જો તમે આ નોકરી કરતા હોવ તો સાવધાન! AI છીનવી લેશે આ 7 પ્રકારની નોકરી, જાણો કેમ અત્યારથી તોળાઈ રહ્યું છે જોખમ
આવનારા સમયમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ શકે છે. આ વધુ પડતો ઉપયોગ કેટલીક નોકરીઓ પણ ખાઈ શકે છે. જાણો કઈ નોકરીઓ પર તોળાઈ રહ્યું છે જોખમ?
Trending Photos
દુનિયામાં ઝડપથી પગપેસારો કરી રહેલા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AI જ્યાં ટેક્નોલોજી માટે સારું ગણાય છે ત્યાં નોકરીઓ મુદ્દે તે ખતરનાક સાબિત થવાના સંકેતો આપી રહ્યું છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમે હાલમાં જ એક સ્ટડી હાથ ધર્યો જેમાં એ વાતનો ખુલાસો કરાયો કે 2030 સુધીમાં AI અનેક સેક્ટર્સમાં નોકરીઓને કાં તો ખતમ કરી નાખશે અથવા તો પછી તેમાં ઘટાડો થઈ જશે.
AI ના કારણે આ 7 પ્રકારની નોકરીઓ પર જોખમ
વર્લ્ડ ઈકોનોમિક ફોરમે 2025 માટે બહાર પાડેલા પોતાા રિપોર્ટમાં કહ્યું છે કે આવનારા સમયમાં AI ના કારણે લગભગ 22% નોકરીઓ પર અસર પડશે. કેટલીક નોકરીઓ તો સંપૂર્ણ પણે ખતમ થઈ જશે જ્યારે કેટલાકમાં ઘટાડો જોવા મળી શકે છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના કારણે જે 7 પ્રકારની નોકરીઓ પર સૌથી વધુ જોખમ તોળાઈ રહ્યું છે તેમાં કેશિયર, ટિકિટ ક્લાર્ક, એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ, સેક્રેટેરિયલ પોસ્ટ, ક્લાર્ક, બેંક ટેલર અને ડેટા એન્ટ્રી ઓપરેટર જેવી નોકરીઓ છે.
નોકરીઓ માત્ર જશે જ નહીં, મળશે પણ ખરી
જો કે WEFના રિપોર્ટમાં એ વાત ઉપર પણ ભાર મૂક્યો છે કે AI ના કારણે ફક્ત નોકરીઓ જશે એવું નથી, નોકરીઓ મળશે પણ ખરી. એઆઈના પગલે આવનારા કેટલાક વર્ષોમાં લગભગ 7.8 કરોડ નોકરીઓ જશે. રિપોર્ટમાં કહેવાયું છે કે કેટલાક કામ એવા છે કે જેમની જગ્યા એઆઈ ક્યારેય લઈ શકે તેમ નથી. જેમાં ડિલિવરી સર્વિસ, કન્સ્ટ્રક્શન, ખેતીવાડી, ફૂડ પ્રોસેસિંગ જેવા ક્ષેત્રો સાથે જોડાયેલા કામો છે. અહીં માણસના મગજ વગર કશું થઈ શકશે નહીં. આ ઉપરાંત ક્રિએટિવિટી રિલેટેડ નોકરીઓ ઉપર પણ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની કોઈ અસર નહીં પડે.
શું છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AI એક એવી ટેક્નોલોજી છે જેના દ્વારા મશીનો માણસ જેવી તર્કશક્તિનો ઉપયોગ કરીને પોતે નિર્ણય લેવામાં અને પરિણામ આપવામાં સક્ષમ છે. આ ટેક્નોલોજીથી માણસનું કામ સરળ બનાવવાની સાથે તેને વધુ સારું બનાવવામાં મદદ મળશે. આવનારા સમયમાં આ ટેક્નોલોજી દ્વારા દુનિયાભરની ઈન્ડસ્ટ્રીમાં ઘણો બદલાવ જોવા મળશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે