US Presidential Elections: અમેરિકામાં ઘટી રહી છે ટ્રમ્પની અસર? ટાઉન હોલમાં જો બાઇડને પછાડ્યા


US Presidential Election: અમેરિકામાં ચાલી રહેલા રાષ્ટ્રપતિ ચૂંટણી પ્રચારમાં ડોમાલ્ડ ટ્રમ્પ જો બાઇડેનથી પછડાતા જોવા મળી રહ્યા છે. બંન્ને વચ્ચે ડિબેટ ટળ્યા બાદ યોજાયેલી ટાઉન હોલ ઇવેન્ટમમાં બાઇડેનને વધુ દર્શક મળ્યા છે. 
 

US Presidential Elections: અમેરિકામાં ઘટી રહી છે ટ્રમ્પની અસર? ટાઉન હોલમાં જો બાઇડને પછાડ્યા

ન્યૂયોર્કઃ અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ચાલી રહેલા જોરદાર પ્રચાર વચ્ચે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડેન અને રિપબ્લિક પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે યોજાનારી પ્રેસિડેન્શિયલ ડિબેટ રદ્દ થઈ ગઈ હતી. ત્યારબાદ બંન્ને નેતાઓએ એક ટાઉન હોલ ઇવેન્ટ આયોજીત કરવાનો નિર્ણય લીધો હતો. ખાસ વાત તે રહી કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના મુકાબલે વધુ લોકોએ બાઇડેનનો કાર્યક્રમ જોયો હતો. 

ત્રણ ચેનલો છતા ટ્રમ્પ રહ્યા પાછળ
નીલસન કંપનીએ કહ્યું કે, બાઇડેનના ટાઉન હોલને એબીસીમાં રાત્રે આઠથી નવ કલાક વચ્ચે એક કરોડ 41 લાખ લોકોએ જોયો તો ટ્રમ્પના કાર્યક્રમને એનસીબી, સીએનબીસી અને એમએસએનબીસી પર કુલ મળીને એક કરોડ 35 લાખ લોકોએ જોયો છે. માનવામાં આવી રહ્યું હતું કે ટ્રમ્પનો કાર્યક્રમ વધુ લોકો જોશે કારણ કે તેને ત્રણ નેટવર્કમાં પ્રસારિત કરવામાં આવી રહ્યો હતો, પરંતુ તેમ ન થયું. 

પહેલા જેવું મહત્વ નથી આપી રહ્યાં ટ્રમ્પ
અમેરિકામાં જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ચૂંટણી રંગમાં રંગાઈ રહ્યાં છે. હવે તે કોરોના વાયરસને પહેલા જેવું મહત્વ આપી રહ્યાં નથી. તેનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે પહેલા જ્યાં ટ્રમ્પ કોરોના વાયરસથી સંબંધિત પોતાના કાર્યબળની સાથે દરરોજ વ્હાઇટ હાઉસના પોડિયમ પર જોવા મળતા હતા, હવે આ જોવા મળી રહ્યું નથી. તેના બદલે ચૂંટણીમાં વધુ મશગૂલ જોવા મળી રહ્યાં છે. 

ન્યૂઝીલેન્ડઃ  PM Jacinda Ardern એ રચ્યો ઈતિહાસ, પહેલા કોરોનાને હરાવ્યો, હવે મળી ભારે બહુમતથી જીત

દેશમાં સૌથી વધુ લોકોના મૃત્યુ
આ સિવાય પહેલા ઉપરાષ્ટ્રપતિ માઇક પેંસ અને કાર્યબળના અધિકારી પોતાની બેઠકો બાદ ટ્રમ્પના કાર્યાલયમાં જઈને તેમને જાણકારી આપતા હતા, પરંતુ હવે તે થઈ રહ્યું નથી. વ્હાઇટ હાઉસે તે પણ નથી જણાવ્યું  કે, ટ્રમ્પના કાર્યબળના અધિકારીઓ સાથે છેલ્લે ક્યારે મુલાકાત થઈ હતી. એક તરફ જ્યાં કોરોના વાયરસ સંક્રમણ અમેરિકામાં 2,15,000 લોકોના જીવ લઈ ચુક્યું છે, બીજીકરફ ટ્રમ્પ લોકોને વાયરસને વધુ મહત્વ ન આપવાની વાત કહી રહ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news