ઢાકા: 2016 આતંકવાદી હુમલામાં 7 દોષીઓને ફાંસીની સજા, 20 લોકોના થયા હતા મોત

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં જુલાઇ 2016માં થયેલા આતંકવાદી હુમલા મામલે એન્ટી ટેરરિઝમ ટ્રિબ્યૂનલ આજે 7 દોષીઓને સજા સંભળાવી હતી. આ મામલે કોર્ટે 1 આરોપીને મુક્ત કર્યો હતો. ઢાકાના હોલી આર્ટિસન કેફેમાં 1 જુલાઇના રોજ આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં 20 લોકોના મોત નિપજ્યા હતા. જેમાં 9 ઇટાલિયન, 7 જાપાની, એક ભારતીય, બે બાંગ્લાદેશી અને એક બાંગ્લાદેશી મૂઓળના અમેરિકન નાગરિક સામેલ છે. 

ઢાકા: 2016 આતંકવાદી હુમલામાં 7 દોષીઓને ફાંસીની સજા, 20 લોકોના થયા હતા મોત

ઢાકા: બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં જુલાઇ 2016માં થયેલા આતંકવાદી હુમલા મામલે એન્ટી ટેરરિઝમ ટ્રિબ્યૂનલ આજે 7 દોષીઓને સજા સંભળાવી હતી. આ મામલે કોર્ટે 1 આરોપીને મુક્ત કર્યો હતો. ઢાકાના હોલી આર્ટિસન કેફેમાં 1 જુલાઇના રોજ આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલામાં 20 લોકોના મોત નિપજ્યા હતા. જેમાં 9 ઇટાલિયન, 7 જાપાની, એક ભારતીય, બે બાંગ્લાદેશી અને એક બાંગ્લાદેશી મૂઓળના અમેરિકન નાગરિક સામેલ છે. 

આ મામલે કસ્ટડીમાં લેવામાં આવેલા 8 આરોપીઓ પર ગત વર્ષે આરોપ લગાવ્યા હતા અને તેમના વિરૂદ્ધ આરોપો પણ ઘડાયા હતા. 

મોતની સજા મેળવનાર 7 આરોપીઓમાં જહાંગીર આલમ ઉર્ફે રજીબ ગાંધી કેફેમાં હુમલાવરોની ભરતીકર્તા હતો. આ હુમલાની યોજના બનાવનાર અસલમ હુસૈન ઉર્ફ રાશનું નામ આવ્યું છે. તો બીજી તરફ અબ્દુસ સબૂર ખાન ઉર્ફ સોહેલ મહફૂલનું નામ છે. ફાંસી આપવામાં આવેલા બે આરોપી હદીસુર રહમાન સગોર અને રકીબુલ હસન રેગનને ધાર્મિક ઉપદેશક માનવામાં આવે છે. તો બીજી તરફ ઇસ્લામ ખાલિદ અને મામૂનુર રશીદ રિપન છે. 

આ મામલે જે એક આરોપીને મુક્ત કરવામાં આવ્યો છે. તેનું નામ મિઝાનુર રહમાન ઉર્ફ બોરો મિઝાન છે તેનાપર હથિયાર સપ્લાયર હોવાનો આરોપ હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news