ICCની બે ટીમમાં પસંદ થઈ સ્મૃતિ મંધાનાઃ 'વન ડે ટીમ ઓફ ધ યર'માં 4 ભારતીય
આઈસીસીએ(ICC) મંગળવારે 'ટીમ ઓફ ધ યર' (Team of the Year) અને 'પ્લેયર ઓફ ધ યર'ની (Player of the Year) જાહેરાત કરી હતી. ઓસ્ટ્રેલિયાની એલિસ પેરીને(Ellyse Perry) 'મહિલા ક્રિકેટર ઓફ ધ યર-2019' (Woman Cricketer of the Year-2019) પસંદ કરવામાં આવી છે.
Trending Photos
દુબઈઃ વર્ષ 2019માં શાનદાર પ્રદર્શન કરનારી સ્મૃતિ મંધાના(Smriti Mandhana) આઈસીસીની(ICC) વનડે(One Day) અને ટી20(T20) ટીમ ઓફ ધ યર(Team of the Year) પસંદ કરવામાં આવી છે. મંધાના ઉપરાંત 5 અન્ય ભારતીય ખેલાડીઓને આઈસીસી ટીમ ઓફ ધ યરમાં(Team of the Year) સ્થાન મળ્યું છે. જોકે, આ ખેલાડીઓને વન ડે કે ટી20માં સ્થાન મળ્યું નથી. સ્મૃતિ મંધાના(Smriti Mandhana) એકમાત્ર ભારતીય ખેલાડી છે, જેને આઈસીસીની બંને ટીમમાં સ્થાન મળ્યું છે.
આઈસીસીએ(ICC) મંગળવારે 'ટીમ ઓફ ધ યર' (Team of the Year) અને 'પ્લેયર ઓફ ધ યર'ની (Player of the Year) જાહેરાત કરી હતી. ઓસ્ટ્રેલિયાની એલિસ પેરીને(Ellis Perry) 'મહિલા ક્રિકેટર ઓફ ધ યર-2019' (Woman Cricketer of the Year-2019) પસંદ કરવામાં આવી છે. તેને રાચેલ હેવો ફ્લિન્ટ એવોર્ડ એનાયત કરાયો છે. આ એવોર્ડ ગયા વર્ષે સ્મૃતિ મંધાનાને મળ્યો હતો. એલિસ હીલીને આઈસીસીની 'વન ડે પ્લેયર ઓફ ધ યર'નો(One Day Player of the Year) એવોર્ડ પણ અપાયો છે.
દિપ્તી અને રાધા ટી20 ટીમમાં
ભારતીય ખેલાડીઓમાં સ્મૃતિ મંધાના વર્ષની વન ડે અને ટી20 બંને ટીમમાં સ્થાન મળ્યું છે. આ ઉપરાંત શિખા પાંડે, ઝુલન ગોસ્વામી અને પૂનમ પાંડે 'આઈસીસી વન ડે ટીમ ઓફ ધ યર'માં સ્થાન મેળવવામાં સફળ રહી છે. દિપ્તી શર્મા અને રાધા યાદવને 'આઈસીસી ટી20 ટીમ ઓફ ધ યર'માં(ICC T20 Team of the Year) સ્થાન અપાયું છે.
મેગ લેનિંગ બંને ટીમની કેપ્ટન
ઓસ્ટ્રેલિયાની મેગ લેનિંગને(Meg Laning) વનડે અને ટી20 ટીમ ઓફ ધ યરની કેપ્ટન(Captain) બનાવાઈ છે. વન ડે ટીમમાં સૌથી વધુ 5 ખેલાડી (મેગ લેનિંગ, એલિસા હીલી, જેસ જોનાસેન, મેગન શટ, એલિસ પેરી) ઓસ્ટ્રેલિયાની છે. આ ટીમમાં ભારતની 4 અને ઈંગ્લેન્ડ તથા વેસ્ટ ઈન્ડીઝની 1-1 ખેલાડીને સ્થાન મળ્યું છે. ટીમમાં ઈંગ્લેન્ડની તમસિન બ્યૂમોન્ટ, વેસ્ટ ઈન્ડીઝની સ્ટેફની ટેલરનો સમાવેશ થાય છે.
આઈસીસી વુમન્સ વનડે ટીમ ઓફ ધ યર(બેટિંગ ઓર્ડરમાં):
એલિસા હીલી, સ્મૃતિ મંધાના, તમસિન બ્યૂમોન્ટ, મેગ લેનિંગ(કેપ્ટન), સ્ટેફની ટેલર, એલિસ પેરી, જેસ જોનાસેન, શિખા પાંડે, ઝૂલન ગોસ્વામી, મેગન શટ, પૂનમ યાદવ.
આઈસીસી વુમન્સ ટી20 ઓફ ધ યર(બેટિંગ ઓર્ડરમાં):
એલિસા હીલી, ડેનિએલ વ્યાટ, મેગ લેનિંગ(કેપ્ટન), સ્મૃતિ મંધાના, લિજેલ લી, એલિસ પેરી, દિપ્તિ શર્મા, નિદા ડાર, મેગન શટ, શબનમ ઈસ્માઈલ, રાધા યાદવ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે