jio ફોનવાળા માટે સૌથી મોટી ખુશખબરી, દૂર થઇ જશે બધા Confusion
Trending Photos
નવી દિલ્હી: રિલાયન્સ ઇંડસ્ટ્રીઝની 41મી એજીએમમાં જીયોફોન-2ને લઇને મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો. તેમાં સૌથી ખાસ વાત એ હતી કે જિયોફોન-2ને જૂના ફોનના બદલામાં લઇ શકાશે અને તેના માટે ફક્ત 501 રૂપિયા ચૂકવવા પડશે. પરંતુ કન્ફ્યૂઝન એ હતું કે હાલ #JioPhone નહી, પરંતુ કોઇપણ હાલના ફીચર જે ભલે કોઇપણ કંપનીના હોય, તેને બદલીને નવા જિયોફોન-2 લઇ શકાય છે. તો બીજી તરફ જિયોફોન યૂજર્સ માટે પણ આ સમાચાર છે કે તેમના જૂના જિયો ફોન બેકાર નહી જાય. પરંતુ તેમને નવા જિયોફોન-2 લઇ શકાશે. પરંતુ તેમને નવા જિયોફોન-2ના બધા ફીચર્સ તેમના જૂના હેંડસેટ પર જ મળશે.
જૂના ફોનમાં પણ વોટ્સઅપ, ફેસબુક
એનુઅલ જનરલ મીટિંગ દરમિયાન જાહેરાત કરવામાં આવી હતી કે નવા જિયોફોન-2ની સાથે વોટ્સઅપ, ફેસબુક અને યૂટ્યૂબ જેવી એપની સુવિધા મળશે. જૂના યૂજર્સ પણ તેનો ફાયદો ઉઠાવી શકશે. જૂના જિયો ફોન પર પણ નવા ફિચર્સ મળશે. એટલે કે જૂના જિયો ફોન પર યૂજર્સ વોટ્સઅપ, ફેસબુક અને યૂટ્યૂબનો લાભ ઉઠાવી શકશો. જૂના યૂજર્સના ફોન 15 ઓગસ્ટ બાદ થઇ જશે. ત્યારબાદ તે આ ફીચર્સનો ઉપયોગ કરી શકશો.
કાલથી શરૂ થશે રજિસ્ટ્રેશન
જો તમે જિયો ફોન યૂજર્સ નથી અને કોઇપણ કંપનીના ફીચર ફોન વાપરો છો તો તમને ફક્ત 501 રૂપિયામાં એક્સચેંજની સાથે જિયોફોન મળી શકશે. જોકે આ હાલનો જિયોફોન જ રહેશે. પરંતુ તેમાં વોટ્સઅપ, ફેસબુક અને યૂટ્યૂબ ફીચર મળશે. આ ફોન જાતે 15 ઓગસ્ટના રોજ ઓફિશિયલ લોંચ બાદ અપડેટ થઇ જશે. જિયો ફોન માટે કાલથી મોનસૂન હંગામા ઓફર એટલે 501 રૂપિયામાં એક્સચેંજની સાથે જિયો ફોન આજે સાંજે 5 વાગ્યાથી મળશે.
શું છે કંફ્યૂઝન
મોનસૂ હંગામા ઓફર હેઠળ 501 રૂપિયામાં તમે કોઇપણ ફીચર ફોન બદલીને જિયોફોન લઇ શકો છો. તેના માટે તમારે જિયોફોનની 1500 રૂપિયા (રિફંડેબલ) કિંમત ચૂકવવી નહી પડે. જ્યારે નોન જિયો યૂજર્સ માટે હજુપણ આ ફોન 1500 રૂપિયામાં જ મળશે. તો બીજી તરફ નવો જિયોફોન-2ની કિંમત 2999 રૂપિયા છે, જે 15 ઓગસ્ટ બાદ ઉપલબ્ધ થશે. મોનસૂન હંગામા હેઠળ ફીચર્સ 15 ઓગસ્ટથી અપડેટ થઇ જશે. એટલે કે તમારા જિયોફોનમાં આ ત્રણેય ફિચર્સ 15 ઓગસ્ટ બાદ જ ઉપયોગ કરવા મળશે.
15 ઓગસ્ટને લઇને કન્ફ્યૂઝન
એજીએમમાં જે જાહેરાત કરવામાં આવી હતી, તેમાં મોબાઇલ યૂજર્સ વચ્ચે એ કંફ્યૂઝન હતું કે 15 ઓગસ્ટથી નવા જિયોફોન-2 લેવા માટે તેમને રજિસ્ટ્રેશન કરાવવું પડશે. પરંતુ એવું નથી. જિયોફોન-2 ઓગસ્ટ બાદ જ ઉપલબ્ધ હશે. પરંતુ વોટ્સઅપ, ફેસબુક અને યૂટ્યૂબની જિયોફોનમાં ઉપલબ્ધતા 15 ઓગસ્ટથી ફોનમાં મળશે. આજથી તમે હાલ જિયો ફોન લઇ શકો છો. જેમાં 15 ઓગસ્ટથી આ ત્રણેય ફિચર્સ મળશે.
હજું બીટા ટેસ્ટિંગમાં છે ફિચર્સ
હાલ જિયોફોનમાં ફેસબુક, વોટ્સઅપ અને યૂટ્યૂબ એપની ટેસ્ટિંગ ચાલી રહી છે. જોકે આ બીટા ટેસ્ટિંગમાં છે. પરંતુ જૂના યૂજર્સ અને નવા યૂજર્સને પોતાના ફોનમાં આ ત્રણેય ફિચર્સ અપડેટ કરાવવા માટે 20 જૂલાઇ સાંજે 5 વાગ્યા સુધી રજિસ્ટ્રેશન કરાવવું પડશે. ત્યારબાદ 15 ઓગસ્ટે તમારો હાલનો જિયો ફોન અપડેટ થઇ જશે અને તમે વોટ્સઅપ, ફેસબુક અને યૂટ્યૂબ ઉપયોગ કરી શકશો.
ફિચર ફોનમાં ગૂગલ અસિસ્ટેંટ
જિયોફોનમાં વોઇસ કમાંડના બે ઓપ્શન આપવામાં આવ્યા છે. પહેલો જિયોનો ઇન્બિલ્ટ વોઇસ કમાંડ, જેના દ્વારા તમે કોઇપણ એપ્લિકેશન શરૂ કરી શકો છો. આ ઉપરાંત ગૂગલ આસિસ્ટેંટની મદદથી પન એપ શરૂ કરી શકાય છે. ગૂગલ આસિસ્ટેંટને પણ તમારે વોઇસ કમાંડ આપવો પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે