Vodafone Idea લાવ્યું સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, ફાયદા જાણીને Airtel યૂઝર્સને થશે ઇર્ષા

vodafone idea: વોડાફોન આઈડિયા નવા પ્લાન લાવીને યુઝર્સને રોકવાનો પ્રયાસ કરી રહી છે. કંપનીએ તાજેતરમાં રૂ. 24 અને રૂ. 49 ની કિંમતવાળા પ્લાન્સ રજૂ કર્યા છે, જેને સુપર અવર અને સુપર ડે પેક કહેવામાં આવે છે.

Vodafone Idea લાવ્યું સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, ફાયદા જાણીને Airtel યૂઝર્સને થશે ઇર્ષા

Vi add-on packs for extra benefits: વધુમાં વધુ યુઝર્સ જોડવા અને 5G ની રેસમાં વોડાફોન આઈડિયા સતત પાછળ જઇ રહ્યું છે. પરંતુ ત્યારબાદ પણ Vi યુઝર્સને કંઈક નવું આપવાનો પૂરો પ્રયાસ કરી રહ્યું છે. નવા પ્લાન લાવીને તે યુઝર્સને રોકવાનો પ્રયાસ કરી રહી છે. કંપનીએ તાજેતરમાં રૂ. 24 અને રૂ. 49 ની કિંમતવાળા પ્લાન્સ રજૂ કર્યા છે, જેને સુપર અવર અને સુપર ડે પેક કહેવામાં આવે છે.

આ પ્લાન એવા યુઝર્સ માટે છે જેમને ઓછા ડેટાની જરૂર છે. અથવા જેમનો ડેલી ડેટા પૂરો થઈ ગયો છે અને તેમને થોડા કલાકો માટે પેકની જરૂર છે.

Vi Super Hour plan details
આ પ્લાનની કિંમત રૂ.24 છે. આ પ્લાન તમને એક કલાક માટે અમર્યાદિત ઇન્ટરનેટ એક્સેસ આપે છે. જ્યારે Vi વપરાશકર્તાઓ આ પ્લાનને રિચાર્જ કરે છે, ત્યારે તેઓ એક કલાક માટે અમર્યાદિત 4G ડેટાનો આનંદ માણી શકે છે. જો કે, એક કલાક પછી  ઇન્ટરની સ્પીડ એક્ટિવ રિચાર્જ પ્લાન્સના આધારે ઓછી થઈ જશે.

Vi Super Day plan details
આ પ્લાનનું નામ '24 Hour Data Pack' છે અને તેની વેલિડિટી 24 કલાક છે. આ પ્લાન રૂ.49માં 6GB હાઇ-સ્પીડ 4G ઇન્ટરનેટ ડેટા ઓફર કરે છે. આ સાથે આ પ્લાન 1 દિવસ માટે ડેટા ટોપ અપ વિકલ્પ પણ આપે છે, જેથી યુઝર્સ તેમની જરૂરિયાત મુજબ ઈન્ટરનેટ ડેટાનો ઉપયોગ કરી શકે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news