ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
Ind vs Pak : ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં આજે એટલે કે 23 ફેબ્રુઆરીએ દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન છઠ્ઠી વખત આમને-સામને છે. આ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાને ટીમ ઈન્ડિયા સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
Trending Photos
Ind vs Pak : ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં આજે એટલે કે 23 ફેબ્રુઆરીએ દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ રહી છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત અને પાકિસ્તાન છઠ્ઠી વખત આમને-સામને છે. આ મેચમાં પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાને ટીમ ઈન્ડિયા સામે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ ટૂર્નામેન્ટમાં બીજી વખત આવું બની રહ્યું છે જ્યારે કેપ્ટન રોહિત શર્મા ટીમ માટે કમનસીબ સાબિત થયો અને ટોસ હારી ગયો.
20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં પણ ભારતે ટોસ હાર્યો હતો. ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પાકિસ્તાને ટોસ જીત્યા બાદ ભારતે વન-ડે ઈન્ટરનેશનલમાં સતત 12 વખત ટોસ હારવાનો શરમજનક રેકોર્ડ નોંધાવ્યો છે. આ પહેલા આ રેકોર્ડ નેધરલેન્ડની ટીમના નામે હતો. નેધરલેન્ડની ટીમ 2011 થી 2013 વચ્ચે સતત 11 ટોસ હારી હતી.
ભારતનો ટોસ હારવાનો સિલસિલો ઓસ્ટ્રેલિયા સામે 2023 ODI વર્લ્ડ કપથી શરૂ થયો હતો. આ પછી ભારતે દક્ષિણ આફ્રિકા, શ્રીલંકા અને ઈંગ્લેન્ડ સામે ત્રણ મેચની વનડે શ્રેણી રમી, પરંતુ તમામ નવ મેચોમાં ટોસ હાર્યો. આ પછી ચેમ્પિયન્સ ટ્રોફીની પ્રથમ મેચમાં પણ ભારત બાંગ્લાદેશ સામે ટોસ હાર્યું હતું. અગાઉ ભારતે ટોસ હારેલી 11 મેચોમાંથી છમાં જીત મેળવી હતી, જ્યારે ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. શ્રીલંકા સામેની એક મેચ ટાઈ રહી હતી. ભારતીય ટીમ સતત 12 ટોસ હારી છે, જેમાંથી રોહિત શર્માએ 9 મેચમાં કેપ્ટનશિપ કરી છે.
આજની મેચમાં પણ ભારતે ટોસ હાર્યો હતો. આજે પાકિસ્તાને તેની ટીમમાં એક ફેરફાર કર્યો છે - ફખર ઝમાન ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર છે અને તેની જગ્યાએ ઈમામ-ઉલ-હકનો સમાવેશ કરવામાં આવ્યો છે. બીજી તરફ ભારતે પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે