ઓક્સફોર્ડની કોરોના વેક્સિનની ટ્રાયલ રોકવામાં આવી, WHOએ આપ્યું મહત્વનું નિવેદન

વિશ્વ આરોગ્ય સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે, અમે ઝડપની વાત કરી રહ્યાં છીએ, તેનો મતલબ તે નથી કે સુરક્ષા સાથે સમજુતી કરવામાં આવશે. 
 

ઓક્સફોર્ડની કોરોના વેક્સિનની ટ્રાયલ રોકવામાં આવી, WHOએ આપ્યું મહત્વનું નિવેદન

લંડનઃ ઓક્સફોર્ડ યુનિવર્સિટીની કોરોના વેક્સિન (Oxford University COVID-19 vaccine) ની ટ્રાયલ રોકી દેવામાં આવી છે. ટ્રાયલમાં ભાગ લઈ રહેલા એક બ્રિટિશ વોલેન્ટિયરના બીમાર પડવાને કારણે આ પગલું ભરવામાં આવ્યું છે. આ વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કહ્યું કે, કોરોના વેક્સિનના મામલામાં સર્વોચ્ચ સુરક્ષા અમારી પ્રાથમિકતા છે. ઓક્સફોર્ડની સાથે મળીને બાયોફાર્માસ્યુટિકલ ફર્મ એસ્ટ્રાઝેનેકા આ વેક્સિનને તૈયાર કરી રહી છે. 

વિશ્વ આરોગ્ય સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે, અમે ઝડપની વાત કરી રહ્યાં છીએ, તેનો મતલબ તે નથી કે સુરક્ષા સાથે સમજુતી કરવામાં આવશે. વેક્સિન બનાવવાની પ્રક્રિયામાં બધા નિયમોનું પાલન થવું જોઈએ. લોકોને દવાઓ અને વેક્સિન આપતા પહેલા તેની સુરક્ષાની તપાસ જરૂરી છે. 

તમને જણાવી દઈએ કે પહેલા અને બીજા તબક્કામાં સફળ રહ્યાં બાદ વેક્સિનની ટ્રાયલનો ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે. આગામી વર્ષની શરૂઆતમાં બજારમાં આવવાની આશા કરવામાં આવી રહી છે. વેક્સિનના ત્રીજા તબક્કામાં અમેરિકા, બ્રિટન, બ્રાઝિલ તથા દક્ષિણ આફ્રિકાના આશરે 30,000 વોલેન્ટિયર જોડાયા છે. આ ચારેય દેશોમાં ટ્રાયલ રોકવામાં આવી છે. 

નોબેલ શાંતિ પુરસ્કાર 2021 માટે નોમિનેટ થયા ડોનાલ્ડ ટ્રમ્પ, આ મહત્વનો કરાર બન્યું મોટું કારણ

જલદી શરૂ થશે પરીક્ષણ
એસ્ટ્રોઝેનેકાના પ્રવક્તાએ કહ્યું કે, વેક્સિનની વૈશ્વિક સ્તર પર ચાલી રહેલી ટ્રાયલ દરમિયાન પોતાની માનક પ્રક્રિયા હેઠળ અમે સ્વતંત્ર કમિટી પાસે સમીક્ષાવ માટે હાલ ટ્રાયલ રોકી દીધી છે. તેમણે જણાવ્યું કે, વિપરીત પ્રભાવ માત્ર એક વોલેન્ટિયર પર જોવા મળ્યો છે. અમારી ટીમ તેની સમીક્ષા કરી રહી છે, જેનાથી ટ્રાયલની ટાઇમલાઇન પર કોઈ પ્રભાવ પડ્યો નથી. અમે સંપૂર્ણ સુરક્ષા તથા નક્કી માપદંડો પ્રમાણે ટ્રાયલ માટે પ્રતિબદ્ધ છીએ. આશા છે કે જલદી ફરી ટ્રાયલ શરૂ થઈ જશે. 

ભારતમાં નથી રોકાય ટ્રાયલ, ડીસીજીઆઇની નોટિસ
વેક્સિનની ભારતમાં ટ્રાયલ કરી રહેલ સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (એસઆઈઆઈ)એ અહીં ટ્રાયલ ન રોકવાની જાણકારી આપી છે. આ મામલામાં સેન્ટ્રલ ડ્રગ રેગ્યુલેટર ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ (ડીસીજીઆઈ) ડો. વીવી સોમાનીએ વિદેશમાં ઓક્સફોર્ડની વેક્સિનની ટ્રાયલ રોકાવાની જાણકારી ન આપવાના મામલામાં એસઆઇઆઇને કારણ દર્શાવો નોટિસ ફટકારી છે. તેમાં પૂછવામાં આવ્યું કે, સુરક્ષાના કારણોને જોતા હાલ ટ્રાયલ પર પ્રતિબંધ કેમ ન લગાવાયો. તેના પર પ્રતિક્રિયા આપતા એસઆઇઆઇના ડીસીજીઆઈના નિર્દેશોનું પાલન કરવાની વાત કહી છે, સાથે કહ્યું કે, હજુ તેમને ટ્રાયલ રોકવાના નિર્દેશ મળ્યા નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news