રવિન્દ્ર જાડેજાએ બધાને ચોંકાવ્યા, અચાનક આ પોસ્ટ જોઈને ફેન્સના શ્વાસ અદ્ધર થયા, ક્રિકેટ જગતમાં ખળભળાટ

ક્રિકેટ જગતમાં જડ્ડુના નામથી પ્રખ્યાત રવિન્દ્ર જાડેજાએ અચાનક ઈન્સ્ટાગ્રામ પર એક એવી સ્ટોરી શેર કરી કે જોઈને ફેન્સ આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે અને ભાત ભાતની અટકળો અને અનુમાન થવા લાગ્યા છે. 

રવિન્દ્ર જાડેજાએ બધાને ચોંકાવ્યા, અચાનક આ પોસ્ટ જોઈને ફેન્સના શ્વાસ અદ્ધર થયા, ક્રિકેટ જગતમાં ખળભળાટ

બોર્ડર ગાવસ્કર ટ્રોફી (BGT)માં ટીમ ઈન્ડિયાએ 1-3થી શર્મનાક હારનો સામનો કરવો પડ્યો, જેના પગલે ટીમ ઈન્ડિયાના દિગ્ગજ રોહિત શર્મા અને વિરાટ  કોહલીની નિવૃત્તિની ચર્ચાઓ થવા લાગી. પરંતુ આ બધા વચ્ચે સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ બધાને ચોંકાવી દીધા છે. જાડેજાએ ઈન્સ્ટાગ્રામ પર એક એવી પોસ્ટ શેર કરી કે ખળભળાટ મચી ગયો. ફેન્સ જાડેજાની આ પોસ્ટ બાદ અનેક પ્રકારના અનુમાન કરતા જોવા મળી રહ્યા છે. 

શું છે જાડેજાનો સંકેત?
ભારતના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક એવી તસવીર શેર કરી. આ ફોટામાં તેમણે પોતાની ટેસ્ટ જર્સીનો ફોટો શેર કર્યો અને આ પોસ્ટ હવે ટ્વિટર પર ખુબ વાયરલ થઈ રહી છે. ફેન્સ સવાલ કરી રહ્યા છે કે આ પોસ્ટનો શું અર્થ છે. અનેક લોકોનું કહેવું છે કે ક્યાંક તેમણે નિવૃત્તિ તો નથી લઈ લીધી ને? જો કે જાડેજાએ પોતાના આ પોસ્ટમાં કશું જ લખ્યું નથી. 

— Tanuj Singh (@ImTanujSingh) January 10, 2025

ટેસ્ટમાં ફ્લોપ રહ્યા જાડેજા
ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર જાડેજાનું કઈ ખાસ પ્રદર્શન જોવા મળ્યું નહીં. તેમણે ત્રણ મેચોમાં ફક્ત 4 વિકેટ લીધી અને બેટથી પણ 27ની એવરેજથી રન કર્યા. આ બધા વચ્ચે એવા પણ સમાચાર વહેતા થયા કે જડ્ડુ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ડ્રોપ થઈ શકે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ સિલેક્ટર્સ જાડેજાથી આગળનું વિચારી રહ્યા છે. 

19 ફેબ્રુઆરીથી ટુર્નામેન્ટ
વનડે વર્લ્ડ કપ 2023માં જાડેજા ટીમનો ભાગ હતા. પરંતુ આ વખતે તેમની ટીમ ઈન્ડિયામાં સામેલ થાય કે કેમ તેના પર જોખમ તોળાઈ રહ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત 19 ફેબ્રુઆરીથી થશે  અને ટીમ ઈન્ડિયા પોતાના અભિયાનની શરૂઆત 22 ફેબ્રુઆરીથી કરશે. હવે જોવાનું  એ રહેશે કે જાડેજાને સ્ક્વોડમાં સામેલ કરાય છે કે નહીં. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news