Chilli farming: મરચાંની ખેતી ખેડૂતો માટે ATM, ઓછા ખર્ચે બંપર ઉત્પાદન, 1 એકરની ખેતી કરી શકે છે માલામાલ
Chilli farming: ખેડૂતોની આર્થિક સ્થિતિ હાઈબ્રિડ ખેતીથી સુધરી રહી છે. ખાસ કરીને લીલા મરચાંની ખેતી ખેડૂતો માટે એટીએમ સાબિત થઈ શકે છે. આ ખેતી ઓછા ખર્ચે વધુ નફો કેવી રીતે કરાવે ચાલો તમને જણાવીએ.
Trending Photos
Chilli farming: ઉત્તરપ્રદેશ રાજ્યના ખેડૂતોની આર્થિક સ્થિતિ લીલાં મરચાંની ખેતીથી બદલી રહી છે. અહીં ખેડૂતો હાઈબ્રિડ મરચાંની ખેતી કરીને આર્થિક સ્થિતિ સુધારી રહ્યા છે. આ ખેતીથી ખેડૂતોની આવક પણ વધી છે. અહીંના મરચાં દેશભરના માર્કેટમાં સારા ભાવમાં વેંચાઈ રહ્યા છે.
સામાન્ય રીતે શિયાળાની શરુઆતમાં હાઈબ્રિડ મરચાંની ખેતી શરુ થાય છે. જ્યારે 60 દિવસની અંદર જ ખેતરમાં બંપર ઉત્પાદન શરુ થઈ શકે છે. એક એકરમાં 80 ક્વિંટલ લીલા મરચાંનું ઉત્પાદન થઈ શકે છે. આ મરચા 100 થી 200 રુપિયે કિલોના ભાવથી બજારમાં વેંચાય છે. જેના કારણે ખેડૂતોનો નફો પણ વધી શકે છે.
કેટલાક જિલ્લાઓમાં હાઈબ્રિડ મરચાંની ખેતીને ખેડૂતો એટીએમ ક્રોપ પણ કહે છે. કારણ કે તેમાં ખેડૂતોને સમયે સમયે સારો નફો થાય છે. ખેડૂતો મરચાંની ખેતીમાં યોગ્ય ખાતર અને પ્લાંટેશનની ખાસ ટેકનીક વાપરે છે.
આ ખેતી કરતાં ખેડૂતોનું કહેવું છે કે લીલા મરચાંની ખેતીમાં એક એકર માટે 100 ગ્રામ બીજ પુરતા છે. મરચાનો પાક સારો થાય તે માટે યોગ્ય તડકો અને પાણી મળે તે જરૂરી હોય છે. આ ખેતીમાં જૈવિક ખાતરનો ઉપયોગ કરવાથી ઓછા ખર્ચે બંપર ઉત્પાદન મળે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે