે. જેનું ટૂંક સમયમાં લોકાર્પણ કરાશે. સુરત અને નર્મદા જિલ્લાના ૭૩ ગામોના ૫૩,૭૪૮ એકર વિસ્તારને લાભ મળશે. જળ સંપત્તિ રાજ્ય મંત્રી મુકેશ પટેલે ગૃહમાં આ જવાબ આપ્યો છે.
આજે વિધાનસભા ખાતે પૂછાયેલા પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રી મુકેશ પટેલે ઉમેર્યું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાણીનું એક પણ ટીંપુ વેડફાય નહીં અને ખેડૂતોને વધુ ને વધુ સિંચાઈની સુવિધા મળે એ માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને અનેકવિધ સિંચાઈ યોજનાઓ અમલી બનાવી છે. તાપી-કરજણ લીફ્ટ યોજના એ ભારતની પહેલી ઐતિહાસિક સિંચાઈ યોજના છે. જેમાં ૨૧૨ મીટર ઊંચાઈ સુધી પાણી લિફ્ટ કરીને ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવાનું આયોજન છે. આ યોજના થકી સુરત અને ઉંમરપાડાના ૭૩ ગામોમાં ૫૩,૭૪૮ એકર જમીનને સિંચાઈની સુવિધાનો લાભ મળશે. જેમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ૫૧ ગામોમાં ૩૫,૯૪૬ એકર વિસ્તાર અને નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ૨૨ ગામોમાં ૧૭,૮૦૨ એકર વિસ્તારનો સમાવેશ થાય છે.
તેમણે ઉમેર્યું કે આ, યોજના થકી ૯૯ હયાત ચેકડેમ તેમજ ૪ નવા ચેકડેમો મળી કુલ ૧૦૩ ચેકડેમોમાં પાણી ભરવામાં આવનાર છે આ યોજના હેઠળ ચાર પંપિંગ સ્ટેશનનું પણ નિર્માણ કરવામાં આવનાર છે. જેમાં ત્રણ પંપિંગ સ્ટેશનનું કામ પૂર્ણ થયું છે. જ્યારે બે પંપિંગ સ્ટેશનનું ૭૦% કામ પૂર્ણ થયેલ છે જે સત્વરે પૂર્ણ કરાશે તેમ તેમણે ઉમેર્યું હતું.
તાપી કરજણ લિફ્ટ ઈરિગેશન યોજના અંતર્ગત સુરત અને નર્મદાના 73 ગામોને લાભ મળશે. આ યોજના અંતર્ગત 103 ચેકડેમોમાં પાણી અપાશે, જેમાંથી 99 ચેકડેમ બનીને તૈયાર છે. ધારાસભ્ય દર્શન દેશમુખના પ્રશ્ન પર સરકારે ગૃહમાં આ જવાબ આપ્યો છે. આ યોજનામાં ઉમરપાડા અને દિવ્યપાડા વિસ્તારોના 56 ગામોને આવરી લેવામાં આવ્યા છે. જોકે પાણી નદીમાં વહી જતું હોવાની સામે સ્થાને કક્ષાએ સિંચાઈ માટે પાણી આપી શકાય એ દિશામાં સરકાર વિચારી રહી છે. ગણપત વસાવાના પ્રશ્નના જવાબમાં મંત્રી મુકેશ પટેલે આ જવાબ આપ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે