ગુજરાત પર મોટી આફત ટળી, પણ મોટું સંકટ તો ફેબ્રુઆરીની શરૂઆતમાં આવશે, આ તારીખોની છે આગાહી
Paresh Goswami And Ambalal Patel Monsoon Alert : ગુજરાત પર આવી રહેલું મોટું સંકટ હાલ પૂરતું ટળી ગયુઁ છે. હવામાનમાં હાલ બે સિસ્ટમ નબળી પડતા હાલ વરસાદના કોઈ એંધાણ નથી. પરંતું જો તમે એમ માનતા હોવ તો ફેબ્રુઆરી શાંતિથી જશે તો એવુ ન વિચારતા. ફેબ્રુઆરી મહિનામાં ફરીથી વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે.
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ગુજરાત તરફ આવી રહેલી સંભવિત આવનારી સિસ્ટમ નબળી પડી છે. જેથી હાલ રાજ્ય ઉપરથી માવઠાનું સંકટ ટળ્યું છે. જેથી આગામી સમયમાં સિસ્ટમ નબળી પડતા હવે માવઠાથી ખેડૂતોને રાહત મળશે. પરંતું આગામી સમયમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. જેથી આગામી સમયમાં માવઠું ફરી આવી શકે છે.
આ તારીખે આવશે વરસાદ
એક સંકટ ટળ્યું, તો બીજું સંકટ માથે જ ઉભું છે. હવામાન વિભાગે તા. 2 અને 3 ફેબ્રુઆરીનાં રોજ માવઠાની આગાહી વ્યક્ત કરી છે. તેમજ આગામી સમયમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની પણ શક્યતાઓ છે.
15 ફેબ્રુઆરી સુધી
હવામાનના જાણકાર અંબાલાલ પટેલે કહ્યું કે, ફેબ્રુઆરી માસની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર સર્જાતાં, બંગાળ ઉપ સાગર અને અરબી સમુદ્રના ભેજ સજાતા મહારાષ્ટ્રના ભાગો, ગોવા નજીકના ભાગોમાં કમોસમી વરસાદ આવવાની શક્યતાઓ છે. આ ઉપરાંત પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠા, અરવલ્લીના ભાગો, પંચમહાલના ભાગોમાં કમોસમી વરસાદ અથવા ઝાપટા પડશે. મધ્ય ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ આવશે. જોકે, લા-નીનોની અસર બાબતમાં કેટલાક તજજ્ઞોના મનમાં અવઢવ છે. તેની અસરના કારણે બંગાળ ઉપસાગર સર્કિય રહેશે અને 15 ફેબ્રુઆરી સુધીમાં હવામાનમાં પલટા આવશે.
પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, વર્ષ 2025ના ફેબ્રુઆરી મહિનાના પહેલા અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારમાં માવઠા થાય એવી શક્યતાઓ છે. જેમાં ઉત્તર ભારતના પહાડી પ્રદેશોમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે. એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાત પર એક અસ્થિરતા સર્જાવા જઈ રહી છે. જેને કારણે રાજ્યના અનેક વિસ્તારમાં 3,4 અને 5 ફેબ્રુઆરીના રોજ અલગ-અલગ વિસ્તારમાં માવઠું થાય એવી શક્યતાઓ રહેલી છે. આ માવઠાની સૌથી વધુ તિવ્રતા સૌરાષ્ટ્ર અને મધ્ય-ઉત્તર ગુજરાતમાં જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતમાં વાવ, થરાદ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં માવઠું થઇ શકે છે. મધ્ય ગુજરાતમાં ગાંધીનગર અને અમદાવાદ 3, 4 તારીખે એકદમ સામાન્ય છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. આણંદ, નડિયાદ, ખેડા અને વડોદરામાં 4 તારીખે મધ્યમથી ભારે ઝાપટું પડી શકે છે.
Trending Photos