રવિન્દ્ર જાડેજાએ એમએસ ધોનીને સોંપી CSK ની કેપ્ટનશિપ, સીએસકેની મોટી જાહેરાત
Ravindra Jadeja Step Down as Captaincy: આઇપીએલ 2022 ની શરૂઆત સાથે જ રવિન્દ્ર જાડેજાને ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જો કે, સતત ખરાબ પ્રદર્શન બાદ સીએસકેના નવા કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ સીઝનના અધવચ્ચે કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી છે.
Trending Photos
Ravindra Jadeja Step Down as Captaincy: ચેન્નાઈ સુપર કિંગ્સના નવા કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ આઇપીએલ 2022 સીઝનની અધવચ્ચે જ સીએસકે ટીમનું કેપ્ટન પદ છોડવાની જાહેરાત કરી છે. ત્યારે ફરી એકવાર મહેન્દ્ર સિંહ ધોની સીએસકે ટીમની કમાન સંભાળતો જોવા મળશે. રવિન્દ્ર જાડેજાની કેપ્ટનશીપ હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સ માત્ર બે મેચ જીતી શક્યું છે.
જો કે, આઇપીએલ 2022 ની શરૂઆત પહેલા જ ધોનીએ સીએસકેના કેપ્ટનશીપ પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમની જગ્યાએ જાડેજાને સીએસકે ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પંરતુ આઇપીએલ 2022 માં સતત ખરાબ પ્રદર્શન અને ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે ઝઝૂમી રહી છે જેના કારણે સીએસકેના નવા કેપ્ટન રવિન્દ્ર જાડેજાએ કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી છે.
📢 Official announcement!
Read More: 👇#WhistlePodu #Yellove 🦁💛 @msdhoni @imjadeja
— Chennai Super Kings (@ChennaiIPL) April 30, 2022
સીએસકેની પ્રેસ રિલીઝ અનુસાર રવિન્દ્ર જાડેજા પોતાની રમત પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો છે અને એમએસ ધોનીને સીએસકેના નેતૃત્વ કરવાનો અનુરોધ કર્યો છે. એમએસ ધોનીએ હિતમાં સીએસકેનું નેતૃત્વ કરવું અને જાડેજાને પોતાની રમત પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે અનુમતિ આપવાનું સ્વિકાર્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સની આગામી મેચ 1 મેના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે છે.
સીએસકેની ટીમ આઇપીએલ 2022 ની આ સીઝનમાં ખુબજ ખરાબ ફોર્મમાં ચાલી રહી છે. આઇપીએલ 2022 માં ચેન્નાઈ સુપર કિંગ્સે 8 મેચમાંથી માત્ર બે મેચ જીતી છે. સીએસકેની ટીમ હાલ પોઈન્ટ ટેબલમાં નવમાં નંબર પર છે. ટીમે પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે બાકીની 6 મેચ જીતવી પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે