ગુજરાતીઓ માટે ખુશખબર! H-1B વિઝા ધારકો માટે કેનેડાએ ભર્યું મોટું પગલું, પરિવારને પણ થશે ફાયદો

Canada News: એચ1બી વિઝા વિદેશી નાગરિકોને ટેક્નોલોજી સેક્ટર સહિત કેટલાક ખાસ વ્યવસાયોમાં અસ્થાયી રીતે અમેરિકામાં કામ કરવા માટે મંજૂરી આપે છે. મહામારી દરમિયાન ટેક્નોલોજી કંપનીઓએ ખુબ ભરતી કરી પરંતુ ત્યારબાદ મોટી સંખ્યામાં લોકોને નોકરીમાંથી કાઢવાનું શરૂ થઈ ગયું. તેનાથી અનેક એચ-1બી વિઝા  ધારકો નવી નોકરીઓ શોધવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. 

ગુજરાતીઓ માટે ખુશખબર! H-1B વિઝા ધારકો માટે કેનેડાએ ભર્યું મોટું પગલું, પરિવારને પણ થશે ફાયદો

Canada News: કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર સીન ફ્રેઝરે મંગળવારે જાહેરાત કરી કે સરકાર 10,000 અમેરિકી H-1B Visa ધારકોને દેશમાં આવીને કામ કરવા માટે મંજૂરી આપવા એક ખુલ્લી વર્ક પરમિટ સ્ટ્રીમ બનાવશે. એક અધિકૃત જાહેરાતમાં કેનેડાના ઈમિગ્રેશન, શરણાર્થી અને નાગરિકતા મંત્રાલયે કહ્યું કે આ પ્રોગ્રામ H-1B Visa ધારકોના પરિવારના સભ્યો માટે અભ્યાસ કે વર્ક પરમિટ  (Study Or Work Permits) પણ પ્રદાન કરશે. 

મંત્રાલયે કહ્યું કે હાઈટેક ક્ષેત્રોમાં હજારો કર્મચારીઓ એવી કંપનીઓમાં કાર્યરત છે જેમનું કેનેડા અને અમેરિકા બંનેમાં મોટા પાયે કામ ચાલે છે, અને અમેરિકામાં કામ કરનારા લોકો મોટાભાગે H-1B Speciality Occupation Visa ધરાવે છે. 16 જુલાઈ 2023 સુધીમાં અમેરિકામાં એચ-1બી વિશેષ વ્યવસાયી વિઝા ધારક, અને તેમની સાથે આવનારા તત્કાળ પરિવારના સભ્યો કેનેડા આવવા માટે અરજી કરવા પાત્ર ગણાશે. નવા નિર્ણય હેઠળ સ્વીકૃત અરજીકર્તાઓને 3 વર્ષ સુધીના સમયની ઓપન વર્ક પરમિટ મળશે. 

બીજુ શું કહ્યું મંત્રાલયે?
મંત્રાલયની જાહેરાતમાં કહેવાયું છે  કે તેઓ કેનેડામાં ક્યાંય પણ લગભગ કોઈ પણ નિયોક્તા માટે કામ કરવામાં સક્ષમ હશે. તેમના પતિ કે પત્ની અને આશ્રિત પણ જરૂરિયાત મુજબ કામ કે અભ્યાસ પરમિટ સાથે અસ્થાયી નિવાસી વિઝા માટે અરજી કરવા પાત્ર હશે. 

કેનેડા સ્થિત સીબીસી ન્યૂઝ મુજબ ફ્રેઝરે કહ્યું કે આ વર્ષના અંત સુધીમાં ફેડરલ સરકાર દુનિયાના કેટલાક સૌથી પ્રતિભાશાળી લોકો માટે એક ઈમિગ્રેશન સ્ટ્રીમ વિક્સિત કરશે જે ટેક્નોલોજી કંપનીઓ માટે કામ કરવા માટે કેનેડા આવી શકશે પછી ભલે નોકરી હોય કે ન હોય. જો કે ઈમિગ્રેશન મિનિસ્ટરે એ સ્પષ્ટ ન કર્યું કે આ ઈમિગ્રેશન સ્ટ્રીમ પાત્ર કોણ હશે કે કેટલા લોકોને આ સ્ટ્રીમમાં પ્રવેશ આપવામાં આવશે. 

શું છે H1B વિઝા?
અત્રે જણાવવાનું કે એચ1બી વિઝા વિદેશી નાગરિકોને ટેક્નોલોજી સેક્ટર સહિત કેટલાક ખાસ વ્યવસાયોમાં અસ્થાયી રીતે અમેરિકામાં કામ કરવા માટે મંજૂરી આપે છે. મહામારી દરમિયાન ટેક્નોલોજી કંપનીઓએ ખુબ ભરતી કરી પરંતુ ત્યારબાદ મોટી સંખ્યામાં લોકોને નોકરીમાંથી કાઢવાનું શરૂ થઈ ગયું. તેનાથી અનેક એચ-1બી વિઝા  ધારકો નવી નોકરીઓ શોધવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. 

(ઈનપુટ-ન્યૂઝ એજન્સી ANI)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news