Watch Video: Shocking! ગોપાલ કંપનીના ગાંઠીયાના પેકેટમાંથી મરેલો ઉંદર નીકળ્યો, ખાધા બાદ બાળકીને થઈ ખતરનાક બીમારી
આજકાલ જે રીતે બજારમાં પેકેટ કલ્ચર ઊભું થયું છે તે બાળકો માટે ખરેખર ઘાતક નીવડી રહ્યું છે. સાબરકાંઠાના પ્રેમપુર ગામમાં એક બાળકીને પેકેટના ગાંઠીયા ખાવા ભારે પડી ગયા. બાળકી મોતના મુખ સુધી પહોંચી ગઈ. વધુ વિગતો ખાસ જાણો.
Trending Photos
ગુજરાતની એક જાણીતી ગોપાલ કંપનીના સીલબંધ નમકીન પેકેટમાંથી મરેલો ઉંદર નીકળી આવતા હડકંપ મચી ગયો છે. બાળકી આરામથી નમકીન ખાતી હતી આ દરમિયાન અંદરથી મરેલો ઉંદર નીકળ્યો. એવું કહેવાય છે કે બાળકીને આ પેકેટનું નમકીન ખાવાનું ભારે પડી ગયું. કારણ કે હવે તેને ડાયેરિયા થઈ ગયો છે. આ ઘટના ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પ્રેમપુર ગામની છે.
બાળકીના પિતાના જણાવ્યાં મુજબ તેની પત્ની તેની પુત્રીને એક જાણીતી કંપનીના નમકીનનું પેકેટ ખવડાવી રહી હતી. બાળકીને અચાનક ઝાડા ઉલ્ટી થવા લાગ્યા અને તપાસ કરવામાં આવતા પેકેટમાંથી મરેલો ઉંદર નીકળ્યો. બાળકી બીમાર પડી ગઈ અને તેને સારવાર માટે દાવડ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પરિવારે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ્સને બેદરકારી બદલ નમકીન કંપની વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગણી કરી છે.
પહેલા પણ ઘટી ચૂકી છે આવી ઘટનાઓ
આ કોઈ પહેલી ઘટના નથી. આ પ્રકારની ઘટનાઓ અગાઉ પણ ઘટી ચૂકી છે. આવો જ કઈક મામલો કાવેરી જળ વિવાદ અંગે ખેડૂતો દ્વારા બોલાવાયેલા બંધના એલાન વખતે સામે આવ્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન સુરક્ષા ડ્યૂટી પર તૈનાત પોલીસકર્મીઓ માટે જે નાસ્તો આપવામાં આવ્યો તેમાં મરેલો ઉંદર નીકળ્યો હતો. આ ઘટના 2023ની છે.
આ પડીકામાં નમકીન નથી ઝેર છે ઝેર!, ગોપાલ કંપનીના ગાંઠિયાના પેકેટમાંથી નીકળી મૃત ઉંદરડી...#gopalnamkeen #gujarat #sabarkantha #news #mouse pic.twitter.com/fgXkfiyEFw
— Zee 24 Kalak (@Zee24Kalak) January 10, 2025
ખાતા પહેલા તપાસો
આવા સમાચાર આવતા રહે છે અને લોકોએ હવે ખુબ સતર્ક રહેવાની જરૂર છે. કારણકે જ્યારે પણ તમે બજારમાંથી કઈ ખરીદો તેને ખાતા પહેલા એકવાર ચેક કરવું ખુબ જરૂરી છે. તમારા ઘરમાં બાળકો જે વસ્તુ ખાતા હોય તે ખુબ જ સ્વચ્છ અને સ્વસ્થ હોય તે જરૂરી છે. કારણ કે એક નાની બેદરકારી તમારા કે ઘરના નાના મોટા વ્યક્તિ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે