કચ્છમાં તીડના આતંકનો મામલો, રાજ્ય સરકારે તૈયાર કરી 28 ટીમ
કચ્છના સરહદી લખપત તાલુકામાં સૂકા વિસ્તારમાં અચાનક હજારોની સંખ્યામાં તીડનું આક્રમણ થયું છે. રણ વિસ્તારના સરહદી ગામડાઓમાં તીડના ટોળાં ધીરેધીરે વ્યાપક બની રહ્યા છે. સમગ્ર વિસ્તારમાં તીડનું આક્રમણ વધ્યું છે. ત્યારે રાજ્ય સરકારે કચ્છને તીડના ત્રાસથી બચાવવા 28 ટીમોને તૈનાત કરી છે. કચ્છના કુલ 2000 હેક્ટરમાં સર્વે હાથ ધરાયો છે. લખપતના 15 અને અબડાસાના 3 અને નખત્રાણાના 3 ગામોમાં તીડ દેખાયા છે. ત્યારે આ માટે જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ ભૂજ ખાતે ઉભો કરવામાં આવ્યો છે. હાલ કચ્છના કુલ 88 હેક્ટરમાં તીડ દેખાયા છે. આ તમામ વિસ્તારોમાં હાલ દવાનો છંટકાવ ચાલુ છે.