BSNL યુઝર્સની બલ્લે-બલ્લે... સરકારી કંપની મફતમાં આપશે OTT પ્લેટફોર્મ, Jio-Airtel અને VIની વધશે મુશ્કેલી
BSNL OTT Plans: BSNL યુઝર્સને ટૂંક સમયમાં જ ફ્રીમાં OTT પ્લેટફોર્મ જેમ કે, NetFlizx અને Amazon Primeની મજા મળવાની છે. સોશિયલ મીડિયા X પર કંપનીએ આ અંગે જાણકારી આપી છે. ચાલો તેના અંગે જાણીએ.
Trending Photos
BSNL OTT Plans: શું તમે પણ BSNLનું સિમ કાર્ડ ઉપયોગ કરી રહ્યો છો, તો કંપની તમને ટૂંક સમયમાં જ મોટું ગિફ્ટ આપી શકે છે. જી હા... સરકારી ટેલીકોમ કંપની ટૂંક સમયમાં જ તમારા માટે કેટલીક ખાસ ઓફર લઈને આવી રહી છે. જેમાં તમને ફ્રીમાં OTT પ્લેટફોર્મ જેમ કે, Netflix અને Amazon Prime એક જ રિચાર્જમાં મળશે. આ શરૂઆતથી ક્યાંક ને ક્યાંક Jio, Airtel અને VIની મુશ્કેલીઓ વધુ વધવાની છે. આ એટલા માટે છે કારણ કે કંપની તેની સસ્તા પ્લાન માટે જાણીતી છે, તેથી જો તમે હવે સસ્તામાં OTTનો આનંદ લઈ શકાય તો તે ચોક્કસપણે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ...
કંપનીએ આ અંગે આપી માહિતી
તાજેતરમાં BSNLએ સોશિયલ મીડિયા X પર “Ask BSNL" કેમ્પેન શરૂ કર્યું હતું, જેમાં ઘણા લોકોએ કંપનીને વિવિધ પ્રશ્નો પૂછ્યા હતા. આ દરમિયાન એક યુઝરે કંપનીને પૂછ્યું કે, અમને BSNL પર OTT બંડલ પ્લાન ક્યારે મળશે. આ પોસ્ટના જવાબમાં કંપનીએ કહ્યું કે, નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમનો પ્લાન ટૂંક સમયમાં આવી રહ્યો છે. હાલમાં BSNL તેના પર કામ કરી રહ્યી છે.
eSIM પણ ટૂંક સમયમાં થશે શરૂ...
આ ઉપરાંત કંપનીએ તાજેતરમાં એ પણ જણાવ્યું હતું કે, BSNLનું eSIM પણ ટૂંક સમયમાં આવી રહ્યું છે. જે બાદ તમારે સિમ કાર્ડ બદલવાની જરૂર નહીં પડે. જ્યારે સસ્તા પ્લાનને કારણે છેલ્લા કેટલાક મહિનામાં 55 લાખથી વધુ નવા ગ્રાહકો BSNL સાથે જોડાયા છે. હાલના સમયમાં માર્કેટમાં BSNL તમને સૌથી સસ્તો મોબાઈલ પ્લાન આપે છે.
કેમ BSNL આ સમયે સારો વિકલ્પ?
હાલમાં BSNLના પ્લાન તમારા ખિસ્સા પર વધારો બોજ નથી નાખતો અને ખૂબ જ ડેટા ઓફર કરે છે. જ્યારે મફત OTT પ્લેટફોર્મ સાથે તો તમે તમારા મનપસંદ શો અને ફિલ્મોને કોઈપણ સમયે ગમે ત્યાં જોઈ શકશો. બહેતર કનેક્ટિવિટી માટે કંપની 2025 સુધીમાં દેશભરમાં 4G રોલઆઉટ કરવાની પણ તૈયારી કરી રહી છે. એટલું જ નહીં, કંપનીએ એક X પોસ્ટમાં એમ પણ કહ્યું છે કે, હવે ટેરિફ પ્લાન મોંઘા કરવામાં આવશે નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે