Covid 19: કોરોનાના વધુ એક વેરિએન્ટથી વિશ્વમાં ફરી ફફડાટ; ચીનમાં મળી આવ્યો કોરોનાનો નવો વેરિએન્ટ

Covid 19: ફરી એકવાર કોરોના વાયરસને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ચાઇનીઝ વાઇરોલોજિસ્ટની ટીમે ચામાચીડિયામાં મળી આવતા નવા કોરોના વાયરસની શોધ કરી છે. ‘HKU5’ એ કોરોના વાયરસનું નવું સ્વરૂપ છે.

Covid 19: કોરોનાના વધુ એક વેરિએન્ટથી વિશ્વમાં ફરી ફફડાટ; ચીનમાં મળી આવ્યો કોરોનાનો નવો વેરિએન્ટ

Covid 19: કોરોનાના વધુ એક વેરિએન્ટથી વિશ્વમાં ફરી એકવાર ફફડાટ વધ્યો છે. જી હા...ચીનમાં કોરોનાનો નવો વેરિએન્ટ મળી આવ્યો છે. ચામાચીડિયામાંથી મળેલો નવો વાયરસ ખુબ ખતરનાક હોવાનું માનવામાં આવે છે. નવો વાયરસ જૂના કોરોના જેટલો જ સ્પ્રેડ થાય છે. ચીનના વુહાનમાંથી જ નવો વાયરસ શોધાયો છે. કોરોના શોધનારા વૈજ્ઞાનિક શી ઝેંગે જ દાવો કર્યો છે. વર્ષ 2020 જેવી સ્થિતિનું નિર્માણ ન થાય તે માટે પ્રયાસ શરૂ કરી દેવામાં આવ્યા છે. 2020ના કોરોનાએ 70 લાખ લોકોનો ભોગ લીધો હતો. 

કોરોના વાયરસનો વિચાર આવતા જ લોકો ડરી જાય છે. કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો હતો. ભારતમાં પણ ઘણા લોકો તેનાથી પ્રભાવિત થયા છે. ફરી એકવાર આ સાથે જોડાયેલા સમાચાર સામે આવ્યા છે. તમને જણાવી દઈએ કે ચાઈનીઝ વાઈરોલોજિસ્ટની ટીમે ચામાચીડિયામાંથી બનતા એક નવા કોરોના વાયરસની શોધ કરી છે, જે મનુષ્યોમાં પણ ફેલાવવાનો ખતરો છે.

મીડિયામાં પ્રકાશિત એક સમાચારમાં આ માહિતી આપવામાં આવી છે. આ અભ્યાસનું નેતૃત્વ વિવાદાસ્પદ 'વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી' (WIV)ના ચાઇનીઝ વાઇરોલોજિસ્ટ શી ઝેંગલીએ કર્યું હતું. કહેવામાં આવે છે કે WIV દ્વારા કથિત રીતે કોવિડ-19 ફેલાયો હતો. ચામાચીડિયામાંથી ઉદ્ભવતા વાઈરસ પરના સંશોધન માટે 'બેટ વુમન' તરીકે ઓળખાતા શી અને ચીની સરકારે પણ વુહાન લેબોરેટરીમાંથી વાયરસ ફેલાવાનો ઈનકાર કર્યો હતો.

કોરોનાનું નવું સ્વરૂપ
લેટેસ્ટ વાયરસ એ 'HKU5' કોરોના વાયરસનું નવું સ્વરૂપ છે, જે હોંગકોંગમાં જાપાનીઝ પીપિસ્ટ્રેલ ચામાચીડિયામાં પહેલીવાર ઓળખવામાં આવ્યું હતું. હોંગકોંગ સ્થિત 'સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ'ના સમાચાર અનુસાર આ નવો વાયરસ 'Merbecovirus' સબટાઈપમાંથી આવ્યો છે, જેમાં મિડલ ઈસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (MERS) નું કારણ બનેલા વાયરસનો પણ સમાવેશ થાય છે. સમાચાર મુજબ, મંગળવારે 'સેલ' જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં શીના નેતૃત્વ હેઠળની વાઈરોલોજિસ્ટ્સની ટીમે લખ્યું, "અમે HKU5-CoV ના એક અલગ વંશાવલી (વંશ 2)ની ઓળખ કરી છે, જે માત્ર ચામાચીડિયા અને મનુષ્યોમાં જ નહીં પરંતુ સમાન મૂળની સમાન આનુવંશિક લાક્ષણિકતાઓ ધરાવતા વિવિધ સસ્તન પ્રાણીઓમાં પણ ફેલાય છે.

આ અંગે સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે જ્યારે વાયરસને ચામાચીડિયાના નમૂનાઓમાંથી અલગ કરવામાં આવ્યો હતો, ત્યારે જાણવા મળ્યું હતું કે તે માનવ કોષો તેમજ કૃત્રિમ રીતે ઉગાડવામાં આવેલા કોષો અથવા પેશીઓના નાના જૂથોને સંક્રમિત કરી શકે છે, જે નાના શ્વસન અથવા આંતરડાના અંગો જેવા દેખાતા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news