Anushka-Virat: અનુષ્કા શર્માએ પકડ્યો ભક્તિનો માર્ગ, પ્રેમાનંદજી પાસે માંગ્યા એવા આશીર્વાદ કે મહારાજની આંખમાં પણ પાણી આવી ગયા
Anushka-Virat: ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા સોશિયલ મીડિયા પર છવાયેલા છે. તાજેતરમાં તેઓ પ્રેમાનંદજી મહારાજને મળ્યા હતા. તે સમયનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. અનુષ્કા શર્માના મહારાજજીએ પણ વખાણ કર્યા.
Trending Photos
Anushka-Virat: ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા પોતાના બંને બાળકો સાથે તાજેતરમાં વૃંદાવનમાં રમણરેતી સ્થિત શ્રી રાધા કેલી કુંજ આશ્રમમાં પહોંચ્યા હતા. આ આશ્રમમાં તેઓ પ્રેમાનંદજી મહારાજને મળવા પહોંચ્યા હતા. આ વિડીયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અનુષ્કા શર્મા પ્રેમાનંદજી મહારાજની સામે દંડવત થઈને તેમના આશીર્વાદ લઈ રહી છે અને વિરાટ કોહલી પણ મહારાજ શ્રી ને નક મસ્તક થાય છે. મહારાજના દર્શન કરીને વિરાટ કોહલી એકદમ શાંત હોય છે જ્યારે અનુષ્કા તેમની પાસે ખાસ આશીર્વાદ માંગે છે. બંનેની સાદગી જોઈને મહારાજની આંખમાં પણ પાણી આવી જાય છે.
જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં અનુષ્કા પ્રેમાનંદજી મહારાજના દર્શન કરીને તેમના આશીર્વાદ લઇ છે અને સાથે જ કહે છે કે તેના મનમાં કેટલાક પ્રશ્નો હતા પરંતુ જ્યારે તે આ પહેલા આશ્રમમાં આવી હતી ત્યારે તેના મનના પ્રશ્નો કોઈને કોઈ પૂછી લેતા હતા. ત્યાર પછી જ્યારે ફરીથી આશ્રમમાં આવવાનું થયું તો તેના મનમાં જે પ્રશ્નો હતા તેના જવાબ બીજા દિવસે તેને મળી ગયા. આ વાત કહીને અનુષ્કા શર્મા પ્રેમાનંદજી મહારાજ પાસેથી બસ પ્રેમ અને ભક્તિના આશીર્વાદ માંગે છે. અનુષ્કા શર્મા કહે છે કે પ્રેમ અને ભક્તિથી ઉપર કંઈ જ નથી બસ તેને તે જ જોઈએ છે.
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી તેના બંને બાળકો સાથે આશ્રમ પહોંચ્યા હતા. જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં પ્રેમાનંદજી મહારાજ બંનેના વખાણ કરે છે અને કહે છે કે તેમણે દુનિયાભરમાં જે પ્રસિદ્ધિ મેળવી છે ત્યાર પછી ભક્તિના માર્ગે આગળ વધવું મુશ્કેલ કામ છે. સાથે જ પ્રેમાનંદજી મહારાજ વિરાટ કોહલીને અભ્યાસ અને પ્રારબ્ધનું મહત્વ પણ સમજાવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે