ગુજરાતીઓને ભારે પડ્યો વિદેશનો મોહ! અમેરિકા જવાનું સપનું તૂટ્યું, જમૈકામાં 150થી વધુ ભારતીયો પકડાયા

વળી પાછો એક એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં આખે આખું પ્લેન ભાડે કરીને ભારતીયોને (તેમાં પણ ગુજરાતીઓ તો ખરા) અમેરિકામાં ઘૂસાડવાનું એક મોટું ષડયંત્ર સામે આવ્યું છે. રિપોર્ટ્સ મુજબ દુબઈથી આ પ્લેને ઉડાણ ભરી હતી અને કેરેબિયન દેશ જમૈકા પહોંચ્યું હતું. 

ગુજરાતીઓને ભારે પડ્યો વિદેશનો મોહ! અમેરિકા જવાનું સપનું તૂટ્યું, જમૈકામાં 150થી વધુ ભારતીયો પકડાયા

વિદેશ જવાનો મોહ એક એવો મોહ છે જે અનેક પડકારો, સમસ્યાઓ સામે આવવા છતાં લોકોને છૂટતો નથી. તેના માટે ગમે તે કરી છૂટે છે. પછી એવી મુશ્કેલીઓમાં મૂકાઈ જાય કે જેમાંથી બહાર નીકળતા દમ નીકળી જતો હોય છે. વળી પાછો એક એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં આખે આખું પ્લેન ભાડે કરીને ભારતીયોને (તેમાં પણ ગુજરાતીઓ તો ખરા) અમેરિકામાં ઘૂસાડવાનું એક મોટું ષડયંત્ર સામે આવ્યું છે. રિપોર્ટ્સ મુજબ દુબઈથી આ પ્લેને ઉડાણ ભરી હતી અને કેરેબિયન દેશ જમૈકા પહોંચ્યું હતું. 

પ્લેનમાં 200થી વધુ લોકો સવાર
આ પ્લેનમાં 253 લોકો સવાર હતા જેમાંથી 150થી વધુ ભારતીયો હતા અને તેમાં પણ ગુજરાતીઓ અને પંજાબીઓ વધુ હતા. આ ઉપરાંત ઉઝબેકિસ્તાનના પણ નાગરિકો હતા.  આ ઘટના જો કે લગભગ 6 દિવસ પહેલાની છે. મળતી માહિતી મુજબ જમૈકાના કેપિટલ સિટી કિંગ્સ્ટનમાં આવેલા નોર્મન મેન્લી એરપોર્ટ પર 2 મેના રોજ એક ફ્લાઈટ લેન્ડ થઈ હતી. એરપોર્ટ પરના અધિકારીઓને પૂછપરછ દરમિયાન તેમના પર શંકા ગઈ હતી. જમૈકાના સ્થાનિક મીડિયા Gleanerના રિપોર્ટમાં નામ ન જણાવવાની શરતે એક ઈમિગ્રેશન અધિકારીએ એવું જણાવ્યું હતું કે જમૈકા આવવાનો તેમનો હેતુ ત્યાં પાંચ દિવસ રહેવાનો હતો પરંતુ તેમની પાસે તો ફક્ત એક જ દિવસ ત્યાં રોકાવાનો ટ્રાવેલ પ્રોગ્રામ હતો. આ લોકોને હોટલમાં નજરકેદ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ એવું કહેવાય છે કે તમામ પેસેન્જરો અમેરિકામાં ઘૂસવાની તૈયારી કરી રહ્યા હતા. 

ક્યાંથી ઉપડી ફ્લાઈટ
મળતી માહિતી મુજબ ભારતીયોને લઈને આ ફ્લાઈટ દુબઈથી રવાના થઈ હતી અને ઈજિપ્તના કેરોમાં પણ ઉતરણ કર્યું હતું. આ ફ્લાઈટમાં ભારતીયો ઉપરાંત ત્યાંથી ઉઝબેકિસ્તાનના નાગરિકો પણ બેઠા હતા. તમામને લઈને ફ્લાઈટ કેરેબિયન ટાપુ જમૈકા પહોંચી જ્યાં ગડબડી સામે આવી. ફ્લાઈટ જર્મન કંપની (USC)ની છે. 

ઉત્તર  ગુજરાતના નાગરિકો?
મીડિયા રિપોર્ટ મુજબ એવી પણ માહિતી સામે આવી રહી છે કે વાયા વાયા થઈને અમેરિકા ઘૂસવાની ફિરાકમાં પ્લેનમાં સવાર થયેલા લોકોમાંથી મોટા ભાગના ભારતીયો અને તેમાં પણ ઘણા ગુજરાતીઓ અને તે પણ ઉત્તર ગુજરાત સાઈડના હોવાનું સામે આવ્યું છે. અમેરિકામાં આ રીતે ઘૂસવાના પ્લાનિંગમાં કેટલાક ગુજરાતીઓ એજન્ટોની પણ ભૂમિકા સામે આવી હોવાનું કહેવાય છે. 

પ્લેન ઉડી ગયું હોવાની ધારણા
એવું માનવામાં આવી રહ્યું છે કે 6 દિવસ સુધી આ મુસાફરોને હોટલમાં રાખી પૂછફરછ કરીને મંગળવારે પ્લેનને ટેક ઓફ માટે મંજૂરી આપી દેવાઈ. પ્લેન જો કે ક્યાં ગયું તેની કોઈ જાણકારી નથી. 

અત્રે જણાવવાનું કે આ કોઈ પહેલો કિસ્સો નથી. કારણ કે પાંચેક મહિના પહેલા ફ્રાન્સમાં પણ આ જ પ્રકારનો કિસ્સો જોવા મળ્યો હતો. 303 ભારતીયોથી ભરેલા પ્લેનને રોકવામાં આવ્યું હતું. પ્લેન દુબઈથી નિકારાગુઆ જઈ રહ્યું હતું. ફ્યુલિંગ માટે રોકાતા ફ્રાન્સ ઓથોરિટીને શંકા ગઈ હતી. સમગ્ર તપાસમાં હ્યુમન ટ્રાફિકિંગનો મામલો સામે આવ્યો હતો.  303માંથી 276 લોકોને નિકારાગુઆને બદલે ભારત મોકલી દેવાયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news