Photos: આ 30 વર્ષના બ્રાઝિલિયન ફૂટબોલરનું નામ છે 'મહાત્મા ગાંધી', ખાસ જાણો તેના વિશે
બ્રાઝિલના Goiania માં 18 ફેબ્રુઆરી 1992ના રોજ જન્મેલા આ યુવકનું નામ મહાત્મા ગાંધીજીના નામ પર Mahatma Gandhi Heberpio Mattos Pires છે. 30 વર્ષનો આ ફૂટબોલર હાલ પ્રખ્યાત ક્લબ એટલેટિકો ક્લબ ગાયનીઝ માટે ફૂટબોલ રમે છે. મેદાન પર તે મીડફિલ્ડર તરીકે રમે છે અને તેણે બ્રાઝિલની ટોપ ટાયર ક્લબ કોમ્પિટિશન સિરીઝ એ (top-tier club competition Serie A )માં 2011માં ડેબ્યૂ કર્યું હતું.
Trending Photos
આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતી છે. મહાત્મા ગાંધી માત્ર દેશમાં જ નહીં પરંતુ વૈશ્વિક પટલ પર ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે. સમગ્ર દુનિયામાં આજે તેમની જન્મજયંતીની ઉજવણી થઈ રહી છે. શું તમને ખબર છે કે બ્રાઝિલમાં એક ફૂટબોલરનું નામ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ પર છે? આ બિલકુલ સાચુ છે. તેમના પરિવારે અહિંસાના દૂત અને ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના નામ પર ફૂટબોલરનું નામ રાખ્યું છે.
બ્રાઝિલનો છે આ ફૂટબોલર
બ્રાઝિલના Goiania માં 18 ફેબ્રુઆરી 1992ના રોજ જન્મેલા આ યુવકનું નામ મહાત્મા ગાંધીજીના નામ પર Mahatma Gandhi Heberpio Mattos Pires છે. 30 વર્ષનો આ ફૂટબોલર હાલ પ્રખ્યાત ક્લબ એટલેટિકો ક્લબ ગાયનીઝ માટે ફૂટબોલ રમે છે. મેદાન પર તે મીડફિલ્ડર તરીકે રમે છે અને તેણે બ્રાઝિલની ટોપ ટાયર ક્લબ કોમ્પિટિશન સિરીઝ એ (top-tier club competition Serie A )માં 2011માં ડેબ્યૂ કર્યું હતું. પોતાની ટીમ માટે તેણે અનેક વખતે ઉપયોગી યોગદાન આપ્યું છે. મૂળ ગોયોનોનો રહીશ માતો પીયર્સનો પરિવાર ગાંધીજીથી ખુબ પ્રભાવિત હતો. આથી તેમણે બાળકનું નામ રાષ્ટ્રપિતાના નામ પર રાખ્યું.
બ્રાઝિલ સહિત અનેક આફ્રિકી દેશોમાં મશહૂર હસ્તીઓના નામ પર બાળકોના નામ રાખવામાં આવતા હોય છે. અનેકવાર તો પોતાના કોઈ પ્રિય શિક્ષક કે પછી કોઈ મશહૂર કેરેક્ટરના નામ ઉપર પણ લોકો રાખતા હોય છે. બ્રાઝીલની અલગ અલગ ક્લબથી પણ અનેક ફૂટબોલર રમે છે જેમના નામ ચર્ચિત હસ્તીઓ પરથી છે. પોકેમોન નામનો એક ફૂટબોલર અટલેટિકો ક્લબ ગાયનીઝ માટે જ રમે છે. આ ક્લબમાં જોન લિનન નામનો પણ એક ખેલાડી છે.
તમને આ માહિતી જાણીને નવાઈ લાગી ને? આપણા રાષ્ટ્રપિતાના નામ પર એક ફૂટબોલરનું નામ? પણ આ બિલકુલ સાચુ છે. કદાચ આ ફૂટબોલરને પણ તે વાતનો ચોક્કસપણે ગર્વ પણ હશે કે તેનું નામ એક એવી મહાન વ્યક્તિના નામ પર છે જેમના આદર્શો આજે પણ દુનિયામાં એટલા જ પ્રસ્તુત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે